Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે બીજી મેચ SRH vs CSK:ચેન્નઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, બન્ને ટીમે પ્લેઇંગ-11માં એક-એક ફેરફાર કર્યો

    21 hours ago

    IPL-2026માં દિવસની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં એક-એક બદલાવ કર્યો છે. CSKએ ઈજાગ્રસ્ત ખલીલ અહેમદની જગ્યાએ મુકેશ ચૌધરીને તક આપી છે. જ્યારે SRHએ હર્ષ દુબેના સ્થાને દિલશાન મદુશંકાને સામેલ કર્યો છે. CSK અત્યારે પોઇન્ટ્સ ટેબલમાં આઠમા સ્થાને છે અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં તેણે પાંચ મેચમાં બે જીત મેળવી છે. આવી સ્થિતિમાં, હૈદરાબાદ સામેની મેચ જીતીને ગાયકવાડની ટીમ જીતની હેટ્રિક પૂરી કરવા ઇચ્છશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિંગે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ.
    Click here to Read More
    Previous Article
    Why aged basmati rice may be better for digestion and blood sugar
    Next Article
    હોર્મુઝમાં ભારતીય જહાજ પર ફાયરિંગ:ભારતે ઈરાની રાજદૂતને તેડું મોકલ્યું; ઈરાને બપોરે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment