Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ IPS મનોજ નિનામા ભાજપમાં જોડાયા:શામળાજી ખાતે મંત્રી પી.સી બરંડાની હાજરીમાં કેસરિયો કર્યો; બે દિવસ પહેલાં IG પદેથી આપ્યું હતું રાજીનામું

    10 hours ago

    ગુજરાત પોલીસ દળના બાહોશ અધિકારી અને તાજેતરમાં જ IGP પદેથી રાજીનામું આપનાર મનોજ નિનામાએ આજે સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરી છે. શામળાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં તેઓએ કેસરિયો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. બે દિવસ પહેલાં જ આપ્યું હતું રાજીનામું મનોજ નિનામા આગામી 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ તે પહેલા જ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) સ્વીકારી લીધી હતી. રાજ્ય સરકારે તેમનું રાજીનામું મંજૂર કરતા જ તેઓ રાજકારણમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી, જેનો આજે અંત આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં તેમનું ભાજપમાં જોડાવું આદિવાસી પટ્ટાના રાજકારણમાં મહત્વનું માનવામાં આવે છે. આસારામ કેસ અને હરણીકાંડમાં ભજવી છે મુખ્ય ભૂમિકા મનોજ નિનામાની છબી એક પ્રામાણિક અને મક્કમ અધિકારી તરીકેની રહી છે. સરકારને જ્યારે પણ જટિલ તપાસની જરૂર પડી, ત્યારે નિનામા પર ભરોસો મૂકવામાં આવ્યો છે. આશ્રમ શાળાથી IPS સુધીની સંઘર્ષમય સફર અરવલ્લીના અંતરિયાળ જાબ ચિતરિયા ગામના વતની મનોજ નિનામાએ અત્યંત વિપરીત પરિસ્થિતિમાં અભ્યાસ કર્યો છે. રાજકારણમાં કેમ જોડાયા? ભાજપમાં જોડાયા બાદ નિનામાએ જણાવ્યું હતું કે, હવે તેઓ સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવા માંગે છે. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં કામ કરવા માટે તેમને રાજકીય પ્લેટફોર્મની જરૂર જણાતા તેઓએ આ નિર્ણય લીધો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ભાજપ તેમને કઈ મહત્વની જવાબદારી સોંપે છે અથવા ચૂંટણીમાં ટિકિટ આપી મેદાનમાં ઉતારે છે. -- આ પણ વાંચો 'આસારામને જોધપુરથી અમદાવાદ લાવનાર જ હું' મનોજ નિનામા કોણ છે? તેમણે શું અભ્યાસ કર્યો? પરિવારમાં કોણ છે? પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન કયો કેસ યાદગાર રહ્યો? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેઓ પોતાના વતનમાં હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીમાં ટિકિટ મેળવવા ભગવાનના શરણે નેતાઓ:કેટલાકે યજ્ઞ-હવન કરાવ્યા તો કેટલાકે ધર્મગુરુઓ મારફતે લોબિંગ કરાવ્યું, ગ્રહદશા સુધારવા માટે મંત્ર જાપના સહારે
    Next Article
    Iran's 10-Point Truce Plan Had 3 Versions, 1 Written By 'ChatGPT': JD Vance

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment