Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે SRH vs RR:રાજસ્થાને ચારેય મેચ જીતી, ટેબલ ટૉપ પર; હૈદરાબાદ 3 મેચ હાર્યું

    8 hours ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનની 21મી મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો સામનો રાજસ્થાન રોયલ્સ (RR) સામે થશે. આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે. હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે આ સીઝનની આ પહેલી મેચ હશે. બંને ટીમ માટે આ સીઝનની આ પાંચમી મેચ રહેશે. SRH આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. ટીમ 4 મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ, RR 4માંથી માત્ર 1 મેચ જીતી શક્યું છે અને 3 મેચ હારી ગયું છે. હેડ ટુ હેડમાં SRH આગળ બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 21 IPL મેચ રમાઈ છે, જેમાં હૈદરાબાદ 12 અને રાજસ્થાન 9 મેચ જીત્યું છે. હૈદરાબાદમાં બંને વચ્ચે 6 મેચ રમાઈ છે, જેમાંથી 5 હૈદરાબાદ અને માત્ર 1 રાજસ્થાન જીત્યું છે. રાજસ્થાનને હૈદરાબાદ સામે છેલ્લી જીત 2023 સીઝનમાં મળી હતી, ત્યારબાદ રમાયેલી ચારેય મેચ હૈદરાબાદે જીતી છે. ક્લાસેને SRH માટે સૌથી વધુ રન બનાવ્યા બેટિંગમાં હેનરિક ક્લાસેને 4 મેચમાં 2 ફિફ્ટી સાથે 184 રન બનાવ્યા છે. તે સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં બીજા નંબરે છે. બોલિંગમાં હર્ષ દુબેએ 4 મેચમાં 5 વિકેટ લીધી છે. રાજસ્થાનના ખેલાડીઓ પાસે ઓરેન્જ-પર્પલ કેપ વૈભવ સૂર્યવંશીએ 4 મેચમાં 266.66 ના સ્ટ્રાઈક રેટથી 200 રન બનાવ્યા છે અને તેની પાસે ઓરેન્જ કેપ છે. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈએ 4 મેચમાં 9 વિકેટ ઝડપી છે અને તેની પાસે પર્પલ કેપ છે. પીચ રિપોર્ટ અને હવામાન હૈદરાબાદની પીચ બેટિંગ ફ્રેન્ડલી છે, જ્યાં હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે. હવામાન ગરમ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન/કીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેટ વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, (ઇમ્પેક્ટ પ્લેયર: ઈશાન મલિંગા). રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જાયસ્વાલ, ધ્રુવ જુરેલ (કીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ. (ઇમ્પેક્ટ પ્લેયર: વૈભવ સૂર્યવંશી).
    Click here to Read More
    Previous Article
    Taking the fight to Rahul bastion, BJP to unveil Ambedkar statue in Raebareli today
    Next Article
    પ્રજાનો અવાજ:તરસાલી-ઘાઘરેટિયામાં બિસ્માર રસ્તા, ગંદા પાણી, સર્કલની સમસ્યાના ઉકેલની ‘તરસ’

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment