Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા LCBએ 1316 દારૂની બોટલ સાથે બે કાર પકડી:પ્રાંતિજના સાદોલીયા ગામની સીમમાંથી 16 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર આરોપી ફરાર

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન LCBએ મોટી સફળતા મેળવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ લાવતી બે કારમાંથી 1316 બોટલ-ટીન દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે વાહનો સહિત કુલ 16,21,187 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસને જોઈને બંને વાહનોમાં સવાર ચાર લોકો અંધારાનો લાભ લઈને ઝાડીઓમાં ભાગી ગયા હતા. સાબરકાંઠા LCB PI ડી.સી.સાકરીયાએ જણાવ્યું કે, LCBની ટીમ ગઈ રાત્રે પ્રાંતિજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે નોંખી ગામનો અજય નિદ્રાસભાઈ ભગોરા સફેદ સ્વિફ્ટ કાર (GJ-09-BJ-6685)થી પાયલોટિંગ કરી રહ્યો છે. તેની સાથેના લોકો ક્રેટા કાર (GJ-09-BE-9700)માં દારૂનો જથ્થો ભરીને ભિલોડા, ગાંભોઈ, હિંમતનગર, પ્રાંતિજ થઈ ગાંધીનગર તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સાદોલીયા ગામની સીમમાં અનોડીયા તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી હતી. પોલીસે બંને વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસની નાકાબંધી જોઈને બંને કારમાંથી બે ડ્રાઈવર સહિત ચાર લોકો વાહનો છોડીને અંધારામાં ઝાડીઓમાં ભાગી ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતા ક્રેટાની પાછળની સીટ અને ડેકીમાંથી તેમજ સ્વિફ્ટની ડેકીમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 5,21,187 રૂપિયાનો દારૂ, 8 લાખ રૂપિયાની ક્રેટા કાર અને 3 લાખ રૂપિયાની સ્વિફ્ટ કાર મળીને કુલ 16,21,187 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભાગી ગયેલા ચાર સહિત કુલ 6 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ કેસમાં પકડવાના બાકી આરોપીઓના નામ નીચે મુજબ છે: 1. અજય નિદ્રાસભાઈ ભગોરા, રહે. નોંખી, તા. હિંમતનગર 2. મારુતિ સ્વિફ્ટ ગાડી નંબર GJ-09-BJ-6685 માં બાજુમાં બેઠેલો અજાણ્યો વ્યક્તિ 3. હ્યુન્ડાઈ ક્રેટા ગાડી નંબર GJ-09-BE-9700 નો અજાણ્યો ચાલક 4. હ્યુન્ડાઈ ક્રેટા ગાડી નંબર GJ-09-BE-9700 માં બાજુમાં બેઠેલો અજાણ્યો વ્યક્તિ 5. વિદેશી દારૂ ભરી આપનાર ઠેકાના અજાણ્યા સંચાલક 6. વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યો વ્યક્તિ
    Click here to Read More
    Previous Article
    કચ્છના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:છેલ્લા 24 કલાકમાં માંડવીમાં 7 ઇંચ, હજુ પણ રાજ્યમાં 15% વરસાદની ઘટ
    Next Article
    Video Shows Last Moments Of US News Chopper Crashing Near Bus Accident Site

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment