Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એરુ ચાર રસ્તા પર ગેરકાયદેસર દબાણો હટાવાયા:માર્ગ પહોળા કરવા JCB ફર્યું, વેપારીઓના સહયોગથી શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી શરૂ

    1 day ago

    નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વ્યસ્ત એરુ ચાર રસ્તા પર આજે સવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની મેગા કામગીરી હાથ ધરવામાં આવી હતી. નેશનલ હાઇવેથી ઐતિહાસિક દાંડી સુધીના માર્ગને ફોરલેન/પહોળો કરવાની ચાલી રહેલી કામગીરીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. એરુ ચાર રસ્તા પર વર્ષોથી નડતરરૂપ બનેલા દબાણોને કારણે માર્ગ પહોળો કરવામાં મુશ્કેલી પડતી હતી. માર્ગ અને મકાન વિભાગની ટીમે સવારથી જ JCB મશીનો સાથે કામગીરી શરૂ કરી હતી. રોડની બંને બાજુએ આવેલા ગેરકાયદેસર દબાણો હટાવીને માર્ગને 15-15 મીટર સુધી સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વેપારીઓ દ્વારા દુકાનોની બહાર રોડની હદમાં બનાવેલા પાકા અને કાચા ઓટલાઓને JCBની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડિમોલિશન સ્થળ પર માર્ગ અને મકાન વિભાગના અધિકારી નિલય નાયક અને તેમની ટેકનિકલ ટીમ હાજર રહી હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જલાલપોર પોલીસ મથકના પીઆઇ એલ. જી. રાઠોડ તેમના કાફલા સાથે ખડેપગે રહ્યા હતા. સામાન્ય રીતે દબાણ હટાવવાની ઝુંબેશમાં વિરોધ જોવા મળતો હોય છે, પરંતુ એરુ ચાર રસ્તા પર સ્થિતિ અલગ હતી. વિકાસકાર્યના મહત્વને સમજીને સ્થાનિક વેપારીઓએ તંત્રની કામગીરીમાં પૂરતો સહયોગ આપ્યો હતો. ઘણા વેપારીઓએ સ્વયં પોતાનો સામાન ખસેડી લીધો હતો, જેના કારણે સમગ્ર કામગીરી કોઈ પણ વિરોધ વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. આનાથી રોડ પહોળો કરવાની પ્રક્રિયાને વેગ મળશે.
    Click here to Read More
    Previous Article
    27મીએ સુરેન્દ્રનગરમાં AAPનું કિશાન મહા પંચાયતનું આયોજન:ગાંધીનગર સુધી મંજૂરી જ ન માંગી કોંગ્રેસે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું, કોંગ્રેસના કપટથી ખેડૂતોનું આંદોલન તૂટ્યું છે : પ્રવીણ રામ
    Next Article
    Yashasvi Jaiswal In Focus As India Eye ODI Series Clean Sweep Against Afghanistan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment