Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૈદરાબાદે IPL ઇતિહાસનો ચોથો મોટો ટાર્ગેટ ચેઝ કર્યો:મુંબઈ આ સીઝનની છઠ્ઠી મેચ હાર્યું, SRHએ 6 વિકેટે હરાવ્યું, હેડ-ક્લાસેનની ફિફ્ટી; રિકલ્ટનની સદી એળે ગઈ

    1 day ago

    મુંબઈ ઈન્ડિયન્સને IPLની વર્તમાન સીઝનમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદે તેને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ SRHએ IPL ઇતિહાસનો ચોથો મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ પર 243 રન બનાવ્યા હતા. હૈદરાબાદે 244 રનનો ટાર્ગેટ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડે 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે અભિષેક શર્મા સાથે 52 બોલમાં 129 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ રન ચેઝને ઘણો સરળ બનાવી દીધો હતો. ક્લાસેને અણનમ 65 રન બનાવ્યા અંતમાં હેનરિક ક્લાસેને ફિફ્ટી ફટકારીને ટીમને જીત અપાવી હતી. તેણે 30 બોલમાં 7 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી અણનમ 65 રન બનાવ્યા હતા. તો સલિલ અરોરાએ 10 બોલમાં નોટઆઉટ 30 રન ફટકાર્યા. મુંબઈ તરફથી અલ્લાહ ગઝનફરે અભિષેક શર્મા (45 રન) અને ઈશાન કિશનને (0) સતત બે બોલ પર આઉટ કર્યા હતા, પરંતુ તે હેટ્રિક પૂરી કરી શક્યો નહોતો. રાયન રિકલ્ટને સદી ફટકારી, પણ ટીમ હારી ગઈ મુંબઈ તરફથી ઓપનર રાયન રિકલ્ટને 55 બોલમાં અણનમ 123 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 8 સિક્સરનો સમાવેશ થાય છે. રિકેલ્ટન સિવાય વિલ જેક્સે 46 રન અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 31 રનનું યોગદાન આપ્યું હતું. સનરાઈઝર્સ તરફથી પ્રફુલ્લ હિંગેએ 2 વિકેટ ઝડપી હતી. ઈશાન મલિંગા, સાકિબ હુસૈન અને નીતિશ કુમાર રેડ્ડીને એક-એક વિકેટ મળી હતી. જ્યારે કેપ્ટન પેટ કમિન્સને કોઈ વિકેટ મળી નહોતી. IPL-2026નું પોઇન્ટ્સ ટેબલ બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ્લ હિંગે અને ઈશાન મલિંગા.
    Click here to Read More
    Previous Article
    Gujarat HC urges student who challenged suspension over ‘indiscipline’ to reach consensus with IIT-Gandhinagar, also tells institute to ‘show sympathy’ towards student
    Next Article
    'અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ આભાર':'તમે અમને અમારી ઓકાત બતાવી દીધી', ડુંગરપુર જિલ્લા પંચાયત બેઠકથી ભાજપની હાર થતા પૂર્વ ચેરમેન દિનેશ મૈતરેનું દર્દ છલકાયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment