Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ગોબરમાંથી ગેસ અને ખાતરનું 'સુપરહિટ' મોડલ:જાપાનની સુઝુકી-JICA સાથે મળી સરકાર કરશે કરોડોના MoU, ડેરી અને ખેડૂતોને થશે ડબલ ફાયદો

    2 days ago

    ગુજરાતમાં સહકારી ડેરીઓ દ્વારા કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટ સ્થાપવાની કામગીરીને વધુ વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં જાપાનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ખાસ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. સુઝુકી અને JICA પૂરી પાડશે ફંડિંગ અને ટેકનોલોજી આ બેઠકમાં ગુજરાતમાં બાયોગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા તેમજ બાયોગેસની સાથે ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવા અંગે ચર્ચા થઈ હતી. આ માટે સુઝુકી અને જાઇકા (JICA) દ્વારા નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવાનો વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ અંગે પ્રાથમિક તબક્કે બંને પક્ષો વચ્ચે અત્યંત સકારાત્મક ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર, સુઝુકી અને જાપાન એજન્સી વચ્ચે ટૂંક સમયમાં થશે ઐતિહાસિક MoU આ ઉચ્ચ સ્તરીય ચર્ચાના આધારે આગામી સમયમાં ગુજરાત સરકાર, સુઝુકી મોટર કોર્પોરેશન અને JICA વચ્ચે વિધિવત સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી કરાર બાદ રાજ્યમાં સહકારી ડેરીઓ મારફતે ગ્રામીણ સ્તરે CBG પ્લાન્ટના વિસ્તરણને અભૂતપૂર્વ ગતિ મળવાની શક્યતા છે. જાપાનના ટોચના રાજદ્વારીઓ અને સુઝુકીના વડાઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં જાપાન સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના પ્રાદેશિક પ્રતિનિધિ ટોયોકાઝુ નાગામુને, સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજિંગ ઓફિસર કેનિચિરો ટોયોફુકુ, JICA ઇન્ડિયાના ચીફ રિપ્રેઝન્ટેટિવ ટાકુરો તાકેઉચી અને સીનિયર રિપ્રેઝન્ટેટિવ સોટા કોઇડે હાજર રહ્યા હતા. NDDB, બનાસ ડેરી અને વરિષ્ઠ IAS અધિકારીઓએ લીધો સક્રિય ભાગ બેઠકમાં સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ભરત જોષી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બનાસ ડેરી અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના ઉચ્ચ અધિકારીઓએ પણ ચર્ચામાં સક્રિય ભાગ લઈ પ્રોજેક્ટનું માળખું રજૂ કર્યું હતું. ખેડૂતો, ડેરીઓ અને પર્યાવરણને ટ્રિપલ બેનિફિટ આ સમગ્ર પહેલનો હેતુ માત્ર બાયોગેસનું ઉત્પાદન વધારવાનો નથી. પશુઓના છાણ સહિતના જૈવિક કચરામાંથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ સાથે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવાનું પણ લક્ષ્ય છે. એટલે કે ડેરી ક્ષેત્રને મોટો આર્થિક નફો, ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાનું સેન્દ્રિય ખાતર અને રાજ્યને સ્વચ્છ હરિત ઊર્જા ત્રણેય દિશામાં બહુપરિમાણીય લાભ મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    સાઇબર ઠગોની જાળમાં ગાંધીનગર:એક જ અઠવાડિયામાં નિવૃત્ત આચાર્ય અને મમરાના વેપારી સાથે 1.76 લાખની ડિજિટલની લૂંટ
    Next Article
    ગુજસીટોક કેસમાં કોર્પોરેટર અલ્તાફ ખફી સહિત 4ને જામીન:ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા, આરોપી પક્ષને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment