Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુડામાં જુગારધામ પર LCBનો દરોડો:10 જુગારીઓને ઝડપી પાડ્યા, રૂ. 4.46 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા દસ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે રોકડ રૂ. 2,10,600 સહિત કુલ રૂ. 4,46,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, હેડ કોન્સ્ટેબલ મુન્ના રાઠોડ અને પોલીસ કોન્સ્ટેબલ ભરત સભાડને મળેલી સંયુક્ત બાતમીના આધારે ચુડા તાલુકાના સમઢીયાળા ગામે ગુડદી પાસાના જુગાર અંગે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન, જાહેરમાં ગુડદી પાસા વડે જુગાર રમતા દસ ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂ. 2,10,600, પાંચ મોબાઈલ ફોન (કિંમત રૂ. 16,000), એક મોટરસાયકલ (કિંમત રૂ. 20,000), એક ફોર વ્હીલ ગાડી (કિંમત રૂ. 2,00,000) અને ગુડદી પાસા મળી કુલ રૂ. 4,46,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગારમાં પકડાયેલા આરોપીઓમાં માણશી જીલુ ખાચર (રહે. સમઢીયાળા), હરેશ જીવણ મુંઘવા (રહે. રાજકોટ), કુલદીપ ગોવિંદ સિંધવ (રહે. રતનપર, સુરેન્દ્રનગર), અતુલ નાગર વેગડ (રહે. રતનપર, વઢવાણ), સંજય ગોપાલ હાડગડા (રહે. રતનપર, વઢવાણ), સંદીપ રસિક વાલોદરા (રહે. રતનપર, વઢવાણ), કમલેશ બુધા પરમાર (રહે. રતનપર, વઢવાણ), કરણ કમલેશ મારુડા (રહે. રતનપર, વઢવાણ), બાબુ ચંદુ રાઠોડ (રહે. દુધરેજ, સુરેન્દ્રનગર) અને પરશે વિનોદ વાઘેલા (રહે. રતનપર, વઢવાણ) નો સમાવેશ થાય છે. આ કેસમાં વનરાજ દેવાયત ખાચર (રહે. સમઢીયાળા) અને વિશાલ ખોડા બોહરીયા (રહે. સુરેન્દ્રનગર) ફરાર છે, જેમને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ધીમી ધારે વરસાદ:દિવસભરના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતો ખુશ
    Next Article
    ગોધરાના રામસાગર તળાવમાંથી અજાણ્યા શખસની લાશ મળી:માછીમારી કરવાની જાળીમાં ફસાયેલી હાલતમાં ફાયર બ્રિગેડે બહાર કાઢી, પીએમ માટે ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment