Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર LCBએ હડાળામાં દારૂની ભઠ્ઠી ઝડપી:2.07 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરાર

    2 days ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સાયલા તાલુકાના હડાળા ગામની સીમમાંથી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી 400 લિટર દેશી દારૂ અને 5000 લિટર આથો સહિત કુલ 2,07,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાંથી પ્રોહિબિશન અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે હડાળા ગામની સીમમાં આરોપીની વાડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, ગેરકાયદેસર દારૂ ગાળવાની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 400 લિટર ઠંડો-ગરમ દેશી દારૂ (કિંમત રૂ. 80,000), 5000 લિટર ઠંડો-ગરમ આથો (વોસ) (કિંમત રૂ. 1,25,000), દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતી નળી, બાફણીયું અને આથો ખેંચવા માટેની મોટર (કિંમત રૂ. 2,000) સહિત કુલ 2,07,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે નાથાભાઈ મંગળાભાઈ સાગરીયા (રહે. હડાળા, તા. સાયલા) અને ચંદુભાઈ ઘોઘાભાઈ અઘારા (રહે. સામતપર, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ હાલ ફરાર છે અને તેમને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એ. રાયમા તથા સ્ટાફના HC અમરકુમાર ગઢવી, HC વિજયસિંહ પરમાર, PC પ્રતાપસિંહ રાઠોડ અને PC શક્તિસિંહ ચૌહાણ સહિતની ટીમે ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    છેલ્લા 6 મહિનામાં સોનું 20% અને ચાંદી 43% સસ્તી:સેન્સેક્સ 11% અને નિફ્ટી 8.6% ઘટ્યો; ઈરાન યુદ્ધ અને ડોલરની મજબૂતીની અસર
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં શહેરી બાગાયત તાલીમ કાર્યક્રમ:ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment