Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર-અમદાવાદ હાઈવે પર LCBનો મોટો સપાટો:અધેળાઈ સર્કલ પાસેથી રૂ.39.23 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલો કન્ટેનર ટ્રક ઝડપાયો

    1 week ago

    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાતમીના આધારે ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર ભાલ પંથકમાં આવેલ અધેળાઈ સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલું એક મોટું કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે કન્ટેનરમાંથી વિદેશી દારૂની કુલ 12,984 બોટલો અને ટ્રક મળી કુલ રૂપિયા 3923,640નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે, પોલીસની રેડ દરમિયાન કન્ટેનરનો ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વેળાવદર ભાલ પોલીસ મથકમાં કન્ટેનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અધેળાઈ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક બંધ બોડીના કન્ટેનર ટ્રકને પોલીસે આંતરીને તેને પોતાના કબજામાં લીધો હતો. લાખોની કિંમતનો 12,984 બોટલ દારૂ જપ્ત પોલીસ ટીમે જ્યારે કન્ટેનર ખોલીને તેની સઘન તલાશી હાથ ધરી, ત્યારે તેમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કન્ટેનરમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી, જેની વિગત નીચે મુજબ છે: કન્ટેનર ચાલક ફરાર, શોધખોળ ચાલુ પોલીસની આ રેઇડ દરમિયાન કન્ટેનરનો ચાલક અંધારાનો લાભ લઈને વાહન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દારૂ અને કન્ટેનર સહિતનો તમામ મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ ચકચારી બૂટલેગિંગ પ્રકરણમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ એજાજખાન પઠાણે કન્ટેનર ટ્રક (નંબર GJ-15-AX-1084) ના અજાણ્યા ચાલક વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધીને ફરાર ચાલકની ધરપકડ કરવા તેમજ દારૂનો આ જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ‘Sanjay Leela Bhansali ka pura bathroom….’: Inside Terence Lewis’ artistic Mumbai home
    Next Article
    PM મોદીના હસ્તે દમણ નમો એરપોર્ટ અને હોસ્પિટલનું લોકાર્પણ:રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સની ભેટ આપશે; ટૂંક સમયમાં વિશાળ સભાને સંબોધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment