Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિયોના IPOનો આજે છેલ્લો દિવસ:અત્યાર સુધીમાં 6 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો, 20%થી વધુ વળતર મળી શકે છે

    3 days ago

    દેશના સૌથી મોટા આઈપીઓ 'જિયો પ્લેટફોર્મ્સ'ને સબ્સ્ક્રાઇબ કરવાનો આજે 23 ઑક્ટોબરે છેલ્લો દિવસ છે. સવારે 10 વાગ્યા સુધીમાં આ આઈપીઓ 6 ગણાથી વધુ ભરાઈ ચૂક્યો છે. કંપનીના 19.75 કરોડ શેરોની સરખામણીએ 119 કરોડ શેરો માટેની બિડ મળી ચૂકી છે. સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 13 ગણો અને રિટેલ પોર્શન 1.76 ગણો સબ્સ્ક્રાઇબ થઈ ચૂક્યો છે. એન્કર પોર્શન પહેલાં જ ₹8,110 કરોડ એકત્ર કર્યા જિયો આ આઈપીઓ દ્વારા કુલ ₹30,213 કરોડ એકત્ર કરી રહી છે. જોકે, ઇશ્યૂ ખુલતાં પહેલાં જ કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સને શેર જારી કરીને ₹8,110 કરોડનું ભંડોળ એકત્ર કરી લીધું હતું. એન્કર ક્વોટા બાદ પ્રાઇમરી માર્કેટમાં સામાન્ય જનતા અને સંસ્થાકીય ખરીદદારો માટે આશરે ₹22,103 કરોડનો નેટ ઇશ્યૂ જ રાખવામાં આવ્યો છે, જેના પર સતત બિડ મળી રહી છે. પહેલા દિવસે ઇશ્યૂ 3 ગણાથી વધુ ભરાયો હતો IPO પહેલા જ દિવસે એટલે કે 21 ઑક્ટોબરે 3.02 ગણો ભરાઈ ગયો હતો. 19.75 કરોડ શેરોની સામે 59.68 કરોડ શેરોની માગ આવી હતી. બીજા દિવસની શરૂઆતમાં સંસ્થાકીય રોકાણકારોની ભારે બિડિંગને કારણે આ આંકડો 3.50 ગણાથી પણ વધુ થઈ ગયો. IPOમાં ઓછામાં ઓછા ₹13,428નું રોકાણ કરવું પડશે Jioના એક શેરની કિંમત એટલે કે પ્રાઇસ બેન્ડ ₹1,065થી ₹1,119 છે. સામાન્ય રોકાણકારને શેર ખરીદવા માટે ઓછામાં ઓછા ₹13,428નું રોકાણ કરવું પડશે, જ્યારે મહત્તમ 14 લોટ એટલે કે 168 શેર માટે અરજી કરી શકે છે. આ માટે ₹1.87 લાખ રૂપિયા લાગશે. ₹1,377 પર શેરનું લિસ્ટિંગ થઈ શકે છે લિસ્ટિંગ પહેલાં કંપનીનો શેર ગ્રે માર્કેટમાં 23% એટલે કે પ્રતિ શેર ₹258ના પ્રીમિયમ પર પહોંચી ગયો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે GMP પ્રમાણે જોવામાં આવે તો અપર પ્રાઇસ બેન્ડ ₹1,119ના આધારે તેનું લિસ્ટિંગ (1119+258=₹1377) ₹1,377 પર થઈ શકે છે. એકત્ર કરાયેલી રકમથી કંપની દેવું ચૂકવશે આ IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપનીની મુખ્ય સબ્સિડિયરી, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL)ના દેવાની ચુકવણી માટે કરવામાં આવશે. આ ઉપરાંત જનરલ કોર્પોરેટ કામો માટે પણ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે. ઇશ્યૂ બાદ પ્રમોટર અને પ્રમોટર ગ્રુપની હિસ્સેદારી 66.43%થી ઘટીને 64.48% રહી જશે, જ્યારે જાહેર શેરહોલ્ડિંગ 33.57%થી વધીને 35.52% થઈ જશે. એન્કર બુક એટલે કંપનીનો 'એડવાન્સ ટેસ્ટ' કોઈપણ IPOમાં મોટા રોકાણકારો જેવા કે મ્યુચ્યુઅલ ફંડ્સ, વિદેશી રોકાણકારો અને વીમા કંપનીઓ માટે અનામત એક વિશેષ કોટા હોય છે. IPO સામાન્ય જનતા માટે ખુલવાના બરાબર એક દિવસ પહેલાં આ મોટા રોકાણકારોને એન્કર બુક હેઠળ શેર ફાળવવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ કંપનીના IPO માટે એક પ્રકારની 'અગાઉની કસોટી' હોય છે. જ્યારે મોટા અને અનુભવી રોકાણકારો કોઈ કંપનીની એન્કર બુકમાં મોટી રકમનું રોકાણ કરે છે, ત્યારે તેનાથી કંપનીની વિશ્વસનીયતા મજબૂત થાય છે અને રિટેલ રોકાણકારોનો પણ IPO પર વિશ્વાસ વધે છે.
    Click here to Read More
    Previous Article
    Insta360 Mic Wireless Microphone Launched With Customisable E-Ink Display: Price, Features
    Next Article
    અમેરિકાની મેડિકલ લેબ પર સાયબર હુમલો, દર્દીઓનો ડેટા લીક થયો:આ વર્ષે વિશ્વભરમાં હેલ્થકેર સેક્ટર પર 716 હુમલા, એકલા અમેરિકામાં 410

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment