Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજવીની ભેટ પર તંત્રનું ગ્રહણ:મોરબીમાં સરકારી મેળાના તાયફાથી સમથળ કર્યાના થોડા સમયમાં L. E. ગ્રાઉન્ડ તહસ-નહસ

    9 hours ago

    મોરબીના રમતવીરો તેમજ નિયમિત વોક અને વહેલી સવારે દોડીને કે વિવિધ પ્રકારની કસરત કરી શરીરને સૌષ્ઠવ બનાવતા લોકોની મનપા અને વહીવટી તંત્રના પાપે ફરી એકવાર કઠણાઈ સર્જાઈ છે. સામાકાંઠે રાજાશાહી વખતના ઐતિહાસિક એલ.ઇ. ગ્રાઉન્ડને જે તે સમયે રાજવી પરિવારે મોરબીની જનતાના રમત ગમત માટે જ ફાળવ્યુ હતું. પરંતુ દુર્ભાગ્યવશ આ મેદાનનો રમત ગમત માટે ભાગ્યે જ ઉપયોગ થાય છે. મોટાભાગે આ વિશાળ એલઇ ગ્રાઉન્ડનો સરકારી મેળા અને વિવિધ સરકારી કાર્યક્રમો માટે જ ઉપયોગ થતો હોવાથી આ શહેર માટે એકમાત્ર રમત ગમતનું મેદાન રમત ગમતને બદલે માત્ર સરકારી કાર્યક્રમો માટે હોવાનું ચિત્ર ઉપસ્યું છે. એલ.ઇ.ગ્રાઉન્ડમાં છેલ્લા 20 વર્ષથી રમતોનું ખૂબ જ ઓછું આયોજન અને એની સામે સરકારી મેળા, વિવિધ કાર્યકમોની ભરમાર હોય આવી સ્થિતિમાં યુવાનો કેવી રીતે પોતાની રમત ગમતનું કૌશલ્ય કેવી રીતે વિકસાવે ? જો કે સરકારી મેળા કે કાર્યક્રમો એક પછી એક યોજાતા હોય એમાં આઠ કે દસ દિવસનો સમય લાગતો હોય પણ આ કાર્યકમો પુરા થયા બાદ મેદાનને વ્યવસ્થિત કરી સુંદર અને સ્વચ્છ બનાવવાની કોઈ કામગીરી થતી જ નથી. એથી આ એકમાત્ર મેદાનની ઘોર ખોદાય જાય છે. દરેક વખતે સરકારી મેળા બાદ આ મેદાનની ભયંકર હાલત થઈ જાય છે. જો કે હમણાં જ એલઇ ગ્રાઉન્ડને એકદમ સમથળ કરીને એક સારા મેદાન તરીકે વ્યવસ્થિત બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ લાંબા સમયના અંતે એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ પુરી થઈ કે તરત જ સરકારી મેળા માટે ભવ્ય ડોમ તૈયાર કરી દેવાયો હતો. તેમાં મંડપ નાખવા માટે ખોદકામ કર્યું હોય તેમજ મેળો ઘણા દિવસો સુધી ચાલુ રહેતા મેદાન જાણે ઉકરડો બની ગયો એમ કચરાના ગંજ ખડકાઇ ગયા હતા. મેળો પૂરો થયા પછી કચરાને‎ઉપાડવાની તસ્દી જ ન લેવાઇ!‎ આ મેળો હમણાં પૂરો થયા ભવ્ય ડોમ તો ઉપાડી લેવાયો પણ આ મેદાનમાં લોખંડની ખીલીઓ અને કચરાને જેમની તેમ છોડીને દર વખતની જેમ તંત્રએ ચાલતી પકડી હતી. મેદાન ઘણું ખરાબ થઈ જતા ઉપરથી ખીલીઓ પડેલી હોવાથી વહેલી સવારે રમવા આવતા રમતવીરો તેમજ નિયમિત વોક અને વહેલી સવારે દોડીને કે વિવિધ પ્રકારની કસરત કરી શરીરને સૌષ્ઠવ બનાવતા લોકોને પગમાં ઇજા થવાનો ભય રહે છે. જો કે આ સરકારી કાર્યકમો હોય એટલે મેદાનને સુવ્યવસ્થિત રાખવાની જવાબદારી મનપા અને વહીવટી તંત્રની હોય છે. પણ તંત્ર આ જવાબદારીમાંથી છટકી ગયું હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Bond yields hit 6.94% amid fears of inflation, monetary tightening
    Next Article
    PM Modi Meeting with all CM | તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે PM મોદી | Delhi | war News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment