Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામાયણ'ની શૂર્પણખાના ઘરે ITના દરોડા:રકુલ પ્રીત અને સસરા વાશુ ભગનાની સાથે સંબંધિત 12 સ્થળો પર તપાસ, ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગની આશંકા

    7 hours ago

    આવકવેરા વિભાગે મુંબઈમાં બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, તેના સસરા અને ફિલ્મ પ્રોડ્યુસર વાશુ ભગનાની તથા પેનોરમા સ્ટુડિયો સાથે જોડાયેલા 12 સ્થળો પર દરોડા પાડ્યા છે. TV9ના અહેવાલ મુજબ, ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને ફંડમાં ગેરરીતિની ફરિયાદ બાદ સોમવારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિભાગની ટીમોએ એકસાથે તમામ સ્થળોએ તપાસ અભિયાન ચલાવ્યું. તપાસ અધિકારીઓને શંકા છે કે, ફિલ્મ પ્રોજેક્ટ્સ, વિદેશી ડિસ્ટ્રિબ્યુશન અને શૂટિંગના નામે મોટી રકમ વિદેશ મોકલવામાં આવી રહી હતી. વિભાગ હાલમાં નાણાકીય દસ્તાવેજોની તપાસ કરી રહ્યો છે. આવકવેરા ટીમ વિદેશી લેવડદેવડના દસ્તાવેજોની તપાસ કરી રહી છે આવકવેરા વિભાગની અનેક ટીમો મુંબઈમાં એકસાથે દસ્તાવેજો, નાણાકીય રેકોર્ડ્સ અને વિદેશી વ્યવહારોની વિગતોની તપાસ કરી રહી છે. વિભાગને છેલ્લા કેટલાક સમયથી માહિતી મળી રહી હતી કે, ફિલ્મોના શૂટિંગ અને વિદેશી વિતરણના બહાને મોટી રકમ વિદેશ મોકલવામાં આવી રહી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં તપાસ ચાલુ છે અને આવકવેરા સંબંધિત ગેરરીતિઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરી શકે છે. તાજેતરમાં વિવાદમાં રહ્યા વાશુ ભગનાની વાશુ ભગનાની પૂજા ફિલ્મ્સ નામની પ્રોડક્શન કંપની ચલાવે છે અને તેઓ પેનોરમા સ્ટુડિયોઝ સાથે પણ જોડાયેલા રહ્યા છે, જેના બેનર હેઠળ 'દૃશ્યમ' ફ્રેન્ચાઇઝી જેવી સુપરહિટ ફિલ્મો બની છે. વાશુ ભગનાનીએ 'કુલી નંબર 1' (1995), 'બડે મિયાં છોટે મિયાં' (1998), 'રહેના હૈ તેરે દિલ મેં' અને 'મિશન રાનીગંજ' જેવી ઘણી ચર્ચિત ફિલ્મોનું નિર્માણ કર્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ વિવાદોમાં રહ્યા છે. ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' (2024)ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે તેમનો નાણાકીય લેવડદેવડને લઈને વિવાદ થયો હતો. આ ઉપરાંત ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'ના ગીતો અને દૃશ્યોના અધિકારોને લઈને પણ તેમનો ટીપ્સ ફિલ્મ્સ સાથે કૉપિરાઇટ વિવાદ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો... ડ્રગ્સ કેસમાં રકુલના ભાઈનું નામ સામે આવ્યું હતું રકુલ પ્રીત સિંહનો પરિવાર અગાઉ પણ કાનૂની વિવાદોમાં રહ્યો છે. ડિસેમ્બર 2025માં મુંબઈ પોલીસે ડ્રગ્સ કેસમાં રકુલના ભાઈ અમન પ્રીત સિંહની શોધ શરૂ કરી હતી. ડ્રગ લૉ એનફોર્સમેન્ટ (EAGLE) ફોર્સ અને વેસ્ટ ઝોન પોલીસે બે ડ્રગ તસ્કરોની ધરપકડ કરીને તેમની પાસેથી 43 ગ્રામ કોકેઇન અને 11.5 ગ્રામ MDMA જપ્ત કર્યું હતું. તપાસ દરમિયાન આરોપ લાગ્યો હતો કે અમન પ્રીત સિંહે તે તસ્કરો પાસેથી પાંચ વખત નશીલા પદાર્થો ખરીદ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Supreme Court on UPI MDR Charges: SC ने RBI और NPCI को भेजा नोटिस, UPI शुल्क पर लगेगा रोक?
    Next Article
    મોરબીમાં આવાસ યોજનાના લાભાર્થીઓને માર્ગદર્શન અપાયું:પોતાની માલિકીની જમીન પર મકાન બનાવવા ઇચ્છતા પરિવારોને યોજનાની માહિતી અપાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment