Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિંછીયા ITI માં ડ્રોન ટેકનોલોજી કોર્સ શરૂ થશે:રોજગાર મંત્રી બાવળિયાએ સમીક્ષા કરી, રૂ.15,450 નો કોર્સ ખેડૂત પરિવારના સભ્યો માત્ર રૂ.1,450 માં કરી શકશે

    17 hours ago

    ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ આજે 19 ઓગસ્ટના વિંછીયા આઇ.ટી.આઇ. દ્વારા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમના પ્રારંભ માટે અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે સમીક્ષા બેઠક તેમજ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.ડ્રોન ટેકનોલોજી અભ્યાસક્રમનો પ્રારંભ કરવા માટે જરૂરી વિશાળ મેદાન સહિતની માળખાકીય સુવિધાઓ અમરાપુર શૈક્ષણિક સંકુલ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે. અહીં ખેડૂત પરિવારના સભ્યો માત્ર રૂ.1,450 માં આ કોર્સ કરી શકશે. જ્યારે અન્ય યુવાનો અને યુવતીઓ આ કોર્સ રાહતદરે કરી રોજગારી મેળવી શકશે. મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કુલ 4 આઇ.ટી.આઇ.માં ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં કાલાવડના અમરેલી ખાતે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વીંછીયા આઈ.ટી.આઈ દ્વારા અમરાપુર ખાતે ટૂંક સમયમાં આ અભ્યાસક્રમનો પ્રારંભ થશે. ધોરણ 10 પાસ કોઈ પણ યુવક- યુવતી આ અભ્યાસક્રમમાં જોડાઈ કૃષિ સહિત વિવિધ ક્ષેત્રે રોજગારી મેળવી શકશે. આ કોર્સની ફી રૂ.15,450 છે ત્યારે ખાસ કરીને ખેડૂત પરિવારના દીકરા-દીકરી માત્ર રૂ.1,450માં જ અભ્યાસક્રમમાં જોડાઈ કૃષિ ક્ષેત્રે પરિવારને સહયોગ આપી શકશે. અન્ય પરિવારના છાત્રોને પણ શિષ્યવૃત્તિ મળે તે માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.વધુમાં કૌશલ્યા યુનિવર્સિટીના સહયોગથી ટૂંકા ગાળાના અભ્યાસક્રમો પણ આઈ.ટી.આઈ. ખાતે શરૂ કરવામાં આવશે. જેનાથી મહિલાઓ તેમજ યુવાનોને સ્વરોજગારી મેળવવામાં અનુકૂળતા રહેશે. આઈ.ટી.આઈ.ના રિજનલ ડિરેક્ટર કૌશિક કણજારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ ચાર આઈ.ટી.આઈ., કૌશલ્યા યુનિવર્સિટી તેમજ સ્વર્ણિમ ખાતે ચાલી રહેલા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમમા 800થી વધુ લોકોને ડી.જી.સી.એ. માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આગામી સમયમાં જુદી જુદી 13 જેટલી આઈ.ટી.આઈ.માં અભ્યાસક્રમ શરૂ થાય તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસની લોનમાં મોટી રાહત:આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ કરાઈ, વિદ્યાર્થીઓ માટે વિદેશી યુનિવર્સિટીના દરવાજા ખુલશે
    Next Article
    ગંભીરક્ષતિને બે દિવસમાં દૂર કરવાની રહેશે:અમદાવાદમાં વિકાસકામોની ગુણવત્તા માટે હવે સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ કરશે સરપ્રાઇઝ ચકાસણી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment