Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-ચીનના સૈનિકો વચ્ચે તડાફડી!:મોદી સરકાર શું છૂપાવે છે?, ITBP ચીફનો વીડિયો રાતોરાત ડિલીટ, જાણો અરૂણાચલ બોર્ડર વિવાદની ઇનડેપ્થ સ્ટોરી

    8 hours ago

    ચાર દિવસ પહેલાં ITBP ચીફનો એક વીડિયો વાયરલ થયો હતો. જો કે થોડી જ કલાકોમાં તેને હટાવી લેવામાં આવ્યો. જેમાં ITBP ચીફ ભારત-ચીનની સેના વચ્ચેના ઘર્ષણની વાત કરી રહ્યા હતા. સરકાર કહે છે કે ‘સરહદ પર સબ ચંગા સી’ તો સેના કેમ અલગ વાત કહે છે? અરુણાચલ પ્રદેશની ભારત-ચીન સરહદ પર ચાલી શું રહ્યું છે? શું ચીન આપણી જમીન પર કબજો કરી રહ્યું છે? રાતોરાત કેમ વીડિયો ડિલીટ કરી દેવાયો? ચાલો વિગતે વાત કરીએ… નમસ્કાર... ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં ભારતીય સેનાએ એકાએક બે ધડાકા કર્યા. પશ્ચિમ સરહદે ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ. પી. સિંહે ગુર્જના કરી કે, "ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનની અંદર 200 કિલોમીટર સુધી ઘૂસીને 1200 કિલોમીટરના વિશાળ પટ્ટામાં આંધી વર્તાવી હતી." ટૂંકમાં આનો આડકતરો મેસેજ એવો પણ ગણી શકાય કે પાકિસ્તાનનું લશ્કરી મથક રાવલપિંડી પણ ભારતની સીધી પહોંચમાં છે. ને આના જ ત્રણ દિવસ પહેલા ITBPના ચીફ શત્રુજીત કપૂરે મોટો ધડાકો કર્યો. તેમણે રાજસ્થાનના અલવરમાં એક એવો નિખાલસ ખુલાસો કર્યો જેણે દિલ્લીના સત્તાના ગલિયારાઓમાં હડકંપ મચાવી દીધો. તેમણે જાહેરમાં આડકતરી રીતે માન્યું કે, શક્ય છે કે ITBPના ચીફનો ઈશારો અરુણાચલ પ્રદેશના તાકસિંગ અને અસાફિલા વિસ્તારનો હોઈ શકે છે. જ્યાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આપણી ચીન સાથે સીધી ટક્કર થઈ અને હજુ પણ ટેન્શન ચાલુ જ છે. પણ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ વીડિયો ખૂબ જ વાયરલ થતાં રાતોરાત ડિલિટ કરી દેવામાં આવ્યો.. ડીજી સાહેબે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, "આપણા જવાનો હજુ પણ 50 વર્ષ જૂના હથિયારોથી લડી રહ્યા છે. ચીનની મોર્ડન આર્મી સામે જૂની ટેક્નોલોજી અને સિસ્ટમથી લડવું ભારત માટે અઘરું બની શકે છે." આ કડવું સત્ય સિસ્ટમના ગળે ઉતરી શક્યું નહીં અને ભારે પડ્યું. આ મામલે ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, જે વાતની આગમાં પેટ્રોલ છાંટવાનું કામ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સિનિયર નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું. તેમણે આ મામલે 24 ઓક્ટોબરે સવારે ટ્વીટ લખીને સીધી જ દિલ્લી હાઈકોર્ટમાં જવાની ધમકી આપી દીધી. તેમણે એવો ધારદાર સવાલ કર્યો કે, સેનાની વાતથી આપણે શું લેવાદેવા? તો જ્યારે વાત દેશની આવી જાય તો તેમાં રહેતા તમામ લોકો સાથે આ મામલો સીધી રીતે જોડાયેલો છે. ગુજરાતના વેપારીથી સામાન્ય માણસના ખિસ્સા સુધી આ વાત અસર કરે છે. એવામાં એક બાજુ સરહદે જવાનો જીવના જોખમે લડી રહ્યા છે અને બીજી બાજુ ભારતે ચીન સાથે 112.2 બિલિયન ડોલરની વેપાર ખાધ ભોગવવી પડી રહી છે. ચીન બોર્ડર પર ટેન્શન વધારીને ભારતીય શેરબજાર, સપ્લાય ચેઈન અને ઈલેક્ટ્રોનિક્સ માર્કેટને પોતાના કંટ્રોલમાં રાખવાની ઈકોનોમિકલ માઈન્ડ ગેમ રમી રહ્યું છે. હવે આ આખી વાતને આપણે ડેટા અને ભારતની ITBPના શૌર્ય કમાન્ડો સાથે જોડીને સમજીએ. અરુણાચલ પ્રદેશ પર દાવો ઠોકે છે ચીન આપણા અરુણાચલ પ્રદેશને ચીન ઝાંગનાન કહે છે. તે અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબ્બટ કહીને પોતાનો હક-દાવો જમાવવા માગે છે. ભારત અને ચીન વચ્ચે કૂલ 3 હજાર 488 કિલોમીટર લાંબી સરહદ છે. જેમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ નામની 1 હજાર 129 કિલોમીર લાંબી સરહદ પણ શામેલ છે. ભારત ચીનની આ સરહદ વિવાદનું સેન્ટર અપર સુબનસિરી જિલ્લાનું તાકસિંગ સર્કલ છે. જૂન 2026માં અહીંના લોકલ નાહ સમુદાયે સરકારને લેખિતમાં વોર્નિંગ આપી હતી કે ચીની સેના જેને PLA કહેવાય છે તે છેલ્લા 10-15 વર્ષથી ધીમે ધીમે આપણી એટલે કે ભારતની જમીન પર ઘૂસણખોરી કરી રહી છે. શું ચીને ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી? NWS સહિતના લોકલ દાવાઓ મુજબ ઓયિંગ, પનિયાર, મારપાન, પોત્રાંગ તળાવ અને તિન્ડિંગતાંગ જેવા વિસ્તારોમાં ચીને કાયમી રસ્તા, પુલ અને લશ્કરી કેમ્પ બનાવ્યા છે. આ વિસ્તારો અગાઉ ભારતીય નાગરિકો માટે ચરાણ અને શિકારના લોકેશન્સ હતા. જુલાઈ 2026ના અહેવાલોએ આગમાં ઘી હોમ્યું, જ્યારે ભારતના માજા બેઝ નજીક અસાફિલા જેને ઓયિંગ પણ કહેવાય છે તે વિસ્તારમાં ચીની સૈનિકોએ ઊંચાઈવાળી જગ્યા પર તંબુ તાણી દીધા હોવાના દાવા થયા. આ વિસ્તાર ભારતની LACની સમજણ મુજબ આપણા વિસ્તારની 6-7 કિલોમીટર અંદર છે. જો કે ભારતીય સેના આને કાયમી અતિક્રમણ ગણવાનો ઈનકાર કરે છે પણ ITBP ચીફનું ફેસઓફ ચાલુ હોવાનું નિવેદન ઘણું બધું કહી જાય છે. ગોળી ચલાવ્યા વગર ભારત-ચીનનું નકશા યુદ્ધ ચીન માત્ર જમીન જ નથી પચાવી રહ્યું તે નામકરણ ને કાર્ટોગ્રાફી યુદ્ધ પણ લડી રહ્યું છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે ચીને અરુણાચલ પ્રદેશના 112 જગ્યાઓના નવા ચીની નામો જાહેર કર્યા હતા. ભારતે વળતો પ્રહાર કરતાં ઓગસ્ટ 2026માં લોંગજુ સહિત 27 જગ્યાઓના ભારતીય નામ સત્તાવાર રીતે જાહેર કર્યા હતા. ચીનની આ દાદાગીરીનો ભોગ સામાન્ય નાગરિકો પણ બની રહ્યા છે. નવેમ્બર 2025માં એક અરુણાચલ પ્રદેશમાં જન્મેલી ભારતીય નાગરિકને ચીને તેના ભારતીય પાસપોર્ટને અમાન્ય ગણાવીને એરપોર્ટ પર 18 કલાક બેસાડી રાખી હતી. છેલ્લે સ્ટેપલ વિઝા મારીને છોડી મૂકવામાં આવી હતી. આવું ચીને એટલા માટે કર્યું કારણ કે ચીન અરુણાચલને પોતાનો ભાગ માને છે, જો તે વિઝા પર ઓફિશિયલ સ્ટેમ્પ મારે તો અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે તેવું ચીન માની લે તેવો મતલબ નીકળે. આ બધા વચ્ચે ભારતની તૈયારી શું છે? ITBPએ ચીનની સેનાનો સામનો કરવા માટે લેહની 14મી કોર્પ્સ સાથે મળીને શોર્ય કમાન્ડોની ટૂકડી તૈયાર કરી છે. આ કમાન્ડો 9 હજારથી 18 હજાર ફૂટની ઊંચાઈ પર, જ્યાં તાપમાન માઈનસ 45 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જાય છે, ત્યાં પેટ્રોલિંગ કરે છે. તેમને જુડો, કરાટે અને ક્રાવ માગા જેવી ફાઈટિંગ ટેક્નિક શીખવવામાં આવી છે જેથી ગોળી ચલાવ્યા વગર જ ચીની સૈનિકોને પાડી દે. વધુમાં ભારત ડ્રોન ટેક્નોલોજી પર પણ ભાર મૂકી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાંથી શીખીને, ITBP દ્વારા દરેક બોર્ડર બટાલિયનમાં એક ડ્રોન પ્લાટૂન ઊભી કરવામાં આવી રહી છે, જેમાં 1 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. ચીનની પરંપરાગત સૈન્ય શક્તિનો સામનો કરવા માટે ભારત પાસે ડ્રોન એક ઈક્વલાઈઝર બની શકે છે. પણ શું આખો મામલો બરફીલા પહાડ પૂરતો લિમિટેડ છે? તો જવાબ છે ના. ચીનની નજર ખાલી અરુણાચલ પ્રદેશ પર જ નથી, તેનો ટાર્ગેટ ભારતને આર્થિક રીતે તોડવાનો પણ હોય શકે છે. કેમ? ભારતથી કંઈ કેમ ખરીદતું નથી ચીન? તો તેનો જવાબ ભારત અને ચીન વચ્ચેને 112.2 બિલિયન ડોલરની વેપાર ખાધ આપે છે. આખી દુનિયા અને આપણે પણ મશીનરી અને ઈલેક્ટ્રોનિક્સ માટે ચીનના ભરોસે છે. બીજી બાજુ ચીન ઉપરવાસમાં યારલુંગ નદી પર 60 હજાર મેગાવોટને મેડોગ ડેમ બનાવી રહ્યું છે. આ એક પ્રકારનો વોટર બોમ્બ પણ ભારત માટે બની શકે છે. કારણ કે તેનાથી ભારત બાજુ આવતો પાણીનો પ્રવાહ રોકીને ચીન આપણા પર પ્રેશર લાવી શકે છે. આટલું જ નહીં ચીન પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીના મક્કા પેક્ટ ડિફેન્સ કરાર પાછળ પણ મોટો ખેલાડી છે. તેનો પ્લાન ભારતને એક સાથે પૂર્વ અને પશ્ચિમ એમ બંને મોરચે બિઝી રાખવાનો પણ હોય શકે છે. પણ આપણી તૈયારીઓ પણ કંઈ ઓછી નથી. ઘર મેં ઘૂસ કે મારેંગે! વાયુસેનાના ઓપરેશન સિંદૂરનો મેસેજ કંઈ પાકિસ્તાન માટે નહોતો. ભારતે પાકિસ્તાનમાં અંદર ઘૂસીને આતંકી ઠેકાણાઓ પર સચોટ એટેક કર્યા હતા, જે બેઈજિંગ માટે સીધી વોર્નિંગ હતી. આપણી પાસે અગ્નિ 5 અને બ્રહ્મોસ મિસાઈલ જેવી ડીપ સ્ટ્રાઈક કેપેસિટી છે, જે દુશ્મનના કોઈ પણ શહેરને ચપટી વગાડતા ખતમ કરી શકે છે. આ ડર ચીનને મોટો હુમલો કરતા રોકવા માટે જરૂરી છે. શૌર્ય કમાન્ડોની શૌર્યગાથા આકાશ સિવાય જમીન પર પણ ભારતે એસેમેટ્રિક વોરફેરનો આઈડિયા અપનાવ્યો. માઈનસ 45 ડિગ્રીના તાપમાનમાં સેનાના ખભેખભો મિલાવીને ઉભેલા ITBPના શોર્ય કમાન્ડો હવે 1 હજાર કરોડના બજેટવાળા ડ્રોન પ્લાટૂનથી સજ્જ થઈ રહ્યા છે. મોટા હથિયારો ન પહોંચી શકે ત્યાં ડ્રોન અને જમીનની નીચે બની રહેલા નવા અંડર ગ્રાઉન્ડ બંકરો ચીન સામે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સરહદ વિવાદ કેવી રીતે તમારાથી જોડાયેલો? અને આ આખી ગેમનું કનેક્શન ભારતના શેર બજાર અને સામાન્ય માણસના ખિસ્સા સાથે પણ જોડાયેલું છે. જો સરહદ પર ટેન્શનલ વધે તો ચીન તરફથી આવતો રો મટીરીયલ સપ્લાય અટકે. જેના લીધે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધે, શેરબજારમાં કડાકો બોલે અને મોંઘવારીનો માર આપણી માથે પડે. ચીન આવું જ કંઈક કરીને ભારતની આર્થિક નસ દબાવી શકે એમ છે. ચીન સરહદ વિવાદ પર સરકાર હકિકત જણાવે ટૂંકમાં સરકારે કે સેનાએ વીડિયો ડિલીટ કરવાની નીતિ પડતી મૂકીને સરહદની ગ્રાઉન્ડ રિયાલિટી મામલે દેશ સામે ટ્રાન્સપરન્સી લાવવી પડશે. આપણે ખાલી વિદેશી હથિયારો એસેમ્બલ કરવાને બદલે, સેમિકન્ડક્ટર અને ટેક્નોલોજીમાં સ્વદેશી સિસ્ટમ ડિઝાઈન કરનાર બનવું પડશે. જો ચીન સરહદ પર નવી ચાલ ચાલતું હોય, તો ભારતે પણ હવે ડ્રોન, ડિપ્લોમસી અને સ્ટ્રક્ચરલ મજબૂતીથી ચેકમેટ માટે તૈયાર રહેવું પડશે. રમત ગોળી સહિત હવે ટેક્નોલોજીની પણ છે. અને છેલ્લે... હાલ સોશિયલ મીડિયામાં લેફ્ટિનેન્ટ જનરલ ગિરીશ કાલિયાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે કહે છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં અસાફિલા, લોંગજૂ અને તક્સિંગ સર્કલ પર કબજો કરી લીધો છે. જો કે આ વીડિયો ડીપફેક કરેલો છે. તેઓ આવું કંઈ બોલ્યા નહોતા અને વીડિયો પણ 2023નો છે. સેનાની આવી સેન્સેટિવ માહિતીઓ શેર કરતા પહેલા સોવાર વિચારવું રહ્યું. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    CBFCની 500થી વધુ ફિલ્મોનો ડેટા લીક:સ્ક્રિપ્ટ, સેન્સર કટ અને ડિસ્ટ્રીબ્યુશન એગ્રીમેન્ટ ઓનલાઇન પબ્લિશ થયાનો દાવો, તપાસ શરૂ
    Next Article
    દુબઈ - ધી ન્યુ ડેસ્ટિનેશન ફોર ગ્લોબલ બિઝનેસ:GCCIના NRG સેન્ટર દ્વારા વિશેષ સત્ર યોજાયું, દુબઈમાં આંતરરાષ્ટ્રીય વેપાર, રોકાણ અને વ્યવસાયના વિસ્તરણની તકો અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment