Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મનિર્ભર‎:ITIના વિદ્યાર્થીઓએ કંપનીમાં વાર્ષિક રૂપિયા 3.36 લાખના પગાર સુધીની નોકરી મેળવી

    6 days ago

    અમરેલીની આઈટીઆઈના વિદ્યાર્થીઓએ કૌશલ્ય બળે રોજગાર મેળવી આત્મનિર્ભર બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્કિલ ઇન્ડિયા અભિયાનને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ વેગ આપી રહી છે. ઉદ્યોગોની માંગ મુજબની તાલીમના લીધે આઈટ.આઈના વિદ્યાર્થીઓને રોજગારીના નવા દ્વાર ખૂલી રહ્યા છે. અમરેલી આઈટીઆઈના ફિટર ટ્રેડમાં અભ્યાસ કરનારા બે વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત કંપનીઓમાં યોગ્ય રોજગારી મેળવી છે. વર્ષ 2024માં ફિટર ટ્રેડમાંથી પાસ થનારા લાઠીના દૂધાળાબાઈ ગામના જયરાજભાઈ ગોહિલ હાલ બાઈકની કંપનીમાં ક્વોલિટી ટેકનિશિયલ તરીકે કામ કરી રહ્યા છે. તેમને વાર્ષિક રૂપિયા 2,73,000ના પેકેજની નોકરી ફક્ત બે વર્ષના ફિટર ટ્રેડની તાલીમ બાદ મળી છે. તાલીમ દરમિયાન ઇન્ટ્રક્ટર એમ.વી. ગોસ્વામીના માર્ગદર્શનમાં તેઓએ ઉત્તમ પ્રાયોગિક અને તકનીકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મને ધોરણ 10 બાદ લાંબો અભ્યાસ કરીને નોકરી મેળવવાના બદલે સ્કિલ્ડ બેઝ તાલીમ મેળવી અને આત્મનિર્ભર થવાની ઇચ્છા હતી. આઈટીઆઈના અભ્યાસમાં મને સ્કોલરશીપ મળી હતી. ફક્ત બે વર્ષના અભ્યાસ થકી મને આજે સન્માનજનક રોજગારી મળી છે. ફિટર ટ્રેડમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા અને મૂળ રંગપુરના વતની ગૌતમભાઈ ચોવટીયાએ સંસ્થાના માર્ગદર્શન અને મહેનત થકી ખાનગી કંપનીમાં હજીરા ખાતે વાર્ષિક રૂપિયા 3,36,000ના પગારની નોકરી મેળવી છે. તેમની સફળતા આઈટીઆઈના કૌશલ્યલક્ષી શિક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
    Click here to Read More
    Previous Article
    જાહેરનામું:વાંકીયામાં ફાયરિંગ‎ બટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ‎
    Next Article
    ગ્રામજનોમાં ભય:ખાંભાના રબારીકા ગામે 4 મકાનને‎ નિશાન બનાવી રૂા. 5 લાખની ચોરી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment