Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'KGF' ફૅમ 'રૉકીભાઈ' ઘરેથી ભાગ્યા, ખિસ્સામાં માત્ર 300 રૂપિયા:પિતા બસ ડ્રાઇવર, કરિયાણાની દુકાન પણ ચલાવી; 'રામાયણ'ના રાવણની ગામડાથી શહેર સુધીની સંઘર્ષમય સફર

    12 घंटे पहले

    બોલિવૂડ ડિરેક્ટર નિતેશ તિવારીની અતિ મહત્ત્વકાંક્ષી ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર 24 જુલાઈએ દિલ્હીમાં રિલીઝ થશે. ફિલ્મમાં રણબીર કપૂરે શ્રીરામ ને સાઇ પલ્લવીએ સીતામાતાનો રોલ પ્લે કર્યો છે. 4000 કરોડની આ ફિલ્મમાં રાવણનો રોલ સાઉથસ્ટાર યશે પ્લે કર્યો છે. બોલિવૂડ રસિયાઓ યશને 'KGF'ને કારણે ઓળખતા થયા. આ ફિલ્મને કારણે યશે પેન ઇન્ડિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી. બહુ ઓછા ચાહકોને ખ્યાલ હશે કે યશ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે અને સંઘર્ષ બાદ આજે સુપરસ્ટાર બન્યો છે. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું યશના પરિવારની... યશનું સાચું નામ શું છે? યશને નાનપણથી શું બનવું હતું? યશની બહેન શું કરે છે? યશ ને રાધિકાની મુલાકાત કેવી રીતે થઈ ને બંનેએ ક્યારે લગ્ન કર્યા? યશે કેમ બે રિસેપ્શન આપ્યા? યશને ટીવી સ્ટાર્સ ગાંડો કેમ કહેતા? શરૂઆત પરિવારના મોભીથી પિતા અરુણ કુમાર ગૌડાએ કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઇવર તરીકે થોડો સમય કામ કર્યું ને પછી તેઓ બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કામ કરવા લાગ્યા. માતા પુષ્પા હોમ મેકર છે. પરિવાર શરૂઆતમાં કર્ણાટકના મૈસુરમાં રહેતો હતો. પરિવારમાં મોટો દીકરો નવીન કુમાર ઉર્ફે યશ ને નાની દીકરી નંદિની. વાત હવે કન્નડ સુપરસ્ટાર યશની... 8 જાન્યુઆરી, 1985માં કર્ણાટકના હાસન જિલ્લાના ભુવાનાહલ્લી ગામમાં જન્મેલા યશને મોસાળે યશવંત નામ આપ્યું જ્યારે પિતાના પરિવારે નવીન આપ્યું. યશ થોડો મોટો થયો તો પરિવારે યશવંત નામ પસંદ કર્યું, કારણ કે જ્યોતિષે કહ્યું હતું કે જો તેનું નામ 'ય' શબ્દ પરથી હશે તો આગળ જતાં કરિયરમાં અપાર સફળતા મળશે. અલબત્ત, સ્કૂલથી લઈ કોલેજમાં નામ તો નવીન કુમાર જ લખવામાં આવ્યું પણ ઘરમાં બધા લાડથી યશવંત બોલાવતા. મધ્યમ વર્ગીય પરિવારને સીમિત આવક યશનો મિડલ ક્લાસ પરિવાર આરામથી સીમિત આવકમાં ખુશહાલ જીવન જીવતો હતો. અલબત્ત, નાનકડા યશના મનમાં એ વાત જરૂર હતી કે તેને મોટા થઈને કંઈક મોટું કરવું છે અને આ મોટું એટલે એક્ટિંગ. યશને નાનપણથી જ એક્ટર બનવાની ઈચ્છા હતી. તે મૈસૂરમાં રહીને સ્કૂલમાં ડાન્સ કોમ્પિટિશનમાં જરૂરથી ભાગ લેતો. આ ઉપરાંત સ્કૂલમાં જ્યારે પણ એક્ટિંગની કોઈ સ્પર્ધા હોય તો યશનું નામ સૌ પહેલા જોવા મળતું. યશને એક્ટિંગ ને ડાન્સ કરવાની ઘણી જ મજા આવતી. સ્કૂલમાં ટીચર્સ હીરો કહીને બોલાવતા સ્કૂલમાં ટીચર્સ પણ યશની એક્ટિંગ પ્રત્યેનો લગાવ જોઈને 'હીરો' કહીને બોલાવતા. નાનપણમાં યશે એક મોનો એક્ટ કર્યું હતું અને તેમાં તેણે વીરપ્પનને પકડવાની વાત કરી હતી. આ જ કારણે સ્કૂલમાં છોકરાઓ બધા યશની મજાક ઉડાવતા. તે સમયે ચંદનચોર વીરપ્પનના કોઈ પણ સમાચાર આવે તો બાળકો યશને કહેતા કે હજી તે વીરપ્પનને પકડ્યો નથી?? જોકે, યશના મનમાં એ વાત નક્કી હતી કે તે મોટો થઈને બનશે તો એક્ટર જ. તેણે એ પણ વિચાર્યું નહોતું કે જો તે એક્ટર ના બન્યો તો બીજું શું બનશે? ઘરના બે છેડા પૂરા કરવા પરિવાર પ્રોવિઝન સ્ટોર ચલાવતો પિતા ડ્રાઇવર હોવાથી આવક બહુ એટલે આખો મહિનો કાઢવો પરિવાર માટે બહુ મુશ્કેલ રહેતો. આ જ કારણે પરિવાર નાનકડો પ્રોવિઝન સ્ટોર ચલાવતો. યશ આ સ્ટોરમાં મદદ કરતો. અલબત્ત, યશ ભણવાનું છોડીને ફૂલ ટાઇમ એક્ટિંગ કરવા માગતો હતો. નાનપણથી મનમાં એક માત્ર ઈચ્છા હતી કે એક્ટિંગમાં આગળ વધવું. યશ નાનપણથી જ સ્ટાર બનવા માગતો હતો. તેને ખ્યાલ નહોતો કે એક્ટર બનવુ કેટલું અઘરું છે કે પછી એક્ટર બનવા કેટલી મહેનત કરવી પડે ને કેટ-કેટલું સમર્પણ આપવું પડે. તેણે તો બસ મનથી નક્કી કરી લીધું હતું કે એક દિવસ તે જરૂરથી એક્ટર બનશે. પેરેન્ટ્સને કારણે આગળનો અભ્યાસ કરવો પડ્યો યશ ધોરણ 10 બાદ ભણવા માગતો નહોતો. અલબત્ત, પેરેન્ટસને એ વાતનો ડર હતો કે જો તે ડિગ્રી પૂરી નહીં કરે અને ભગવાન ના કરે એક્ટિંગ કરિયર પણ ના ચાલી તો તે આગળ શું કરશે? આ જ કારણે પેરેન્ટ્સે પહેલા યશને ભણતર પૂરું કરવાનો આગ્રહ કર્યો. યશે સ્કૂલિંગ મહાજન એજ્યુકેશન સોસાયટીમાંથી લીધું. પેરેન્ટ્સને શરૂઆતમાં તો દીકરો એક્ટર બને તે સામે જ ઘણો વાંધો હતો. તેઓ ઈચ્છતા કે દીકરો ભણી ગણીને એક સારી સરકારી નોકરી કરે. અભ્યાસમાં મન ના લાગ્યું યશે પ્રી-યુનિવર્સિટી કોર્સ પૂરો તો કર્યો, પરંતુ તેનું મન ક્યારેય અભ્યાસમાં લાગતું નહોતું. તેને ભણવાનું કેમેય કરીને ગમતું નહોતું. તેને તો બસ જલ્દીથી એક્ટર બનવું હતું. તેને લાગ્યું કે આ જ ઉંમરે તેણે એક્ટિંગની બારીકાઈ શીખવી જરૂરી છે. જો તે એક્ટિંગમાં મોડો આવશે તો તે એક્ટિંગ સ્કિલને વધુ શાર્પ બનાવી શકશે નહીં. તેણે પછી મનોમન નક્કી કર્યું કે હવે તે આગળ ભણશે નહીં. પેરેન્ટ્સની મરજી વિરુદ્ધ ઘરેથી ભાગ્યો તો સામે પેરેન્ટ્સને એ વાતની ચિંતા હતી કે દીકરો કોઈનું કહ્યું માનતો નથી ને તે હાથમાંથી નીકળી ગયો છે. અંતે, યશે પેરેન્ટ્સ સાથે વાત કરી કે તેને બસ એક તક આપવામાં આવે. તેની પાસે એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવાના પૈસા તો છે નહીં એટલે તે થિયેટરમાં કામ કરવા માગે છે. યશ પરિવારની મરજી વિરુદ્ધ ઘર છોડીને બેંગલુરુ આવી ગયો. આ સમયે પેરેન્ટ્સે તેને એક જ વાત બહુ સ્પષ્ટ રીતે સંભળાવી હતી કે તારે જવું છે તો તું જઈ શકે છે, પરંતુ જો નિષ્ફળ થઈને પાછો આવ્યો તો તારે ભણી ગણીને નોકરી જ કરવી પડશે. યશે પેરેન્ટ્સની વાતનો માત્ર એટલો જ જવાબ આપ્યો કે તેને માત્ર એક તકની જરૂર છે. પેરેન્ટ્સને લાગ્યું કે બેંગલુરુ જેવા મોટા શહેરમાં નાના ગામડાના યુવકને કોઈ તક મળશે નહીં એટલે તે ટૂંક સમયમાં જ ઘરે પાછો આવી જશે. ખિસ્સામાં માત્ર 300 રૂપિયા હતા યશ બેંગલુરુ ગયો ત્યારે તેના ખિસ્સામાં માત્ર 300 રૂપિયા હતા. તે પહેલી જ વાર પોતાના રાજ્યની રાજધાનીમાં આવ્યો હતો. એક નાનકડા ગામડામાં રહેતા યશને બેંગલુરુની ચમકદમકથી ઘણો જ ડર લાગ્યો. તેને લાગ્યું કે આ શહેર તો રીતસરનું ભાગી રહ્યું છે. બધા જ પોતાના જીવનમાં વ્યસ્ત છે, તેની વાત કોણ સાંભળશે? અલબત્ત, તે એટલો નસીબદાર રહ્યો કે આટલા મોટા શહેરમાં તેને કોઈને કોઈ રીતે મદદ મળી જતી. થિયેટર ગ્રુપમાં જોડાયો બેંગલુરુમાં યશે બેનાકા નામનું થિયેટર ગ્રુપ જોઈન કર્યું ને બેકસ્ટેજમાં કામ કરવા લાગ્યો. બેકસ્ટેજનું કામ કરતા કરતા યશ કલાકારો કેવી રીતે રોલની પ્રેક્ટિસ કરે છે તે જોતો અને તેમાંથી એક્ટિંગની બારીકાઇ શીખતો. જો કોઈ એક્ટર પ્રેક્ટિસમાં મોડો આવે તો યશ તેના હિસ્સાના ડાયલોગ્સ બોલી જતો. આ રીતે તે અન્ય એક્ટર્સને રિહર્સલમાં મદદ કરતો અને ધીમે ધીમે યશને નાના રોલ મળવા લાગ્યા. જો કોઈ એક્ટર બીમાર પડે અથવા તો ના આવે તો યશને સ્ટેજ પર મોકલી દેવામાં આવતો. આ રીતે યશની એક્ટિંગ સફર શરૂ થઈ. યશને થિયેટરમાં કામ કરવાના રોજના 50 રૂપિયા મળતા. એક્ટિંગ કરિયર શરૂ કરતા પહેલાં ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ યશવંતને સલાહ આપી કે તેનું નામ બહુ જ લાંબું છે તો તેણે સ્ક્રીનનેમ અલગ પસંદ કરવું પડશે, યશવંતે પોતાનું નામ યશ કરી નાખ્યું. પરિવાર સતત ચિંતામાં રહેતો બેંગલુરુ જેવા શહેરમાં યશ માટે રહેવું સરળ નહોતું. બેંગલુરુમાં રહેવાની જગ્યા ના મળે તેવા મોટા શહેરમાં યશ પરિવાર વગર એકલો હતો. નાનકડા ગામથી આવેલા યશને બેંગલુરુ જેવા મોટા શહેરના રસ્તાઓ પણ યાદ રહેતા નહીં. રોજના 50 રૂપિયા એ હિસાબે 1500 રૂપિયામાં આખો મહિનાનું ગુજરાન ચલાવવું તેના માટે ઘણું જ અઘરું હતું. ગામડે મા-બાપને એ વાતની ચિંતા રહેતી કે ત્યાં દીકરો એકલો સંઘર્ષ કરી રહ્યો છે. મુંબઈ ગયો ને નસીબ પલટાયું આ દરમિયાન યશને મુંબઈના માટુંગામાં સ્ટેજ પર પર્ફોર્મન્સ કરવાની તક મળી. તે બેકસ્ટેજ વર્કર તરીકે જ ગયો હતો, પરંતુ એક સ્મોલ ટાઇમ એક્ટર આવ્યો ના હોવાથી યશે આ તક ઝડપી ને તે રોલ ભજવવાની વાત કરી. ડિરેક્ટર નાગભારણે જ્યારે યશને જોયો તો તેમણે પહેલા એક્ટિંગ શીખવાની વાત કહી અને પછી જ એક્ટિંગ કરવી જોઈએ તેવી સલાહ આપી. ડિરેક્ટરની વાત સાંભળીને યશે ઘણી જ સહજતાથી જવાબ આપ્યો કે તે સરળતાથી આ રોલ પ્લે કરી લેશે. મુંબઈમાં યશને ભજવેલો તે રોલ તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. યશની એક્ટિંગ ચાહકો ને બધાને ગમી. ખરી વાત તો એ હતી, યશ મુંબઈ એટલા માટે ગયો હતો કે તેને ખાવા-પીવાની ફ્રીમાં સગવડ થઈ જાય. તે સમયે તેની પાસે માત્ર 300 રૂપિયા જ હતા અને તેમાંથી ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. મુંબઈમાં રહેવા સહિતની તમામ સુવિધા તેને મફતમાં મળી અને સાથે સાથે એક્ટિંગ કરવા મળે તો તે બેસ્ટ હતું. ટીવી સિરિયલની ઑફર મળી મુંબઈમાં ભજવાયેલા નાટકમાં એક્ટિંગના વખાણ છેક બેંગલુરુ સુધી પહોંચ્યા હતા. યશને કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી સિરિયલના રોલ ઑફર થવા લાગ્યા. યશ શરૂઆતમાં ટીવીમાં કામ કરવા તૈયાર નહોતો. તેને મનમાં એવું હતું કે ટીવીમાં કામ કરવાથી સ્ટારડમ મળશે નહીં. અલબત્ત, પછી ગુજરાન ચલાવવા યશે શરૂઆતમાં ટીવીમાં કામ કરવાનું નક્કી કર્યું. ટીવીમાં કામ કરતી વખતે યશે કેમેરાની સામે કેવી રીતે પ્રેઝન્ટેબલ રહેવું, ટેક્નિકલ બાબતો, ફોક્સ, શોટ્સ સમજવું જેવી નાની નાની વાતો શીખ્યો. યશે 2004માં ટીવી સિરિયલ 'ઉત્તરાયણ'થી કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ 'નંદા ગોકુલા', 'માલે બિલ્લુ', 'પ્રીતિ ઇલ્લાદા મેલે' જેવી સિરિયલ કરી. ટીવી સ્ટાર્સ યશને કેમ ગાંડો કહેતો? યશને શરૂઆતમાં ટીવીના એક એપિસોડમાં રોજના 500 ને પછી 1500 રૂપિયા મળતા. તે સમયે કન્નડ ટીવી સ્ટાર્સે પોતાના કપડાં જાતે ખરીદવા પડતા. આ જ કારણે સ્ટાર્સ પૈસા બચાવવા એક જ કપડાંમાં બેથી ત્રણ સિરિયલ શૂટ કરી નાખતા. તેઓ કાર ને પ્રોપર્ટીને એવું ખરીદીને ભવિષ્ય સિક્યોર કરતા. યશ પૈસા બચાવવાને બદલે પોતાના લુક ને કપડાં પાછળ ખર્ચ કરતો. આ જ કારણે ટીવી સ્ટાર્સ યશને ગાંડો કહેતા ને એમ પણ વાતો કરતા કે તે પૈસા બરબાદ કરી રહ્યો છે. આ સમયે યશ માત્ર એટલું જ કહેતો કે તેનું સપનું સુપરસ્ટાર બનવાનું છે. તેનો લુક સારો હશે તો જ તેને હીરોના રોલની ઑફર થશે. આ દરમિયાન યશને સાત જેટલી ફિલ્મ ઑફર કરવામાં આવી હતી, પરંતુ યશ દર વખતે સ્ક્રિપ્ટનો આગ્રહ કરતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ન્યૂ કમર સ્ક્રિપ્ટ માગે તે વાતને સારી કહેવામાં આવતી નહીં, તેને અંહકારી માનવામાં આવે અને આ જ કારણે ડિરેક્ટર્સ-પ્રોડ્યુસર્સ પછી યશને ફિલ્મમાં લેતા નહીં. 2007માં કન્નડ સિનેમામાં ડેબ્યૂ કર્યું 2007માં યશે કન્નડ ફિલ્મ 'જંબાડા હુડુગી'થી સિનેમામાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં યશે સપોર્ટિંગ રોલ પ્લે કર્યો હતો. 2008માં 'મોગ્ગિના મનસુ'માં બિગ બ્રેક મળ્યો. આ ફિલ્મમાં ડિરેક્ટર શંશાકે જે હીરોની પસંદ કર્યો હતો તેને અચાનક પગમાં ફ્રેક્ચર થઈ જતાં છેલ્લી ઘડીએ યશને લેવામાં આવ્યો અને આ ફિલ્મ માટે યશને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવૉર્ડ પણ મળ્યો. માસ હીરોની ઇમેજે બનાવી 2008માં યશે ફિલ્મ 'રૉકી'માં લીડ રોલ પ્લે કર્યો, પરંતુ તે ફિલ્મ ખાસ ચાલી નહીં. ત્યારબાદ 'કલ્લારા' 'સંતહે', 'ગોકુલા' જેવી ફિલ્મ પણ એવરેજ સાબિત રહી. અલબત્ત, યશની એક્ટિંગના જરૂરથી વખાણ થતાં. 2010માં યશની 'મોડલસાલા' પહેલી હિટ ફિલ્મ રહી. ત્યારબાદ યશે ઘણી જ હિટ કન્નડ ફિલ્મ આપી અને પોતાને કન્નડ સિનેમાનો સુપરસ્ટાર સાબિત કર્યો. યશ માસ હીરો તરીકે સેન્ડલવુડ એટલે કે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય થયો. ડિરેક્ટર પ્રશાંતનો ફૅન બન્યો યશે ડિરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ 'ઉગ્રમ' જોઈ અને તે તેનો ફૅન બની ગયો. આ દરમિયાન પ્રશાંત નીલ ને કાર્તિક ગૌડાએ ફિલ્મ 'KGF' માટે યશનો અપ્રોચ કર્યો. ફિલ્મ 'KGF ચેપ્ટર 1' રિલીઝ થઈ. ફિલ્મમાં યશે રૉકીનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ ભારતભરમાં લોકપ્રિય થઈ. 2022માં ફિલ્મનો બીજો પાર્ટ આવ્યો અને તેણે દુનિયાભરમાં 1250 કરોડનો વકરો કર્યો. આ ફિલ્મ કન્નડ સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ. ફિલ્મના હિંદી વર્ઝને 434 કરોડની કમાણી કરી. હવે યશ 'ટૉક્સિક' તથા 'રામાયણ'માં જોવા મળશે. કન્નડ સિનેમાનો પોસ્ટર બોય 2019માં ફોર્બ્સ ઇન્ડિયાના કવર પર ચમકનાર યશ પહેલો કન્નડ એક્ટર હતો. યશ બોલિવૂડમાં નવાઝુદ્દીન સિદ્દીકીને બેસ્ટ એક્ટર માને છે અને શાહરુખ ખાનને પોતાની પ્રેરણા ને અમિતાભ બચ્ચનને ટ્રૂ જેન્ટલમેન ગણે છે. યશ પોતાની સફળતા અંગે સ્વીકારે છે કે નાના ગામમાંથી શહેરમાં આવીને સંઘર્ષ કર્યો અને આ જ વાત ચાહકોને પસંદ આવી છે. તેથી જ તે ચાહકોમાં લોકપ્રિય છે. વાત હવે યશના અંગત જીવનની કરીએ તો, યશની મુલાકાત 2007માં કન્નડ એક્ટ્રેસ રાધિકા પંડિત સાથે સિરિયલ 'નંદા ગોકુલા'ના સેટ પર થઈ હતી. સિરિયલમાં સાથે કામ કરવાને કારણે બંને સારા મિત્રો બની ગયા. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા, પરંતુ તેમણે તેમના સંબંધો દુનિયાથી છુપાવીને રાખ્યા. બંનેએ ફિલ્મ 'મિ. એન્ડ મિસિસ રામાચારી'માં સાથે કામ કર્યું ત્યારે બંનેના સંબંધોની ચર્ચા થવા લાગી. 12 ઓગસ્ટ, 2016ના રોજ બંનેએ નિકટના મિત્રો ને પરિવારની હાજરીમાં ગોવામાં સગાઈ કરી. ત્યારબાદ 9 ડિસેમ્બર, 2016ના રોજ બેંગલુરુમાં લૅવિશ લગ્ન કર્યા. યશે બે ગ્રાન્ડ રિસેપ્શન આપ્યા. એક ફેમિલી ને ફ્રેન્ડ્સને આપ્યું, જ્યારે પોતાના ચાહકો માટે ખાસ બેંગલુરુ પેલેસમાં બીજું ભવ્ય રિસેપ્શન આપ્યું. બંનેને દીકરી આર્યા તથા દીકરો યથર્વ છે. કોણ છે રાધિકા પંડિત? યશની પત્ની રાધિકાની વાત કરીએ તો, સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી રાધિકાના પિતા ક્રિશ્ના પંડિત જાણીતા ફિલ્મ પર્સનાલિટી ને સ્ટેજ એક્ટર છે. તેઓ બેગલુરુના મલ્લેશ્વરમમાં રહેતા. તેનો મોટો ભાઈ ગૌરાંગ છે. રાધિકાએ બેંગલુરુની ક્લુનિ કન્વર્ટ હાઇસ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું ને પછી માઉન્ટ કાર્મલ કોલેજમાંથી B.Comની ડિગ્રી લીધી. તે ટીચર બનવા માગતી હતી અને તેણે માસ્ટર ઓફ એડમિનિસ્ટ્રેશન કોર્સનો કર્યો. 2007માં મિત્રના કહેવાથી રાધિકાએ કન્નડ સિરિયલ 'નંદા ગોકુલા'માં ઓડિશન આપ્યું અને તેને રોલ મળ્યો. આ જ વર્ષે અન્ય સિરિયલ 'સુમનગલી'માં પણ કામ કર્યું. રાધિકાના ફોટો કન્નડ મેગેઝિનમાં છપાતા અને ફિલ્મ ડિરેક્ટર શંશાકની નજર તેના પર પડી. તેમણે '18th ક્રોસ' ફિલ્મમાં રાધિકાને લીડ રોલમાં લીધી. ફિલ્મ પૈસાને કારણે 2012માં રિલીઝ થઈ. હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ હતી લગ્ન બાદ રાધિકાએ એક્ટિંગ બ્રેક લીધો અને અંગત જીવનમાં ફોકસ કર્યું. તે 2019માં ફિલ્મ 'આદી લક્ષ્મી પુરાના'માં જોવા મળી. લગ્ન બાદ યશ ને રાધિકાએ 'યશો માર્ગ ફાઉન્ડેશન'ની શરૂઆત કરી અને તેઓ કર્ણાટકના ખેડૂતો ને મજૂરોને મદદ કરે છે. રાધિકા એક સમયે કન્નડ સિનેમાની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ હતી. યશની બહેનની વાત કરીએ તો, નંદિની લાઇમલાઇટથી દૂર રહે છે. તેણે કમ્પુયટર એન્જિનિયર રાહુલ સાથે લગ્ન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પર કોણ મોકલી રહ્યું છે ખાવાનું, દવાઓ, સેનિટરી પેડ્સ?:UP, ઉત્તરાખંડ, કેરળથી મોકલ્યો ઓર્ડર, દિવસભર ડિલિવરી આપનારાઓની લાગી લાઇન
    Next Article
    CWG 2026 Opening Ceremony: Mirabai, Lovlina Lead India Out; KT Tunstall Stars

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment