Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢમાં બાઇક પરથી થતી દારૂની હેરાફેરી ઝડપાઈ:બનાસકાંઠા LCBએ રૂ. 2.63 લાખનો દારુ ઝડપ્યો

    11 hours ago

    બનાસકાંઠા LCBએ અમીરગઢ વિસ્તારમાંથી એક મોટરસાયકલ પરથી રૂ. 2,63,301/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 3,63,301/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂની 13 બોટલો અને મોટરસાયકલનો સમાવેશ થાય છે. LCB ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે અમીરગઢના ભાઈલા ગામના બસ સ્ટેશન રોડ પર નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી જોઈને મોટરસાયકલ ચાલકે વાહન ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરતાં ચાલક ભાઈલા ગામની સીમમાં રોડની બાજુમાં મોટરસાયકલ ઊભું રાખીને નાસી છૂટ્યો હતો. પોલીસે મોટરસાયકલ પરથી કપડાના થેલામાંથી વગર પાસ-પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 13 બોટલો, જેની કિંમત રૂ. 2,63,301/- છે, તે જપ્ત કરી હતી. આ ઉપરાંત, રૂ. 1,00,000/-ની કિંમતનું મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. નાસી છૂટેલા આરોપીએ રાજસ્થાન રાજ્ય નિર્મિત વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચ્યું હતું. આ મામલે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 ST બસની ટક્કર, 7ના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મુસાફરો જીવતાં ભૂંજાયા, મૃત્યુ આંક વધી શકે; બસ કંડક્ટરે મુસાફરોને બચાવ્યા
    Next Article
    Portugal Icon Cristiano Ronaldo Shares Glimpses Of First Training Session Ahead Of FIFA World Cup

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment