Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JLR બ્રિટનમાં 4,000 કર્મચારીઓની છટણી કરશે:ખર્ચમાં ₹21,700 કરોડનાં ઘટાડાનો પ્લાન; સરકારે ભંડોળ આપવાથી પીછેહઠ કરી

    6 hours ago

    તમામ દબાણો વચ્ચે ટાટા મોટર્સની માલિકીની જગુઆર લેન્ડ રોવર યુકેમાં 4,000 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, બ્રિટિશ સરકારે આ નોકરીઓ બચાવવા માટે કોઈ આર્થિક મદદ આપવાનો ઇનકાર કર્યો છે. JLRના બ્રિટનમાં 34,000 કર્મચારીઓ કામ કરે છે. પ્રસ્તાવિત છટણી કુલ યુકે વર્કફોર્સના લગભગ 12% છે. કંપનીનું કહેવું છે કે તેને બદલાતી પરિસ્થિતિઓ અનુસાર અનુકૂલન સાધવાની જરૂર છે. કંપની પર દબાણનાં 2 મોટા કારણો સ્વૈચ્છિક નિવૃત્તિ અને ₹21,700 કરોડની બચત કંપનીએ 4 સપ્ટેમ્બરે કર્મચારીઓને કહ્યું છે કે તેઓ સ્વૈચ્છિક છટણી કાર્યક્રમ (Voluntary Redundancy Program) માટે તૈયાર રહે. આ કાર્યક્રમ હેઠળ કર્મચારીઓ પોતાની મરજીથી નોકરી છોડી શકે છે. JLRનો લક્ષ્ય બે વર્ષની અંદર ખર્ચમાં 1.7 બિલિયન પાઉન્ડ એટલે કે લગભગ ₹21,700 કરોડનો ઘટાડો કરવાનો છે. સિનિયર મેનેજમેન્ટ અને RDમાં સૌથી વધુ કાપ જલ્દી જ આ મામલે વધુ વિસ્તૃત જાણકારી મળવાની આશા છે, જેમાં એ પણ સ્પષ્ટ થશે કે શું ફરજિયાત છટણીની શક્યતા રહે છે કે નહીં. સૂત્રો અનુસાર, સિનિયર મેનેજમેન્ટ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (RD) સાથે સંકળાયેલા પદો પર સૌથી વધુ છટણી જોવા મળી શકે છે. યુકે સરકારે કહ્યું- કંપની ચલાવવાની જવાબદારી અમારી નથી યુકેના બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે કહ્યું છે કે કંપનીઓ ચલાવવી તેમની જવાબદારી નથી અને કોઈપણ રાહત પેકેજ માટે સરકારી ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. 8 સપ્ટેમ્બરની બેઠક કર્મચારીઓનું ભવિષ્ય નક્કી કરશે જેએલઆરના સીઈઓ પીબી બાલાજી 8 સપ્ટેમ્બરે બ્રિટિશ સરકારના અધિકારીઓ અને ટ્રેડ યુનિયનના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. બ્રિટનની મુખ્ય યુનિયન 'યુનાઈટ'ના જનરલ સેક્રેટરી શેરોન ગ્રેહામ સરકાર પર મદદ માટે દબાણ કરશે. યુનિયનનું કહેવું છે કે કોઈપણ કર્મચારીને બળજબરીથી નોકરીમાંથી કાઢી ન મૂકવામાં આવે. તેમને ફરીથી તાલીમ મળે અથવા પોતાની મરજીથી જવાનો એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ (વોલન્ટરી એક્ઝિટ)નો વિકલ્પ આપવામાં આવે. ઓટો સેક્ટરમાં આ સંકટ માત્ર JLR પૂરતું સીમિત નથી. જર્મનીની મોટી કાર કંપની ફોક્સવેગન પણ અમેરિકી ટેરિફ અને ચીની કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધાને કારણે છટણી કરવાની તૈયારીમાં છે. સમગ્ર ગ્લોબલ ઓટો ઇન્ડસ્ટ્રી આ દબાણનો સામનો કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    South Central 91: CM Vijay’s PM dream | Samastha cannot dictate to Muslim women
    Next Article
    અજય દેવગણે ગેરકાયદેસર સોફ્ટવેરથી કર્યો હતો પ્રૅન્ક:અમિતાભ બચ્ચનના નંબર પરથી કોઈ બીજાને મેસેજ મોકલ્યો, લખ્યું- સવારે 5:30 વાગ્યે મળો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment