Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ITIના સિનિયર ક્લાર્ક ગીતાબેન નિવૃત્ત:24 વર્ષની સેવા બાદ વિદાય સમારંભમાં ભાવુક બન્યા

    8 hours ago

    સુરેન્દ્રનગર આઈટીઆઈના સિનિયર ક્લાર્ક ગીતાબેન વિનોદભાઈ પાટડીયા 24 વર્ષની સતત સેવા બાદ વયનિવૃત થયા છે. તેમના વિદાય સન્માન સમારંભમાં તેઓ ભાવુક બની રડી પડ્યા હતા. ગીતાબેનને તેમના પતિના અવસાન બાદ રહેમરાહે નોકરી મળી હતી. તેમણે સંસ્થામાં પરીક્ષા, એકાઉન્ટ અને મહેકમ સહિતની વિવિધ શાખાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરી હતી. તેમની સેવા થકી અસંખ્ય તાલીમાર્થીઓ તેમજ સ્ટાફને મદદ મળી હતી. સંસ્થાના વિકાસમાં પણ તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે, જેની ખોટ સંસ્થાને કાયમ વર્તાશે. એક કર્મયોગી તરીકે તેમની સેવાઓને સંસ્થાના સર્વ કર્મીઓએ બિરદાવી હતી. તેમને સંસ્થા વતી શાલ, શ્રીફળ-પડો, ગિફ્ટ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના વડા ક્લાસ 1 આચાર્ય પી.કે. શાહે જણાવ્યું હતું કે, “ગીતાબેન સાથે મેં ઘણું કામ કર્યું છે. તેમના જેવા કર્મઠ કર્મચારી નિવૃત થતા સંસ્થાને ન પૂરી શકાય તેવી ખોટ પડવાની છે.” તેમણે ગીતાબેનના આગામી જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. એમ.એમ. બેલીમે ગીતાબેનને હસમુખા સ્વભાવના અને પોતાના કામને દિલથી કરનારા ગણાવ્યા હતા, અને તેમના સુખી જીવનની કામના કરી હતી. દિપકકુમાર એન. રાઠોડે જણાવ્યું હતું કે, “સંસ્થા આપણી મા હોય છે અને જ્યારે તેના પાલવને છોડી જવાનું હોય છે, ત્યારે એક દીકરી સાસરેથી વિદાય લેતી હોય એમ આ વિદાયની વેળા એટલી જ વસમી હોય છે.” તેમણે ગીતાબેનના આગામી જીવન આરોગ્યપ્રદ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમારંભમાં અધ્યક્ષ અને સંસ્થાના ક્લાસ વન આચાર્ય પી.કે. શાહ, ક્લાસ 2 આચાર્ય વી.જે. મકવાણા, સંસ્થાના ફોરમેન પીનાબેન, એ.એમ. કુરેશી, એમ.એલ. પરમાર તેમજ મોટી સંખ્યામાં મહેમાનો અને સ્ટાફ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના મોટીવેશનલ સ્પીકર દિલિપભાઈ કે. જાદવે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો:ગોવર્ધનમાં 24 કલાકમાં 10 લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી, ગિરિરાજ મહારાજ કી જયના જયઘોષ ગુંજી રહ્યા
    Next Article
    માતૃશક્તિ ગોપી મંડળ દ્વારા પૂનમનો સત્સંગ:સરદાર પટેલ નગરમાં ભજન-કીર્તન સાથે ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment