Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર પોલીસની ઓળખ આપી IT કંપનીના 3 માલિકનું અપહરણ:સચિવાલયમાં ભાડે દોડતી ઈનોવામાં ઉઠાવી ગયા, ₹50 લાખ માંગી 4 લાખ પડાવ્યા; પત્રકાર સહિત 3ને પોલીસે દબોચ્યા

    11 hours ago

    સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગાંધીનગર પોલીસ અને સાયબર ક્રાઈમના નામે વેપારીઓ-ઉદ્યોગકારોને ડરાવી તોડબાજી કરતી એક શાતિર ટોળકી સક્રિય થઈ હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. સરથાણા મહાવીર ચોક સ્થિત ઓફિસમાં ઘૂસી વેબ ડેવલપમેન્ટનું કામ કરતા યુવક અને તેના ભાગીદારો(IT કંપનીના માલિક)નું સરકારી બોર્ડવાળી ઈનોવા કારમાં અપહરણ કરી, આજીવન જેલમાં ધકેલી દેવાની ધમકી આપી ₹4 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે સરથાણા પોલીસે ગાંધીનગરના પત્રકાર સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 2 ફરાર સાગરીતોની શોધખોળ તેજ કરી છે. ઓફિસમાં ઘૂસી શૂટિંગ શરૂ કર્યું, મોબાઈલ આંચકી લીધા મૂળ અમરેલીના પીઠવાજાળ ગામના વતની અને હાલ લસકાણા પાસોદરા રોડ ખાતે રહેતા 22 વર્ષીય મિહિત પ્રકાશભાઈ દેસાઈ મહાવીર ચોક સ્થિત 'ધ ગેલેરીયા-2' બિલ્ડિંગમાં ભાગીદારીમાં ઓનલાઇન વેબ-ડેવલપમેન્ટનું કામકાજ કરે છે. 24 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યે મિહિતભાઈ પોતાના સ્ટાફ સાથે ઓફિસે હાજર હતા, ત્યારે ત્રણ અજાણ્યા શખસો અચાનક ઓફિસમાં ધસી આવ્યા હતા. તે પૈકીના એક શખ્સે મોબાઈલમાં વીડિયો શૂટિંગ શરૂ કરી દીધું હતું અને ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓના ફોન બળજબરીથી ઝૂંટવી લઈ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. 'તમે ગેરકાયદે ધંધો કરો છો, ગાંધીનગર લઈ જવા પડશે' કહી ધાક જમાવી ટોળકીના સાગરીતોએ પોતે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમમાંથી આવ્યા હોવાનો રોફ જમાવી GST તથા ઓફિસના દસ્તાવેજો માંગ્યા હતા. પેઢી પાસે જીએસટી નંબર ન હોવાનું અને માત્ર ભાડા કરાર હોવાનું જણાવતાં જ આરોપીઓએ ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "તમે ગેરકાયદે ધંધો કરો છો, એટલે તમને જીએસટી મામલે ગાંધીનગર લઈ જવા પડશે." ત્યારબાદ ઓફિસમાંથી એક લેપટોપ જપ્ત કરી મિહિતભાઈ અને તેમના ભાગીદાર પ્રણવને બળજબરીપૂર્વક નીચે ઊભેલી સફેદ કલરની ઈનોવા કારમાં બેસાડી દીધા હતા. 'GOV. OF GUJRAT'ના બોર્ડવાળી કારમાં ફેરવી 50 લાખની ખંડણી માંગી ત્યારબાદ રસ્તા પર ધાકધમકી આપી વધુ નાણાં પડાવવા માટે આરોપીઓ ફરી ગાડી ઓફિસે લાવ્યા હતા અને ત્યાં પહોંચેલા અન્ય એક ભાગીદાર મિલનભાઈ ધનજીભાઈ સોડવડીયાને પણ કારમાં બેસાડી લીધો હતો. આમ, ગાંધીનગર પોલીસની ખોટી ઓળખ આપનાર ટોળકીએ આ ત્રણેય ભાગીદાર યુવકોનું વારાફરતી અપહરણ કરી કારમાં ગોંધી રાખી ખંડણીની ઉઘરાણી કરી હતી. જે સફેદ ઈનોવા કાર (GJ-02-ER-7887)માં તેમને બેસાડવામાં આવ્યા તેના ડેશબોર્ડ પર લાલ રંગનું "GOV. OF GUJRAT" લખેલું બોર્ડ મારેલું હતું. કારમાં ચાર શખસ સવાર હતા અને બે શખસ ઓફિસ પર હાજર રહ્યા હતા. આરોપીઓ બંને ભાગીદારોને શ્યામધામ મંદિર નજીક લઈ ગયા હતા અને "અમે ગાંધીનગર પોલીસમાંથી છીએ, 50 લાખ રૂપિયા આપવા પડશે નહીંતર મોટો કેસ બનાવી આજીવન જેલમાં ધકેલી દઈશું" તેવી ધમકી આપી ખંડણી માંગી હતી. અંતે ₹4 લાખમાં પતાવટ કરી, રકમ મળતાં જ રાજ હોટલ પાસે ઉતારી ફરાર યુવકોએ આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતાં આરોપીઓ ફરી ગાડી ઓફિસે લાવ્યા હતા અને ત્રીજા ભાગીદાર મિલનને પણ કારમાં બેસાડી દીધો હતો. ત્રણેય યુવકોને કારમાં ફેરવીને આરોપીઓએ ₹10 લાખની માંગણી કરી હતી, જેમાં આખરે ₹8 લાખ આપવાનું નક્કી થયું હતું. મિલને પોતાના મોટા ભાઈ અમિતને ફોન કરી નાણાંની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આરોપીઓએ ઓફિસે રોકેલા પોતાના બે સાગરીતોને કામરેજ બોલાવી અમિત પાસેથી રોકડા ₹4,00,000 પડાવી લીધા હતા. નાણાં વસૂલ થઈ જતાં આરોપીઓ ત્રણેય યુવકોને રાજ હોટલ પાસે રસ્તા પર ઉતારીને કાર સાથે નાસી છૂટ્યા હતા. પોલીસે 3 આરોપી દબોચ્યા, પત્રકાર પણ સામેલ ઘટના બાદ ભોગ બનનાર મિહિતભાઈએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને પોલીસે ગણતરીના કલાકોમાં ગાંધીનગરના 3 આરોપીઓને દબોચી લીધા હતા. જેમાં પ્રતીક હિરાણી: વ્યવસાયે પત્રકાર (રહે. સેક્ટર-૨, ગાંધીનગર), યશ બારિયા: નકલી પી.આઈ. બન્યો હતો (રહે. પેથાપુર, ગાંધીનગર) અને સાહિલકુમાર પરમાર: વાળંદની દુકાન ચલાવે છે (રહે. સેક્ટર-૩, ગાંધીનગર) નો સમાવેશ થાય છે. સચિવાલયમાં ભાડે દોડતી ઈનોવા લાવી ખંડણીનું ષડયંત્ર રચ્યું હતું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ગુનામાં વપરાયેલી ઈનોવા કાર સચિવાલય ખાતે સરકારી કામકાજ માટે ભાડે દોડતી હતી. કારનો ચાલક ₹30,000 ભાડું મેળવીને તેને સુરત લાવ્યો હતો. ટોળકીમાં યશ નામનો શખસ PI બન્યો હતો જ્યારે અન્ય શખસો સાયબર ક્રાઈમના અધિકારી તરીકે રોફ જમાવતા હતા. આ ગુનામાં રાજકોટના રવિ પટેલ નામના અન્ય એક પત્રકાર સહિત કુલ બે શખસ હજુ વોન્ટેડ છે, જેમને ઝડપી લેવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    'ઓઇલ ફ્રી ભજીયા ખવડાવ્યા, સસ્તું ગોતવું યોગ્ય નથી':સુરત મનપાનો ભજીયા પાર્ટી કાંડ, સભાસદોએ 1 લાખના 131 કિલો ભજીયા ઝાપટિયા; કોંગ્રેસે કહ્યું- 'પ્રજાના ટેક્સની લૂંટ'
    Next Article
    सऊदी के सामने खड़े हूथी, क्या मदद करेंगे ट्रम्प?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment