Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCBએ ગાંભોઈમાં બિયર સાથે બે ઝડપ્યા:ઇકોમાંથી 264 ટીન બિયર મળ્યા, પાંચ સામે ગુનો નોંધાયો

    2 weeks ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ખાતે LCB ટીમે નાકાબંધી કરી હતી. પોલીસે એક ઇકો ગાડીમાંથી 264 બિયરના ટીન સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ જણાવ્યું હતું કે, LCB ટીમ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વોચ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન નરેન્દ્રભાઈને બાતમી મળી હતી કે, ચાર ઇસમો સફેદ કલરની મારૂતિ ઇકો ગાડી (નંબર-GJ-18-BE-3340) માં બિયર ભરી ભીલોડા થઈ હિંમતનગર હાઈવે રોડ પરથી અમદાવાદ તરફ જવાના છે. આ બાતમીના આધારે LCB ટીમે ગાંભોઈ ઓવરબ્રિજ નીચે, ગાંભોઈ પોલીસ સ્ટેશન સામે નાકાબંધી કરી હતી. બાતમીવાળી ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરાયો હતો, પરંતુ ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી ન હતી અને થોડે આગળ જઈ ગાડી મૂકી દઈ તેમાં બેઠેલા ઇસમો ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરીને તેમાંથી બે ઇસમોને પકડી પાડ્યા હતા, જ્યારે ગાડીનો ચાલક અને તેની બાજુમાં બેઠેલો અન્ય એક ઇસમ નાસી છૂટ્યા હતા. પકડાયેલી ઇકો ગાડીની તપાસ કરતા તેમાંથી 11 બિયરની પેટીઓમાં કુલ 264 ટીન બિયર મળી આવ્યા હતા, જેની કિંમત 58,080 રૂપિયા છે. આ ઉપરાંત, 9,000 રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન અને 3,00,000 રૂપિયાની ઇકો ગાડી મળી કુલ 3,67,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં વિજયનગરના વણધોલનો રહેવાસી 30 વર્ષીય મયુર સાંજાજી ફુલાજી કટારા રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવડાનો રહેવાસી 28 વર્ષીય શંકરલાલ કલાજી મંજી પરમારનો સમાવેશ થાય છે. આ કેસમાં ફરાર થયેલા આરોપીઓમાં ખેરવાડાનો મનોજ મગનલાલ દરંગા, વણધોલનો પ્રકાશ લક્ષ્મણભાઈ કટારા અને અમદાવાદ ખાતે બિયર લેવા આવનાર એક અજાણ્યો ઇસમ સામેલ છે. આ તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 131 આદિવાસી યુગલોના સમૂહ લગ્ન:ભીલ સંગઠન દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના દંપતીઓ જોડાશે
    Next Article
    Ahmedabad Mega Demolition | વિરમગામમાં ગેરકાયદે બાંધકામો સામે ફરી વળ્યું તંત્રનું બુલડોઝર | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment