Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે પંજાબ vs લખનઉ:PBKS સીઝનમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી, LSG સામે હેડ ટુ હેડ રેકોર્ડ બરાબર

    5 days ago

    IPL-2026માં આજે પણ બે મેચ રમાશે. દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી ન્યૂ ચંદીગઢમાં રમાશે. મેચનો ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે. બંને ટીમની આ સીઝનની છઠ્ઠી મેચ હશે. પંજાબે 5માંથી 4 મેચ જીતી છે, જ્યારે એક મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વરસાદના કારણે રદ થઈ હતી. બીજી તરફ લખનઉને 5માંથી 2 મેચમાં જીત મળી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. દિવસની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થશે. આ મુકાબલો કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે. બંનેએ 3-3 મેચ જીતી PBKS અને LSG વચ્ચે અત્યાર સુધી 6 મેચ રમાયા છે, જેમાં પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ 3-3 મેચ જીતીને એકબીજાને જોરદાર ટક્કર આપી છે. ગઈ સીઝનમાં બંને ટીમ વચ્ચે 2 મેચ રમાઈ હતી અને બંને પંજાબે જીતી હતી. તો વળી, બંને ટીમ આ મેદાન પર પ્રથમ વખત આમને-સામને ટકરાશે. પ્રભસિમરને પંજાબ માટે સૌથી વધુ રન બનાવ્યા પંજાબ કિંગ્સની સૌથી મોટી તાકાત શ્રેયસ અય્યરની હાજરી છે જે શાનદાર કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ઉપરાંત આ સીઝનમાં ટીમ માટે પ્રભસિમરન સિંહ બેટિંગમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે 5 મેચમાં 211 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે. તો બોલિંગમાં અર્શદીપ સિંહે 5 મેચમાં 5 વિકેટ ઝડપી છે. પ્રિન્સે 5 મેચમાં 9 વિકેટ લીધી આ સીઝનમાં LSG માટે મુકુલ ચૌધરીએ બેટિંગમાં શાનદાર યોગદાન આપ્યું છે. તેણે 5 મેચમાં 127 રન બનાવ્યા છે, જેમાં 1 અડધી સદી સામેલ છે. જ્યારે બોલિંગમાં પ્રિન્સ યાદવ ટીમ માટે મહત્વનો સાબિત થયો છે, જેણે 5 મેચમાં 9 વિકેટ પોતાના નામે કરી છે. પંજાબે બંને મેચ ચેઝ કરતા જીતી મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે સંતુલિત માનવામાં આવે છે, જ્યાં શરૂઆતમાં ફાસ્ટ બોલરોને સારો ઉછાળ અને મૂવમેન્ટ મળે છે, પરંતુ જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ બેટિંગ સરળ બની જાય છે. આ મેદાન પર અત્યાર સુધી 13 IPL મેચ રમાઈ છે. પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 6 અને ચેઝ કરનારી ટીમે પણ 7 મેચ જીત્યા છે. અહીં હાઇએસ્ટ ટીમ સ્કોર 228/5 છે, જે ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સ સામે બનાવ્યો હતો. આ સીઝનમાં અહીં બે મેચ રમાઈ છે અને બંને પંજાબે ચેઝ કરતા જીતી છે. વરસાદની સંભાવના બિલકુલ નથી ન્યૂ ચંદીગઢમાં 19 એપ્રિલે હવામાન ઘણું ગરમ રહેવાની શક્યતા છે. થોડા વાદળો પણ રહેશે. તાપમાન 23 થી 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. વરસાદની શક્યતા બિલકુલ નથી. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-12 પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ. ઇમ્પેક્ટ પ્લેયર: યુઝવેન્દ્ર ચહલ. લખનઉ સુપર જાયન્ટ્સ (RR): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી. ઇમ્પેક્ટ પ્લેયર: આયુષ બદોની.
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:એકલતાની ખામોશીમાં ઊઠતા પડઘા
    Next Article
    IPLમાં ડબલ હેડરમાં પહેલી મેચ આજે KKR vs RR:5 મેચ હારી ચૂકેલી KKRને પ્રથમ જીતની શોધ, RRનો કમબેકનો પ્રયાસ; વૈભવ સૂર્યવંશી પર રહેશે નજર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment