Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ ITC કૌભાંડ સામે રાજ્ય GST વિભાગનો સપાટો:11 નકલી પેઢીઓ પકડાઈ, નટરાજ ઇન્ડસ્ટ્રીઝના અજયકુમાર શાહની 21.49 કરોડની છેતરપિંડી બદલ ધરપકડ

    10 घंटे पहले

    ગુજરાત રાજ્ય માલ અને સેવા કર (GST) વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે હાથ ધરાયેલી સર્ચ કાર્યવાહી દરમિયાન બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. માલસામાનની વાસ્તવિક હેરફેર કે સપ્લાય કર્યા વગર માત્ર કાગળ પર ઇન્વોઇસ બનાવીને કરચોરી આચરતી 11 બોગસ પેઢીઓની સંડોવણી સામે આવી છે. સમગ્ર કૌભાંડમાં જીએસટી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 79.45 કરોડ રૂપિયાની વેરાકીય જવાબદારી ઉપસ્થિત કરવામાં આવી છે. નટરાજ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારે 21.49 કરોડની ખોટી ક્રેડિટ મેળવી તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે મેસર્સ નટરાજ ઇન્ડસ્ટ્રીઝના માલિક તથા મેસર્સ નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર અજયકુમાર સત્યનારાયણ શાહ દ્વારા બોગસ ખરીદી દર્શાવીને મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. અજયકુમાર શાહે 21.49 કરોડ રૂપિયાથી વધુની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ કૌભાંડમાં તેમની સીધી સંડોવણી અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જીએસટી વિભાગની વિશેષ ટીમે તેમની વિધિવત ધરપકડ કરી છે. ડિજિટલ ઉપકરણો જપ્ત અને વધુ મોટા ખુલાસાની શક્યતા સર્ચ ઓપરેશન દરમિયાન વિભાગે પેઢીના મહત્વપૂર્ણ હિસાબી દસ્તાવેજો, કમ્પ્યુટર્સ તેમજ અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. હાલ આ તમામ દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ્સની ઊંડાણપૂર્વક ફોરેન્સિક ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ જેમ જેમ આગળ વધશે તેમ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય વચેટિયાઓ, નકલી પેઢીઓ અને વધારાની વેરાકીય જવાબદારી બહાર આવવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રણને પગલે દેશમાં ખાંડની અછત:ગણદેવી ખાંડ ઉદ્યોગના ચેરમેને કહ્યું- જ્યુસમાંથી ઈથેનોલથી 45 ટન ખાંડનું ઉત્પાદન ઘટ્યું, નવેમ્બરમાં નવી સિઝન
    Next Article
    ભૂગર્ભ ગટર કૌભાંડમાં કરોડોના બોગસ બિલોનો આક્ષેપ.:​અગાઉના બોગસ બિલોની કોઈ કાર્યવાહી નહીં,વધુ 700 જેટલા બોગસ બિલોમાં ₹150 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment