Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ITBP ચીફે કહ્યું- ગલવાન જેવી અથડામણ રોકવા ડ્રોન ફોર્સ બને; થરૂરે કહ્યું- ભાજપ રાહુલને ગંભીરતાથી લે; અમિતાભને ધમકી

    7 hours ago

    નમસ્તે, ITBPના DG શત્રુજીત કપૂરે અરુણાચલ સરહદ પર ચીન સાથે અથડામણો થવાની વાત કહી. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ભાજપને રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવાની સલાહ આપી. એક્ટર અમિતાભ બચ્ચનના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ફ્રાન્સમાં મોંઘવારીને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો. 2. મોહન ભાગવત 24થી 26 ઓક્ટોબર દરમિયાન મધ્યપ્રદેશના જબલપુર પ્રવાસે રહેશે. 📰 કાલના મોટા સમાચારો 1. ITBP ચીફે કહ્યું- અરુણાચલમાં ચીન સાથે અથડામણો થઈ હતી:ગલવાન જેવી ઘટના ફરી ન બને તે માટે ડ્રોન ફોર્સ પર ફોકસ, નિવૃત્તિના 7 દિવસ પહેલાં નિવેદન ITBPના DG શત્રુજીત કપૂરે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અરુણાચલ પ્રદેશમાં ચીન અને ભારતના સૈનિકો આમને-સામને આવી ગયા હતા. અનેક સ્થળોએ અથડામણની સ્થિતિ પણ ઊભી થઈ હતી. આ સ્થિતિ હજુ પણ ચાલુ છે. શત્રુજીત ગુરુવારે રાજસ્થાનના અલવરના સેન્ટ્રલ ટ્રેનિંગ કોલેજમાં હિમવીર સન્માન સમારોહમાં સામેલ થયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 2. 'રાહુલ યંગસ્ટર્સમાં ફેવરિટ, ભાજપ ગંભીરતાથી લે':શશિ થરૂરે વિપક્ષ નેતાનો બચાવ કર્યો; એક દિવસ પહેલા PM મોદીએ ફેલ પ્રોડક્ટ કહ્યા હતા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શુક્રવારે ભાજપને સલાહ આપી. તેમણે કહ્યું કે ભાજપે રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવા જોઈએ, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં રાહુલે યુવા મતદારોમાં લોકપ્રિયતા મેળવી છે. થરૂર NDTV વર્લ્ડ સમિટમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે મને લાગે છે કે ભાજપે રાહુલ પર ધ્યાન આપ્યું છે, તેથી તે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. Big Bનો બંગલો ઉડાવી દેવાની ધમકી:દિલજીત દોસાંજને મારી નાખવાનો મુંબઈ મેયરને મળ્યો મેઇલ, 21મીએ અમદાવાદમાં છે કોન્સર્ટ; 5 દિવસ પહેલાં ટાઈગર પર ફાયરિંગ થોડા દિવસો પહેલાં બૉલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં જીવલેણ હુમલો થયો હતો. તેની કાર પર તાબડતોડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ટાઇગર પર થયેલા હુમલાથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ છે. પોલીસ આ મામલાની તપાસમાં લાગેલી છે. આ દરમિયાન હવે બૉલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન અને જાણીતા પંજાબી સિંગર તથા અભિનેતા દિલજીત દોસાંજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બચ્ચન અને દોસાંજને મળેલી ધમકી સાથે જોડાયેલો ઇમેઇલ મુંબઈના મેયર રિતુ તાવડેને મળ્યો છે, જેના પછી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. JIO 1 કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પહેલો IPO:20 ગણાથી વધુ બોલીઓ મળી, 20%થી વધુનું વળતર મળી શકે છે જિયો પ્લેટફોર્મ્સ 1 કરોડ અરજીઓ પાર કરનાર દુનિયાનો પ્રથમ IPO બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ ભારતની જ વારી એનર્જીઝ લિમિટેડના નામે હતો, જેના IPOને લગભગ 97 લાખ અરજીઓ મળી હતી. આ દેશનો સૌથી મોટો IPO પણ છે. 21 ઑક્ટોબરે ખુલેલા આ IPOમાં સબ્સ્ક્રિપ્શન માટે આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં તે 20 ગણો ભરાઈ ચૂક્યો છે. સંસ્થાકીય રોકાણકારોનો કોટા 55 ગણો અને રિટેલ પોર્શન 2.69 ગણો સબ્સ્ક્રાઇબ થઈ ચૂક્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. બિહારની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ:એક જ પરિવારના 3 લોકોનાં મોત, બિલ્ડિંગની બહાર મૃતદેહો વેરવિખેર મળ્યા; ગીચ વસ્તી વચ્ચે હતી ફેક્ટરી બિહારના સિવાનમાં ફટાકડા બનાવતી વખતે થયેલા વિસ્ફોટમાં એક જ પરિવારના 3 લોકોનાં મોત થયા છે. તેમાં ફટાકડા ફેક્ટરીના માલિક અમીરુદ્દીન અને તેમની 2 પૌત્રીઓ સામેલ છે. ડીએમ વિજય પ્રકાશ મીણાએ તેની પુષ્ટિ કરી છે. જામો પોલીસ સ્ટેશન વિસ્તારના આલમપુર ગામની એક ઇમારતમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વિસ્ફોટ થવા લાગ્યા. આ વિસ્ફોટમાં આખું મકાન ઉડી ગયું. લોકોનાં મૃતદેહો રસ્તા પર વેરવિખેર થઈ ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો 6. 14 IASની બદલી અને 3ને વધારાના હવાલા સોંપાયા:વાઇબ્રન્ટ સમિટમાં રોકાણ લાવવું જરૂરી છતાં iNDEXT-B ઇન્ચાર્જથી ચલાવાશે, ગૌરાંગ મકવાણાને વધારાનો ચાર્જ સોંપ્યો, જુઓ સંપૂર્ણ લિસ્ટ રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 17 IASની બદલી અને વધારાના હવાલા સોંપવાનો આદેશ થયો છે. જેમાં 14ની બદલી અને 3 અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં અલોક કુમાર પાંડેથી લઈને ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અનેક જિલ્લાઓમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર થયો છે. સાથે જ માહિતી વિભાગ, ગ્રામ વિકાસ, રમતગમત અને ઔદ્યોગિક વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. DGVCLએ 8 કલાકનો વીજકાપ રદ કર્યો:સાંજના 4થી રાત્રે 12 વાગ્યા સુધી પાવરકાપ નહીં થાય, ઔદ્યોગિક ફીડરો રાબેતા મુજબ ચાલુ રહેશે રાજ્યમાં 18 વર્ષમાં પહેલીવાર ગંભીર વીજ સંકટ ઉભું થયું છે. જેની મોટી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર પડી રહી હતી. ત્યારે અગાઉ જાહેર કરવામાં આવેલા સ્ટેગર ડે મુજબ વીજ કાપની વ્યવસ્થા આજથી DGVCL દ્વારા રદ કરવામાં આવે છે. ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો આજથી સતત ચાલુ રહેશે. હાયર ઓથોરિટીની સૂચના મુજબ કોઈ પણ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ દિલ્હી- બંગલા સાહિબ ગુરુદ્વારા પાસે SIR વિરુદ્ધ પ્રદર્શન:જ્ઞાનેશ કુમાર ગદ્દી છોડોના નારા લાગ્યા, પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલઃ અમેરિકામાં પહેલીવાર પંજાબીના નામે કાયદો:'રોમાંચ લૉ' પસાર, ઘોડાગાડી પર પ્રતિબંધ લાગ્યો; પઠાણકોટના 18 વર્ષના યુવકના મૃત્યુ બાદ નિર્ણય (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલ: ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ખુરશી જોખમમાં!:ઓમ બિરલાએ કહ્યું- વિપક્ષ નવો પ્રસ્તાવ લાવશે તો તપાસ થશે; આ પહેલાં વિપક્ષની 2 નોટિસ ફગાવાઈ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલ: ભારતે કહ્યું- પાકિસ્તાન લઘુમતીઓ અંગે અમને ઉપદેશ ન આપે:PAKનો આરોપ- નકલી અથડામણોમાં કાશ્મીરીઓ મરી રહ્યા છે, તેમને સન્માનપૂર્વક દફનાવવાનો અધિકાર પણ નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસ: ચાંદી 10 મહિના બાદ ₹2 લાખથી નીચે આવી:4 દિવસમાં ચાંદી ₹15,891 સસ્તી થઈ, સોનું પણ ₹4,978 ઘટ્યું; જાણો આજના ભાવ (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સ: પેરા એશિયન ગેમ્સમાં ભારતનું બેસ્ટ પ્રદર્શન:30 ગોલ્ડ સહિત 114 મેડલ મેળવ્યા; 2023માં 108 જીત્યા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મ: રાજાને એક સેવકનું જીવન સારું લાગી રહ્યું હતું:10 બાબતોનું ધ્યાન રાખશો, તો કામ સાથે જોડાયેલી બિનજરૂરી ચિંતા અને થાકથી બચી શકશો (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ મોબાઈલ ટાવર પર થયા નિકાહ યુપીના બહરાઇચમાં એક અનોખા લગ્ન યોજાયા. એક છોકરી લગ્નની જીદમાં મોબાઈલ ટાવર પર ચડી ગઈ. તેણે નીચે ઉતરવાનો ઇનકાર કરી દીધો. આખરે કાજીને બોલાવવા પડ્યા, અને મુંબઈમાં બેઠેલા બોયફ્રેન્ડ સાથે ફોન પર નિકાહ કરાવવામાં આવ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. દેશભરની લાઈટ થશે ગુલ?:400 અબજ ટન કોલસાનો ઝટકો, “3 જ દિવસનો છે સ્ટોક” AC-પંખા પર સંકટની ઈનસાઈડ સ્ટોરી 2. ગુજરાતી ટાઇગર શ્રોફ છે મહાદેવનો પરમ ભક્ત:એક સમયે પરિવાર ચાલીની ઓરડીમાં રહેતો, મમ્મીની એક ભૂલ ભારે પડી, દાદા જ્યોતિષ ને નાના ફાઇટર પાઇલટ હતા 3. ‘ઘર તોડી નાખો, પાછો નહીં આવું!’:લૉરેન્સની ગેંગનો ખૂંખાર ગોલ્ડી, જેની અમેરિકાને તલાશ; પંજાબમાં ઘર ખાલી, પરિવાર ગાયબ 4. આજનું એક્સપ્લેનર:સૌરવ-આશુતોષ જેલમાંથી છૂટ્યા, હવે ક્રાઈમ બ્રાન્ચનું તેડું; CJP નેતાઓ કાનૂની ગૂંચવણોમાં કેવી રીતે ફસાયા, શું મોટા વિરોધ-પ્રદર્શન નહીં કરી શકે? 5. કુલપતિના માથે પંખો પડ્યો, પછી શું થયું?:કોંગ્રેસના પ્રભારીએ શ્રીકૃષ્ણનું નામ લઈ ભાંગરો વાટ્યો; સ્કૂલમાં એન્ટ્રી મુદ્દે સરકારનો અઘરો આદેશ વિવાદમાં આવી ગયો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:મેષ જાતકોને અજાણ્યા લોકોથી લાભ મળશે, મિથુન અને તુલા રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    CBI Arrests Two ED Officials In Rs 5 Lakh Bribery Case
    Next Article
    Kim Jong Un Calls For "Military Revolution" As He Urges Stronger Army Units

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment