Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસાનો વરસાદ... IPL બન્યો ₹2,000,000 કરોડનો બિઝનેસ:ગત વર્ષ કરતા 11.4% વેલ્યૂ વધી; ટીમમાં RCBની બ્રાન્ડ વેલ્યૂ 3 હજાર કરોડની આસપાસ

    2 days ago

    પહેલીવાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બિઝનેસ વેલ્યૂ 20.6 અબજ ડોલર એટલે કે લગભગ 2 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ માહિતી અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ બેંક હુલીહાન લોકીએ બુધવારે જાહેર કરેલા 2026 IPL બ્રાન્ડ વેલ્યૂએશન સ્ટડીમાં સામે આવી છે. સ્ટડી મુજબ, પાછલી બે સીઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બ્રાન્ડ વેલ્યૂના મામલે IPLની સૌથી કિંમતી ટીમ છે. RCBની બ્રાન્ડ વેલ્યૂ 312 મિલિયન ડોલર એટલે કે લગભગ 3 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. બિઝનેસ વેલ્યૂ શું હોય છે, તે બ્રાન્ડ વેલ્યૂથી કેવી રીતે અલગ છે? બિઝનેસ વેલ્યૂ કોઈ કંપની, લીગ કે સંગઠનની કુલ આર્થિક કિંમત હોય છે. તેમાં બ્રાન્ડ વેલ્યૂ ઉપરાંત બ્રોડકાસ્ટ રાઇટ્સ, પ્રોપર્ટી, કોન્ટ્રાક્ટ, રેવન્યુ, પ્રોફિટ, ભવિષ્યની કમાણીની ક્ષમતા અને અન્ય તમામ બિઝનેસ એસેટ્સ સામેલ હોય છે. બીજી તરફ, બ્રાન્ડ વેલ્યૂ ફક્ત નામ અને ઓળખની કિંમત હોય છે. રિપોર્ટમાં IPLની બ્રાન્ડ વેલ્યૂ 4.3 બિલિયન ડોલર જણાવવામાં આવી છે. સતત બીજા વર્ષે ડબલ ડિજિટ વૃદ્ધિ સ્ટડી મુજબ આ વર્ષે IPLની બિઝનેસ વેલ્યૂ 11.4% વધી છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે IPLએ 10 કે તેથી વધુ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે- 2008માં શરૂ થયેલી આ લીગ હવે 10 ટીમ સાથે દુનિયાની સૌથી મોટી T-20 ટુર્નામેન્ટ બની ચૂકી છે. લીગે બ્રોડકાસ્ટ રેવન્યુ, સ્પોન્સરશિપ, મર્ચન્ડાઇઝિંગ અને ફ્રેન્ચાઇઝી ઇન્વેસ્ટમેન્ટથી પોતાનો એક મજબૂત કોમર્શિયલ મોડલ તૈયાર કર્યો છે. RCB પછી મુંબઈ, કોલકાતા અને ચેન્નઈનો નંબર IPLમાં બેંગલુરુ પછી મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ છે. રિપોર્ટમાં મુંબઈની બ્રાન્ડ વેલ્યૂ 264 મિલિયન ડોલર જણાવવામાં આવી છે. મુંબઈએ ગયા વર્ષની સરખામણીમાં 9.1%ની વૃદ્ધિ નોંધાવી છે. ત્રીજા સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ છે, જેની બ્રાન્ડ વેલ્યૂ 7.9% વધીને 245 મિલિયન ડોલર થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ 244 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે ચોથા સ્થાને છે, જેમાં વર્ષ-દર-વર્ષ 3.8 ટકાનો વધારો નોંધાયો છે. શા માટે IPL અને તેની ટીમોની વેલ્યૂ સતત વધી રહી છે આ જ વર્ષે RCBની ટીમ 1.78 અને રાજસ્થાનની ટીમ 1.65માં વેચાઈ. એટલે કે બંને ફ્રેન્ચાઇઝી 3.43 અબજ ડોલરમાં વેચાઈ, જે 2021માં લખનઉ અને ગુજરાત ફ્રેન્ચાઇઝીની સંયુક્ત વેચાણ કિંમત કરતાં બમણાથી પણ વધુ છે. રિપોર્ટ અનુસાર, રોકાણકારો કોઈ ક્રિકેટ ટીમમાં નહીં, પરંતુ એવા બિઝનેસમાં પૈસા લગાવી રહ્યા છે, જેની કમાણી મીડિયા રાઇટ્સ, સ્પોન્સરશિપ અને ડિજિટલ પ્લેટફોર્મ્સથી સતત વધી શકે છે. આઈપીએલમાં માત્ર 10 ફ્રેન્ચાઈઝી છે, તેથી મર્યાદિત ઉપલબ્ધતા પણ તેમની કિંમત વધારી રહી છે. આ જ કારણ છે કે આઈપીએલ ફ્રેન્ચાઈઝી 20 ગણાથી વધુ રેવન્યુ મલ્ટીપલ પર વેચાઈ રહી છે, જ્યારે અમેરિકાની મોટી સ્પોર્ટ્સ લીગમાં આ આંકડો તેનાથી ઘણો ઓછો છે. રિપોર્ટનો નિષ્કર્ષ છે કે આઈપીએલ હવે એક રમતગમતનો કાર્યક્રમ નથી, પરંતુ વૈશ્વિક રોકાણકારો માટે એક અલગ એસેટ ક્લાસ બની ગયો છે. ------------------------ ક્રિકેટના આ સમાચાર પણ વાંચો… વૈભવ સૂર્યવંશીએ 230 સ્થાનની છલાંગ લગાવી મચાવ્યો ખળભળાટ: દુનિયાના ટૉપ-50 T20 બેટર્સમાં પહેલીવાર સામેલ; શુભમન ગિલ ફરી નંબર-1 ODI બેટર બન્યો ICCની તાજેતરની T20 રેન્કિંગમાં ભારતના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ 230 સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. વૈભવ 536 રેટિંગ પોઇન્ટ્સ સાથે વિશ્વનો 48મો નંબરનો બેટર બની ગયો છે. તે પહેલીવાર ટૉપ-50માં આવ્યો છે. બીજી તરફ, વન-ડેમાં ભારતના કેપ્ટન શુભમન ગિલ વર્લ્ડ નંબર-1 બેટર બની ગયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    World Tiger Day: Discover India’s most underrated tiger reserves
    Next Article
    રોકાણકારોને એક જ દિવસમાં 4 લાખ 18 હજાર કરોડની કમાણી:સેન્સેક્સમાં 889 તો નિફ્ટીમાં 265 અંકનો ઉછાળો; IT-મેટલ શેર્સમાં વધુ ખરીદી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment