Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ પાસે ગેરકાયદે પશુ કતલખાનું ઝડપાયું:સુમરાસર(શેખ) ગામે LCBનો દરોડો, 40 કિલો માંસ જપ્ત

    11 hours ago

    પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને વધુ એક સફળતા મળી છે. માધાપર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સુમરાસર (શેખ) ગામની સીમમાંથી ગેરકાયદે પશુ કતલખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી સ્થળ પરથી 40 કિલોગ્રામ પશુમાંસ જપ્ત કર્યું છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે સુમરાસર (શેખ) ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 40 કિલોગ્રામ પશુમાંસ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 2 હજાર છે. ઉપરાંત, કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે બે પ્લાસ્ટિકની બરણીઓ, લાકડાના હાથાવાળી કુહાડી, બે ધારદાર છરી, વજન કાંટો અને વજનિયા પણ કબજે કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી એક કાર અને બે મોબાઇલ ફોન પણ જપ્ત કરાયા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 1.03 લાખ જેટલી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે પોલીસે આદમ અલીમામદ કુંભાર (ઉંમર 45), રહે. સુમરાસર (શેખ), તા. ભુજની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી ગેરકાયદે પશુ કતલખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં અને માંસનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હિરેન બારોટે દાહોદ DDO તરીકે પદભાર સંભાળ્યો:2022 બેચના IAS અધિકારી, અગાઉ મોડાસામાં પ્રાયોજના વહીવટદાર હતા
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Drops 400 Points As Oil Touches $95 Amid US-Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment