Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JEE મેઈન ફેઝ-2નું રિઝલ્ટ જાહેર:100 પર્સેન્ટાઈલ મેળવનાર નિમય પુરોહિત ગુજરાતનો એકમાત્ર વિદ્યાર્થી, દેશમાં કુલ 26 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સેન્ટાઈલ

    14 hours ago

    ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું બીજા અને ફાઇનલ તબક્કાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં પ્રથમ સિઝનમાં ગુજરાતમાં મોખરે રહેલો રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત બીજી સિઝનમાં પણ સ્ટેટ ફર્સ્ટ રહ્યો છે. જેને 100 પર્સન્ટાઇલ મેળવી ઓલ ઇન્ડિયામાં 16મો રેન્ક મેળવ્યો છે. જેમના માતા -પિતા તબીબ છે પરંતુ, તેને છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હોવાથી તેને એન્જિનિયરિંગ ક્ષેત્ર પસંદ કર્યું છે. હાલ તે JEE એડવાન્સની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છે અને ત્યારબાદ મુંબઈ IITમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું સ્વપ્ન છે. ડોકટર માતાપિતાના સંતાને એન્જિનિયરીંગ ક્ષેત્ર પસંદ કર્યું વિદ્યાર્થી નિમય પુરોહિતના પિતાનું નામ હર્ષલભાઈ છે અને માતાનું નામ દર્શનાબેન છે. જેઓ બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનુ ક્ષેત્ર પસંદ કરવા અંગે જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હતુ અને તેથી એન્જિનિયરિંગ ક્ષેત્ર પર પસંદગી ઉતારી અને ત્યારબાદ અહીં પહોંચ્યો. હવે JEE એડવાન્સમાં સારા માર્ક્સ લાવી આઈઆઈટી મુંબઈમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે. સંપૂર્ણ રિઝલ્ટ જોવા આ લિંક પર ક્લિક કરો 26 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા આ મહત્વપૂર્ણ પરીક્ષામાં પ્રથમ ફેઝમાં જાન્યુઆરીમાં 13 લાખથી વધુ ઉમેદવારો સામેલ થયા હતા. જ્યારે બીજા ફેઝમાં આઠ લાખથી વધુ કોમન ઉમેદવાર સામેલ થયા હતા. દેશમાં કૂલ 26 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જેમાં પાંચ-પાંચ ઉમેદવારો તેલગાંણા અને આંધ્રપ્રદેશના , ચાર રાજસ્થાનના, ત્રણ દિલ્હીના અને બબ્બે ઉમેદવાર મહારાષ્ટ્ર અને હરિયાણાના છે. જ્યારે ચંડીગઢ, બિહાર, તમિલનાડુ, ઓડિશા અને ગુજરાતના એક એક ઉમેદવારે આ સિદ્ધિ મેળવી છે. સુરતના શૌર્યએ ઓલ ઈન્ડિયા 179મો રેન્ક મેળવ્યો સુરતના શૌર્ય ખેમકાએ જેઈઈ મેઈન પરીક્ષામાં સમગ્ર દેશમાં 179મો ક્રમ હાંસલ કરી ઝળહળતી સફળતા મેળવી છે. આ સિદ્ધિ પાછળ તેની અથાગ મહેનત રહેલી છે; તેણે છેલ્લા પાંચ મહિનાથી દરરોજ 13 થી 14 કલાક સખત પરિશ્રમ કર્યો હતો. શૌર્યના જણાવ્યા અનુસાર, કોચિંગ સેન્ટરના શિક્ષકોએ તેના ડાઉટ્સ સોલ્વ કરવામાં ખૂબ મદદ કરી હતી અને તેણે સતત રિવિઝન કરવા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેના પરિણામે તે આ મુકામ સુધી પહોંચી શક્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલની બેવડી નાગરિકતા કેસમાંથી હાઈકોર્ટના જજ હટ્યા:CBI તપાસ-FIR નો આદેશ આપ્યો, પછી પાછો ખેંચ્યો હતો; અરજદારની પોસ્ટમાં પૈસા લેવાનો ઉલ્લેખ
    Next Article
    Junagadh Damodar Kund Closed For 2 Days | દામોદર કુંડ બે દિવસ માટે બંધ રહેશે | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment