Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેન્સી કાનાબારે અસ્તાનામાં ITF જુનિયર J200 ટાઈટલ જીત્યું:14 વર્ષની જેન્સી અંડર-18 વર્લ્ડ રેન્કિંગમાં 70મા સ્થાને પહોંચશે, ગ્રાન્ડ સ્લેમનો માર્ગ મોકળો

    6 hours ago

    ગુજરાતની યુવા ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે કઝાકિસ્તાનના અસ્તાનામાં ITF જુનિયર J200 ટેનિસ ટુર્નામેન્ટ જીતી છે. ૧૪ વર્ષની જેન્સીએ કારકિર્દીનું પ્રથમ J200 ટાઈટલ મેળવી ઈતિહાસ રચ્યો છે. આ જીતથી તે અંડર-૧૮ વર્લ્ડ રેન્કિંગમાં ૭૦મા સ્થાને પહોંચશે. ફાઈનલમાં જેન્સીએ જાપાનની ૨૦૨મા ક્રમાંકિત ઈરોકાવાને ૬-૨, ૩-૬, ૬-૨થી હરાવી ટાઈટલ જીત્યું હતું. આ મુકાબલો ૨ કલાક ૫૯ મિનિટ ચાલ્યો હતો. આ તેની કારકિર્દીનું ત્રીજું અને સિઝનનું પ્રથમ ટાઈટલ છે. ટુર્નામેન્ટમાં જેન્સીએ મોલ્ડોવા, લાતવિયા, સાઉથ કોરિયા અને જાપાનની ખેલાડીઓને હરાવી ફાઈનલ સુધીનો પ્રવાસ કર્યો હતો. આ જીતના કારણે તેને આવતા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન એમ ચારેય જુનિયર ગ્રાન્ડ સ્લેમમાં રમવાનો મોકો મળશે. જેન્સી મૂળ ડોળાસાની છે અને હાલ જૂનાગઢમાં રહે છે. તે દીપકભાઈ કાનાબારની પુત્રી છે. જેન્સીની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી સતીશભાઈ વિઠલાણી સહિત લોહાણા સમાજના અગ્રણીઓએ તેને અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ પણ શ્રી લોહાણા મહાપરિષદ અને જૂનાગઢ ખાતે જેન્સીનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-૩, ગીર સોમનાથના ઉપપ્રમુખ ભરતભાઈ સોમૈયા, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, ગિરીશ ઠક્કર અને વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના સહિતના આગેવાનોએ જેન્સીનું સ્વાગત કરી શુભેચ્છાઓ આપી હતી. જેન્સીની આ સિદ્ધિથી ગુજરાત, ભારત અને લોહાણા સમાજમાં ગર્વની લાગણી છે. તેની સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. આ માહિતી કેવિન કાનાબાર દ્વારા આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ‘સેવાસેતુ 2.1’નો બીજો તબક્કો શરૂ થશે:21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી 8-10 ગામોના ક્લસ્ટરમાં 12થી વધુ સરકારી સેવાઓ મળશે
    Next Article
    Manipur Musician Chongtham Vikram Singh की Delhi में हत्या, मणिपुर के लोगों ने Safety पर सवाल उठाए

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment