Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં LCBએ દરોડો પાડી 25 હજારથી વધુનો દારૂ પકડ્યો:શિવશક્તિ સોસાયટીમાંથી એક શખ્સ ઝડપાયો, બીજાની શોધખોળ ચાલુ

    20 hours ago

    ભુજ શહેરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી. ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોરેસ્ટ કોલોની પાછળ આવેલી શિવશક્તિ સોસાયટીમાં દરોડો પાડી LCBની ટીમે દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડ્યો. સમગ્ર કાર્યવાહી બાદ દારૂનો મુદ્દામાલ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, LCBની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સ્ટાફના એક કર્મચારીને બાતમી મળી હતી કે, ફોરેસ્ટ કોલોની પાછળ શિવશક્તિ સોસાયટીમાં રહેતો બ્રીજેશ અશોકભાઈ ભટ્ટ પોતાની ઓરડી પાછળની જગ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી ગેરકાયદેસર રીતે વેચી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરી. તપાસ દરમિયાન બ્રીજેશ ભટ્ટ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 22 બોટલ મળી, જેની કિંમત રૂ.12,430 છે. આ ઉપરાંત 95 ક્વાર્ટરિયા પણ મળ્યા, જેની કિંમત રૂ.13,395 આંકવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ.25,825ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. આ કાર્યવાહીમાં ભુજના ફોરેસ્ટ કોલોની પાછળ શિવશક્તિ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય બ્રીજેશ અશોકભાઈ ભટ્ટની ધરપકડ કરાઈ છે. જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રકરણમાં શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, રહે. અરીહંતનગર, ભુજની સંડોવણીની તપાસ ચાલી રહી છે અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી બાકી છે. આ મામલે ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(એ)(ઇ) અને 81 મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે જપ્ત કરેલો સમગ્ર મુદ્દામાલ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે અને પ્રકરણમાં આગળની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હવે નાની-નાની મંજૂરી માટે DGP ઓફિસ સુધી દોડવું નહીં પડે!:પોલીસ તંત્રમાં સત્તાનું વિકેન્દ્રીકરણ, SPને વધુ પાવર
    Next Article
    Gujarat Political News | રાજ્યમાં ભાજપમાં સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત થઈ | BJP | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment