Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા LCBએ 3 સ્થળોએ દરોડા પાડી 5 લાખનો દારૂ ઝડપ્યો:સાંસદની દારૂ હેરાફેરીની વાત સાચી ઠરી, એક બુટલેગર વોન્ટેડ

    11 hours ago

    નર્મદા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા LCB અને SOG ટીમે ત્રણ જુદા જુદા સ્થળોએ દરોડા પાડી રૂપિયા 5 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી સાંસદ મનસુખ વસાવા દ્વારા ગૃહમંત્રીને કરાયેલી રજૂઆત બાદ કરવામાં આવી છે. તાજેતરમાં સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના ગૃહમંત્રીને નર્મદા જિલ્લામાં વિદેશી દારૂની વધતી હેરાફેરી અંગે લેખિત રજૂઆત કરી હતી. તેમણે પોતાની રજૂઆતમાં નર્મદા પોલીસના કેટલાક અધિકારીઓ અને રાજકીય આગેવાનોની પણ આ દારૂની હેરાફેરીમાં સંડોવણી હોવાનો દાવો કર્યો હતો. આ રજૂઆત બાદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખી દારૂના દૂષણને ડામવા માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.આર. પટેલની સૂચનાથી LCB પી.આઈ. આર.જી. ચૌધરી અને SOG પી.આઈ. કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.આર. વાળા, આર.જે. ડામોર સહિત LCB અને SOGની ટીમે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. બાતમીદારોને સક્રિય કરીને ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ દરોડામાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના બેસણા ગામના આમલી ફળિયામાં રહેતા સંજય અમરસિંગ વસાવાના ઘરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેના ઘરના અડાળીના દક્ષિણ દિશાના ભાગેથી રૂપિયા 84,181ની કિંમતનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજા કિસ્સામાં, પ્રતાપનગર આઉટપોસ્ટ નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારનો ચાલક ગાડી રોડની સાઈડ પર ઉતારીને કૂદીને ભાગી ગયો હતો. પોલીસે કારમાંથી રૂપિયા 3,30,432ની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસમાં ચિત્રોલ ગામના પરેશ દશરિયા વસાવાનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ત્રીજા દરોડામાં, રાજપીપળાના ટેકરા ફળિયામાં પાણીની ટાંકી પાસે રહેતા કરણ ઉર્ફે કક્કુ રાજુ વસાવાના ઘરમાંથી વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. પોલીસે તેના ઘરમાંથી વિવિધ બ્રાન્ડનો રૂપિયા 94,555ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આમ, નર્મદા પોલીસે કુલ ત્રણ દરોડામાં રૂપિયા 5 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડી દારૂના દૂષણને ડામવાના પ્રયાસો કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    How hyenas are secretly saving an Ethiopian city 5,000 tonnes of urban waste
    Next Article
    પાળીયાદ પોલીસે 16.28 લાખનો વિદેશી દારૂ કર્યો નાશ:7,526 બોટલનો જથ્થો બોટાદમાં સત્તાવાર રીતે નષ્ટ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment