Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં LCBના દરોડા, 17 જુગારી ઝડપાયા:પાલનપુર, ડીસા અને થરામાંથી 5.45 લાખનો મુદ્દામાલ જપ્ત

    15 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિ સામે એલસીબીએ કડક કાર્યવાહી કરી છે. પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 17 જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં રોકડ રકમ, 7 બાઇક અને 8 મોબાઇલ સહિત કુલ રૂ. 5.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રથમ દરોડો પાલનપુર તાલુકાના ચડોતર ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ પાડવામાં આવ્યો હતો. અહીંથી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લેવાયા હતા અને તેમની પાસેથી રૂ. 27,000 રોકડા મળી આવ્યા હતા. બીજો દરોડો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના બુરાલ ગામની સીમમાં થયો હતો. આ સ્થળેથી 7 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રૂ. 21,190 રોકડા, 6 બાઇક અને 5 મોબાઇલ સહિત કુલ રૂ. 4.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, કેટલાક જુગારીઓ પોલીસને જોઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા. ત્રીજી કાર્યવાહી થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડાથી મંગળપુરા જતા કાચા રસ્તા પર આવેલા એક પડતર ખેતરમાં કરવામાં આવી હતી. અહીંથી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી રૂ. 17,100 રોકડા, એક બાઇક અને 3 મોબાઇલ મળી કુલ રૂ. 67,600નો મુદ્દામાલ કબજે કરાયો હતો. એલસીબી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ, ત્રણેય સ્થળોએ સંબંધિત પોલીસ સ્ટેશનોમાં જુગારધારા હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવ મહિના પછી ઇમરાન ખાનને બહેન અને પત્ની મળ્યા:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અડિયાલા જેલ પહોંચ્યા; પૂર્વ PMને હોસ્પિટલ ખસેડવામાં આવશે
    Next Article
    વલસાડમાં મહિલા બૂટલેગર અલુંના ઘરે રેડ, ₹2.54 લાખનો દારૂ જપ્ત:માલ સપ્લાય કરનાર ભીખો ટંડેલ વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment