Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલજીત દોસાંઝે ફાફડા-જલેબી-ખમણની મજા માણી:ITC નર્મદામાં હાંડવો, પાતરા, ઢોકળાનો બ્રેકફાસ્ટ, અમદાવાદમાં પંજાબી સુપરસ્ટારના કોન્સર્ટ માટે 16 પાર્કિંગ પ્લોટ

    7 hours ago

    'અરે એ દેખો, યે દેખો હમારા બ્રેક ફાસ્ટ તો દેખો, ક્યા કેહ રહે હો યાર.. અમદાવાદ, કેમ છો, ફુલ મજામાં... કાલે મળીએ છીએ..' આ શબ્દો સાથે અને ફાફડા-જલેબીની જયાફત માણી દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો. આવતીકાલે એટલે કે 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં AURA ઈન્ડિયા ટૂર અંતર્ગત દિલજીતનો કોન્સર્ટ છે. જેને લઈ પંજાબી સુપરસ્ટારનું 19 નવેમ્બરે રાત્રે જ અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું હતું અને હોટેલ ITC નર્મદામાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ફાફડા-જલેબી, ખમણ અને જ્યુસ સાથે વીડિયો પોસ્ટ કર્યો આજે 20 નવેમ્બરે દિલજીત દોસાંઝે ITC નર્મદામાં ગુજરાતી વાનગીઓનો નાસ્તો કર્યો હતો. પીરસવામાં આવેલી થાળી સાથે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો સ્ટોરી પણ મૂકી હતી. જે થાળીમાં ફાફડા અને જલેબી, સેવ ખમણી, દાડમ, કોથમીર ભભરાવેલા ખમણ, ઢોકળા અને હાંડવાના ટુકડા પણ મૂકવામાં આવ્યા હતા. એટલું જ નહીં વઘારેલા અને કોથમીરવાળા પાત્રા જોવા મળે છે, જ્યારે ઉપરની વાટકીઓમાં કઢી, ગાજરનું કચુંબર અને તળેલા મરચાં પણ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત થાળીની પાછળના ભાગમાં એક ગ્લાસમાં લીલું જ્યુસ પણ નજરે પડે છે. કોન્સર્ટને લઈ વાહન પાર્કિંગ માટેના પ્લોટ-ચાર્જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 16 કેટલા પાર્કિંગ પ્લોટ રાખવામાં આવ્યા છે જેમાં ટુ-વ્હીલર માટે ₹120 અને ફોર વ્હીલર માટે 500 રૂપિયા પાર્કિંગનો ચાર્જ રાખવામાં આવ્યો છે. પાર્કિંગ પ્લોટ જોવા માટે ક્લિક કરો સ્ટેડિયમ, પાર્કિંગ અને ગેટ પર બોમ્બ-ડોગ સ્કવોડ કોન્સર્ટને લઈને અવારનવાર બોમ્બની ધમકી મળી રહી હોવાથી સ્ટેડિયમ ખાતે 1300થી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત ધમકીને પગલે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધમકી આપનાર ઈમેલ અને સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરવામાં આવશે. સ્ટેડિયમમાં કોન્સર્ટ થાય ત્યાં સુધી સતત બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ પણ કરવામાં આવશે. સંગીતપ્રેમીઓમાં ભારે ક્રેઝ, એક ઝલક મેળવવા ચાહકો આતુર દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટને લઈને અમદાવાદ સહિત ગુજરાતના યુવાનોમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેમના આગમન સાથે જ શહેરમાં કોન્સર્ટનો માહોલ જામી ગયો છે. હોટલ ITC નર્મદા ખાતે રોકાયેલા દિલજીત દોસાંજની એક ઝલક મેળવવા માટે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ કોન્સર્ટ સ્થળે પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગીરમાં કાઠિયાવાડી ભોજન, સિંહ દર્શન કર્યાં હતા ત્રણ દિવસ પહેલા ગીરના મહેમાન બનેલા દિલજીત દોસાંઝે કાઠિયાવાડી ભોજનની મજા માણી હતી. કાઠિયાવાડી ટેસ્ટ માણતા માણતા ભોજનના વખાણ કરતા જોવા મળ્યો. ગીરની મુલાકાતે રહેલા દિલજીતે સાસણમાં સિંહ દર્શન પણ કર્યા હતા. સોશિયલ મીડિયામાં વાઈરલ એક વીડિયોમાં કાઠિયાવાળી થાળીની મોજ માણી રહેલા દિલજીતને જ્યારે વેઈટર તરફથી શરૂઆતમાં મીઠાઈ પીરસવામાં આવી તો, કહ્યું કે, ભોજન પહેલા જ મીઠાઈ આવી ગઈ? પહેલા જ મીઠું ખાઈ લેશું તો ભોજન કઈ રીતે લેશું.વાંચો સૂપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    સલમાન ‘માતૃભૂમિ’ના પ્રમોશન માટે પહોંચ્યો:કરીના-કરણએ ઇવેન્ટમાં પોઝ આપ્યો, શિલ્પાએ હાથમાં બાજ પકડ્યું; શ્રદ્ધા કપૂર એરપોર્ટ પર જોવા મળી
    Next Article
    નર્મદા રાજપૂત સેવા સમિતિના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા:કનકસિંહ માંત્રોજા પ્રમુખ અને પ્રવીણસિંહ વાઘેલા મંત્રી બન્યા; સમિતિ સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment