Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડા ITI માં ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ:580 વિદ્યાર્થીઓ અને 25 શિક્ષકોને 'સર્ચ એન્ડ રેસ્ક્યુ'ની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ

    19 hours ago

    કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિમાં ઝડપી પ્રતિસાદ જાનમાલનું નુકસાન ઘટાડવામાં મદદ કરે છે. આ ધ્યાનમાં રાખીને, લુણાવાડાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ફાયર વિભાગ સાથે મળીને 'ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ' યોજાઈ હતી. આ તાલીમમાં લગભગ 580 વિદ્યાર્થીઓ અને 25 શિક્ષકોએ ભાગ લીધો. ફાયર વિભાગની ટીમે બધાને આપત્તિમાં સ્વબચાવ, ફસાયેલા લોકોને શોધીને બહાર કાઢવા અને પ્રાથમિક સારવાર વિશે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ વધારવાનો, ગભરાટ વગર તાત્કાલિક સાચા નિર્ણયો લેવાનો અને પ્રાથમિક કુશળતાનો યોગ્ય ઉપયોગ કરવાનો હતો. આ પ્રસંગે ફાયર ઓફિસર અને તેમની ટીમ, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર, ડિઝાસ્ટર શાખાના નાયબ મામલતદાર તેમજ ITI કોલેજનો સ્ટાફ હાજર હતો. અધિકારીઓએ કહ્યું કે આવી તાલીમથી યુવાનોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ કટોકટીના સમયે સમાજ માટે સક્ષમ 'ફર્સ્ટ રિસ્પોન્ડર' બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    'મારી સાથે આવી જા, તને પૈસા-શારીરિક સુખ આપીશ':મોટાભાઈએ નાનાભાઈની પત્નીને ફસાવવાનો પ્રયાસ કર્યો, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
    Next Article
    After Dhanush, Is 'People-Made Star' Sivakarthikeyan Setting His Sights On Tamil Nadu Politics?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment