Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતે જીતની હેટ્રિક અમદાવાદમાં લગાવી:પાંચ વિકેટે KKRને હરાવ્યું, ગીલની ગુંજ કોલકાતા સુધી ગાજી; GTની ટોપ 4માં એન્ટ્રી

    1 day ago

    ગુજરાત ટાઇટન્સે IPLની વર્તમાન સીઝનમાં સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સને 5 વિકેટથી હરાવ્યું હતું. અમદાવાદમાં 181 રનનો ટાર્ગેટ ગુજરાતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમ 20 ઓવરમાં 180 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ગિલે સતત ત્રીજી મેચમાં ફિફ્ટી ફટકારી ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે રન ચેઝને એકતરફી બનાવી દીધો હતો. તેણે 50 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે સાઈ સુદર્શન સાથે ઓપનિંગમાં ઉતર્યા હતા અને બંનેએ 31 બોલમાં 57 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ગિલે બટલર સાથે 38 રન અને સુંદર સાથે 46 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલ સિવાય સાઈ સુદર્શને 22, બટલરે 25 અને સુંદરે 13 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીને 2 વિકેટ મળી હતી. ગ્રીનની ફિફ્ટી એળે ગઈ ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા તરફથી કેમેરન ગ્રીને 55 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા. જોકે, ટીમનો અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પણ પાર કરી શકી નહોતી. રબાડાએ 3 વિકેટ ઝડપી ગુજરાત તરફથી કગીસો રબાડાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને અશોક શર્માને 2-2 વિકેટ મળી હતી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાનના ફાળે એક-એક વિકેટ આવી હતી. બન્ને ટીમની પ્લેઈંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઈમ્પેક્ટ પ્લેયર્સ: શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, માનવ સુથાર, ખજરોલિયા અને રાવત. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): ટિમ સેફર્ટ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર),રોવમેન પોવેલ, કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર્સ: વરુણ ચક્રવર્તી, મનીષ પાંડે, ફિન એલન, તેજસ્વી અને નવદીપ સૈની.
    Click here to Read More
    Previous Article
    Wherever you go for votes, you will have to face the ire of women, Shah warns Opp ahead of vote
    Next Article
    How Can KKR Still Reach IPL 2026 Playoffs Despite Losing 5 Out Of 6 Matches

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment