Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રકના ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો:ભરૂચ LCBએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર રૂ. 26.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    7 hours ago

    ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક ટ્રકના ગુપ્ત ચોરખાનામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 26.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCB PSI એ.વી. શિયાળીયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારેલા ગામ નજીક આવેલા 306 નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાં એક આઈસર ટ્રક (નં. MH-49-F-1497) માં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રારંભિક તપાસમાં ટ્રક ખાલી જણાતા પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જોકે, અનુભવી પોલીસ અધિકારીઓએ વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરતા ટ્રકના કેબિન પાછળ ખાસ રીતે બનાવેલું આશરે 2.5 ફૂટ પહોળું અને 7 ફૂટ લાંબું ગુપ્ત ચોરખાનું શોધી કાઢ્યું હતું. આ ચોરખાનું ખોલતા અંદરથી પ્રતિબંધિત વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે ગુપ્ત ચોરખાનામાંથી કુલ 245 બોક્સમાં ભરેલી 9,840 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 18.87 લાખ આંકવામાં આવી છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી આઈસર ટ્રકની અંદાજિત કિંમત રૂ. 8 લાખ ગણવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 26.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રકના અજાણ્યા ચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Gen Subramani takes charge as Chief of Defence Staff: ‘Transformation of armed forces, organisational reforms key focus’
    Next Article
    'Chor, Chor To Eggs, Stones: How Attack On Abhishek Banerjee Unfolded

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment