Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ITRA જામનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:2000થી વધુ લોકોએ એકસાથે યોગાભ્યાસ કર્યો

    2 days ago

    આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત ITRA જામનગર દ્વારા 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ધન્વંતરી મેદાન ખાતે કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2000થી વધુ લોકોએ એકસાથે યોગાભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના શ્રી લક્ષ્મણ દેવ સ્વામીજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યોગાભ્યાસ કરનારાઓમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, CISFના જવાનો, WHO-GTMCના કર્મચારીઓ, ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના સભ્યો અને જાહેર જનતા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ યોગ મુદ્રાઓ દ્વારા યોગને આત્મસાત કરવાનો પ્રયાસ કરાયો હતો. ITRA યોગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ 'યોગ ફ્યૂઝન' થકી સંગીત અને યોગનો સંગમ રજૂ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોગ પહેલની વૈશ્વિક યાત્રાને દર્શાવતી "યોગ હું થી હું નો સંગમ" શીર્ષક હેઠળની ઓડિયો-વીડિયો ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિ પ્રો. વૈદ્ય મનોજ નેસરી દ્વારા ITRA અને તેની ટીવી ચેનલ ANCN ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જે જામનગર માટે ગૌરવની ક્ષણ હતી.
    Click here to Read More
    Previous Article
    જર્જરિત કસ્ટમ હાઉસ તોડી પડાયું:શ્રમિક દુર્ઘટના બાદ તંત્રએ સુરક્ષિત ડિમોલિશન કર્યું
    Next Article
    અમરેલીમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment