Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી IPLની શરૂઆત:બેંગલુરુમાં પહેલી મેચ RCB vs SRH, હૈદરાબાદે ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે 13 મેચ જીતી

    9 hours ago

    IPLની 19મી સીઝનનો પ્રારંભ આજથી થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. મેચ બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 7:00 વાગ્યે થશે. બેંગલુરુએ ગત સીઝનમાં પંજાબ કિંગ્સને હરાવીને પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ, હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શક્યું ન હતું અને ટીમ છઠ્ઠા ક્રમે રહી હતી. SRHએ RCB સામે 52% મેચ જીતી RCB અને SRH વચ્ચે અત્યાર સુધી 25 મેચ રમાય છે. જેમાંથી 13 મેચ હૈદરાબાદે જીતી છે, જ્યારે 11 મેચમાં બેંગલુરુને જીત મળી છે. એક મેચ ટાઈ રહી હતી, જે SRHએ સુપર ઓવરમાં પોતાના નામે કર્યો હતો. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમ 8 વખત સામસામે આવી છે, જેમાં 5 વખત RCB અને 3 વખત SRHને જીત મળી છે. RCB ત્રણેય ડિપાર્ટમેન્ટમાં સંતુલિત બેંગલુરુની ટીમ બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડર ત્રણેય ડિપાર્ટમેન્ટમાં સંતુલિત છે. બેટિંગમાં વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ જેવા શાનદાર ઓપનર છે. તો દેવદત્ત પડિકલ માટે ડોમેસ્ટિક સીઝન કમાલની રહી છે. પડિકલ અથવા વેંકટેશ અય્યર આ વખતે નંબર ત્રણ પર રમતા જોવા મળી શકે છે. મિડલ ઓર્ડરમાં ટિમ ડેવિડ અને જીતેશ શર્માએ પણ IPL 2025માં પોતાની આક્રમક બેટિંગથી ખાસ પ્રભાવિત કર્યા હતા. તો રોમારિયો શેફર્ડ અને કૃણાલ પંડ્યા પાસેથી આ સીઝનમાં પણ ટીમ ધમાકેદાર પ્રદર્શનની આશા રાખશે. વેંકટેશ અય્યરના આવવાથી ટીમનું બેટિંગ ઓર્ડર હવે વધુ સંતુલિત દેખાઈ રહ્યું છે. જોશ હેઝલવુડની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ અને જેકોબ ડફી મહત્વના બોલર હશે. SRHનો ટૉપ ઓર્ડર મજબૂત હૈદરાબાદ ફરી એકવાર પોતાના ટૉપ ઓર્ડર પર નિર્ભર રહેશે. અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને ઈશાન કિશન પાસેથી હૈદરાબાદ સારા પ્રદર્શનની આશા રાખશે. પેટ કમિન્સની ગેરહાજરીમાં ઈશાન શરૂઆતની મેચમાં કેપ્ટનશીપ કરતો જોવા મળશે. હેનરિક ક્લાસેન ગત સીઝનમાં ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો હતો. ફિનિશર તરીકે અનિકેત વર્માએ IPL 2025માં પ્રભાવિત કર્યા હતા. નીતિશ રેડ્ડી અને લિયામ લિવિંગસ્ટન પાસેથી પણ હૈદરાબાદની ટીમને ઘણી આશાઓ હશે. ટીમનું બોલિંગ યુનિટ નબળું જણાય છે. કમિન્સની ગેરહાજરીમાં ઈશાન મલિંગા, હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટ ફાસ્ટ બોલિંગ એટેકની કમાન સંભાળશે. ટીમ અપડેટ: કમિન્સ શરૂઆતની મેચ નહીં રમે પીચ રિપોર્ટ: હાઈ-સ્કોરિંગ મેચ થઈ શકે છે ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટર્સને માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીંની સરફેસ ફ્લેટ હોય છે અને બોલ સરળતાથી બેટ પર આવે છે, જેનાથી મોટા શોટ રમવા સરળ બને છે. નાની બાઉન્ડરી અને ઝડપી આઉટફિલ્ડના કારણે આ મેદાન પર અવારનવાર હાઈ-સ્કોરિંગ મુકાબલા જોવા મળે છે. જોકે, મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલરોને હળવી મદદ મળી શકે છે. સ્પિનરોને અહીં વધુ ટર્ન મળતો નથી, તેથી તેમણે વેરિએશન પર નિર્ભર રહેવું પડે છે. રાતની મેચમાં ઝાકળ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સ્ટેડિયમમાં કુલ 100 IPL મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 43 અને પ્રથમ બોલિંગ કરનાર ટીમે 53 મેચ જીતી છે. 4 મેચનું પરિણામ આવ્યું નથી. ગ્રાઉન્ડનો હાઈએસ્ટ ટીમ સ્કોર 287/3 છે, જે સનરાઈઝર્સ હૈદરાબાદે ગત વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે જ બનાવ્યો હતો. બેંગલુરુમાં 3% વરસાદની શક્યતા શનિવારે યોજાનારી મેચમાં વરસાદની સંભાવના છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની 3% શક્યતા છે. બેંગલુરુનું તાપમાન 20 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. તો પવનની ગતિ લગભગ 7 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. બન્ને ટીમની પોસિબલ પ્લઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન) વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, વેંકટેશ અય્યર, કૃણાલ પંડ્યા, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા, ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ, જેકોબ ડફી. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ઈશાન કિશન (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, લિયામ લિવિંગસ્ટન, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, હર્ષ દુબે, ઝીશાન અંસારી અને જયદેવ ઉનડકટ. મેચ ક્યાં જોઈ શકાય છે? IPL મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. બીજી તરફ, જીઓ હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, મેચના સ્કોર અને તમામ અપડેટ્સ દિવ્ય ભાસ્કર એપ પર પણ જોઈ શકાય છે.
    Click here to Read More
    Previous Article
    राजपाल यादव से अक्षय कुमार को नहीं कोई हमदर्दी! जेल से निकलने के 40 दिन बाद दे डाली नसीहत, बोले- अगली बार से प्लीज...
    Next Article
    How sex test using saliva or cheek swab will determine a woman’s eligibility to compete in elite sports

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment