Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કેલેન્ડર' ફિલ્મનું ટ્રેલર રિલીઝ:મહિલાઓના જીવન સાથે જોડાયેલા ભાવનાત્મક પાસાને રજૂ કરાશે; 'KGF' ફેમ એક્શન ડિરેક્ટરે એક્શન ડિઝાઈન કર્યા

    8 hours ago

    કન્નડ ફિલ્મ 'કેલેન્ડર'નું ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મની રિલીઝ પહેલા મુંબઈમાં ટીમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ફિલ્મના કોન્સેપ્ટ અને વાર્તા વિશે માહિતી આપવામાં આવી હતી. રનિંગ હોર્સ ક્રિએશન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના પ્રોડ્યુસર અને લીડ એક્ટર આદર્શ ગુંડુરાજ છે. ખાસ વાત એ છે કે, ‘કેલેન્ડર’ મૂળ રૂપે કન્નડ ફિલ્મ છે, જેને હવે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે, જેથી તે દેશભરના દર્શકો સુધી પહોંચી શકે. મહિલાઓના જીવન સાથે જોડાયેલા ભાવનાત્મક પાસા પર આધારિત ફિલ્મ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી ફિલ્મમેકર બનેલા આદર્શ ગુંડુરાજે જણાવ્યું કે, આ ફિલ્મની વાર્તા મહિલાઓના જીવન સાથે જોડાયેલા ભાવનાત્મક પાસાઓને સામે લાવવાનો પ્રયાસ કરે છે. તેણે જણાવ્યું કે, ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સમાજમાં સંવેદનશીલ મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવાનો પણ પ્રયાસ છે. 'કેલેન્ડર'ની સ્ટારકાસ્ટ ફિલ્મની વાર્તા મહિલાઓના જીવનમાં આવતા ભાવનાત્મક ઉતાર-ચઢાવ, સંબંધો પર તેમની અસર અને રોજિંદા જીવનમાં આવતી પડકારોને દર્શાવે છે. મેકર્સનું કહેવું છે કે 'કેલેન્ડર' એક મજબૂત વાર્તા સાથે દર્શકોને વિચારવા મજબૂર કરશે. ફિલ્મમાં આદર્શ ગુંડુરાજ ઉપરાંત રમેશ ઇન્દિરા, પ્રકાશ થુમિનાડુ, ગુરુનંદન, માલાશ્રી, સુચેન્દ્રપ્રસાદ, ચંદ્રપ્રભા, શિવ પ્રદીપ, સુષ્મિતા નાયક, નિવિષ્કા પાટીલ અને અમૃથા જેવા કલાકારો જોવા મળશે. 'KGF'- 'કાંતારા' ફેમ એક્શન ડિરેક્ટરે એક્શન ડિઝાઈન કર્યા ફિલ્મનું ડિરેક્શન નવીન શક્તિએ કર્યું છે, જ્યારે સંગીત સુનાદ ગૌતમે તૈયાર કર્યું છે. સિનેમેટોગ્રાફી રમેશ કોઈરા અને એડિટિંગ સુરેશ અરુમુગમે સંભાળી છે. જ્યારે એક્શન સિક્વન્સને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ‘KGF’ અને ‘કાંતારા’ ફેમ એક્શન ડિરેક્ટર વિક્રમ મોરે ડિઝાઇન કર્યા છે. ફિલ્મની વાર્તા અને નિર્માણ આદર્શ ગુંડુરાજે કર્યું છે, જ્યારે શિવ પ્રદીપ સહ-નિર્માતા અને મહંતાશ આર સહ-નિર્દેશક છે. ‘કેલેન્ડર’ 3 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનું વિતરણ વીકે ફિલ્મ્સ (વિજય કિરાગંદૂર ફિલ્મ્સ) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ‘I’ve gotten into the habit of hitting the snooze button over and over again, and it’s negatively impacting my life. How do I overcome this?’
    Next Article
    દુષ્કર્મ પીડિત સગીરા બાળકને જન્મ આપશે:26 સપ્તાહનો ગર્ભ, ગર્ભપાતમાં જીવને જોખમ હોવાથી HCએ અરજી નામંજૂર કરી; સગીરા-બાળકનો 6 મહિના સુધી ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment