Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરમાં ITIમાં પ્રવેશ પ્રક્રિયાની સમયમર્યાદા લંબાવાઈ:હવે ઉમેદવારો 14 ઓગસ્ટ સુધી પ્રવેશ માટે અરજી કરી શકશે

    12 hours ago

    સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સરકારી અને ખાનગી ITIમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ઉમેદવારોને રૂબરૂ ITIમાં પહોંચી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીના ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ (DGT)ના નિર્દેશ મુજબ મહત્વપૂર્ણ તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 14 ઓગસ્ટ સુધી પ્રવેશ માટે અરજીની તક રાજ્ય સરકારે જાહેર કરેલા સુધારેલા કાર્યક્રમ મુજબ ITIમાં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ હવે 14 ઓગસ્ટ, 2026 નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે ભારે વરસાદના કારણે કોઈપણ વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રિયાથી વંચિત ન રહી જાય અને તમામ ઉમેદવારોને પૂરતો સમય મળી રહે. ત્રીજા રાઉન્ડના કાર્યક્રમમાં પણ ફેરફાર સુધારેલા એક્શન પ્લાન મુજબ ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારો હવે 3 ઓગસ્ટ, 2026 સુધી ત્રીજા રાઉન્ડ (રી-શફલિંગ) માટે સંમતિ આપી શકશે તેમજ પોતાની ચોઇસમાં જરૂરી સુધારા-વધારા કરી શકશે. અગાઉ 1 ઓગસ્ટે જાહેર થનાર ત્રીજા રાઉન્ડનું પ્રોવિઝનલ પરિણામ હવે 4 ઓગસ્ટ, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. 5થી 6 ઓગસ્ટ દરમિયાન પ્રવેશ કન્ફર્મ કરવાની પ્રક્રિયા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયેલા ઉમેદવારોએ સંબંધિત ITI ખાતે રૂબરૂ હાજર રહી 5થી 6 ઓગસ્ટ, 2026 દરમિયાન પ્રોવિઝનલ પ્રવેશ સ્વીકારવો, જરૂરી ફી ભરવી અથવા પ્રવેશ રદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન જરૂરી દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવશે. ખાલી બેઠકો માટે 7થી 14 ઓગસ્ટ સુધી વિશેષ રાઉન્ડ જે બેઠકો ખાલી રહેશે તેના માટે વિશેષ પ્રવેશ રાઉન્ડ 7 ઓગસ્ટથી 14 ઓગસ્ટ, 2026 સુધી યોજાશે. આ દરમિયાન લાયક ઉમેદવારોને ઉપલબ્ધ બેઠકો પર પ્રવેશ મેળવવાની વધુ એક તક મળશે. ઉમેદવારોને નવી તારીખોની નોંધ લેવા અપીલ ITIમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક તમામ ઉમેદવારોને નવી જાહેર કરાયેલી તારીખોની ખાસ નોંધ લેવા અને નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યભરના હજારો ઉમેદવારોને રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    Jana Nayagan Box Office Collection Day 8 Updates: Vijay’s film crosses Rs 260 cr mark worldwide; struggles in India
    Next Article
    આણંદમાં ભારે વરસાદ, ઝાડ પડતા રસ્તા બ્લોક:ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરી માર્ગો ખુલ્લા કર્યા, જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment