Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધ વચ્ચે ટ્રમ્પે મોદીને ફોન કર્યો; IPL પહેલાં RCB અને RRની જંગી ડીલ, ગુજરાતના પેટ્રોલપંપો પર સ્થિતિ સામાન્ય

    9 hours ago

    નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર યુદ્ધ વચ્ચે પહેલીવાર વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતને લઈને રહ્યા. બીજા મોટા સમાચાર રાજ્યસભામાં PM મોદીના નિવેદનના રહ્યા. તેમણે કહ્યું કે જો યુદ્ધ ચાલુ રહેશે તો ગંભીર પરિણામો આવશે. બીજી તરફ, IPLની સૌથી મોંઘી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) બની ગઈ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયામાં વધતા સંકટ પર ચર્ચા કરવા માટે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 2. રાહુલ ગાંધી કેરળ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. તેઓ કોઝીકોડમાં જનસભા કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. યુદ્ધ વચ્ચે ટ્રમ્પે મોદીને ફોન કર્યો:હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે બંને સહમત; રિપોર્ટ- અમેરિકા સાથે વાતચીત કરવા ઈરાન તૈયાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી હતી. તેમના કહેવા મુજબ, બંને નેતાઓએ મિડલ ઈસ્ટની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. બીજી બાજુ, અહેવાલો સૂચવે છે કે ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેની અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે. ખામેની ઈરાનની શરતો પર શક્ય તેટલી વહેલી તકે યુદ્ધનો અંત લાવવા સંમત થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. લોકસભા પછી રાજ્યસભામાં પણ મોદીની ચેતવણી:આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે એમ છે, દેશ તૈયાર રહે; શાંત મનથી આપણે દરેક પડકારો ઝીલવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર 21 મિનિટ સુધી વાત કરી. તેમણે કહ્યું કે જો અમેરિકા-ઇઝરાયલનું ઈરાન સાથે યુદ્ધ ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો આવશે. આવનારો સમય દેશની સૌથી મોટી કસોટી લેવાનો છે. આમાં રાજ્યોનો સહયોગ જરૂરી છે. ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે. તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં આપણા જહાજો અને ભારતીય ક્રૂ ફસાયેલા છે. આ ચિંતાજનક છે. આપણા વેપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે. ગેસ-તેલ, ખાતરો જેવી આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પડી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્રેનની-ટિકિટ 8 કલાક પહેલાં રદ કરાવશો તો જ રિફંડ મળશે:1 એપ્રિલથી કેન્સલેશનના નિયમમાં ફેરફાર, બોર્ડિંગ સ્ટેશન ચેન્જ કરવાનો નિયમ પણ બદલાશે ભારતીય રેલવેએ ટિકિટ રદ કરવાના નિયમો બદલી નાખ્યા છે. હવે જો કોઈ મુસાફર ટ્રેનના સમયથી 8 કલાકથી ઓછા સમય પહેલા ટિકિટ રદ કરે છે, તો તેને કોઈ પૈસા પાછા મળશે નહીં. એટલે કે, જો તમારી ટ્રેન સાંજે 6 વાગ્યે છે, તો તમારે સવારે 10 વાગ્યા પહેલા ટિકિટ રદ કરવી પડશે, તો જ રિફંડ મળશે. પહેલા આ સમય 4 કલાકનો હતો અને ત્યારે 50% રિફંડ મળતું હતું. હવે સમય વધારીને 8 કલાક કરવામાં આવ્યો છે, પરંતુ 24 થી 8 કલાકની વચ્ચે રદ કરવા પર હજુ પણ 50% પૈસા જ પાછા મળશે. આ ઉપરાંત, હવે મુસાફરો ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન પણ બદલી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ધર્મ બદલતાં જ અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ!:માત્ર હિન્દુ-બૌદ્ધ-શીખ જ SC કેટેગરીમાં ગણાશે, મુસ્લિમ કે ખ્રિસ્તી બનો તો આ દરજ્જો ખતમ; સુપ્રીમનો મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે ફક્ત હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા લોકો જ અનુસૂચિત જાતિનો દરજ્જો મેળવી શકે છે. જો કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી કે અન્ય કોઈ ધર્મમાં પરિવર્તન કરે છે, તો તે અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવી દેશે. ટૂંકમાં ધર્મ બદલતાં જ SC (શિડ્યુલ કાસ્ટ)નો દરજ્જો ખતમ થઈ ગયો ગણાશે. જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે ચુકાદો આપતા કહ્યું કે ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દલિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ મળતા કોઈપણ લાભનો દાવો કરી શકતો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. IPL પહેલાં રાજસ્થાન રોયલ્સ અને RCBની જંગી ડીલ:RRને અમેરિકી બિઝનેસમેને 15,000 કરોડમાં ખરીદી; આદિત્ય બિરલા ગ્રુપે 16,600 કરોડમાં RCB ખરીદી રાજસ્થાન રોયલ્સ 1.63 બિલિયન ડોલર એટલે કે લગભગ 15,289 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે રાજસ્થાન IPLની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે. ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન કાલ સોમાણી અને તેમના કન્સોર્ટિયમે ફ્રેન્ચાઇઝી માટે આ સૌથી મોટી બોલી લગાવી છે, જેને મંજૂર કરી લેવામાં આવી છે. રાજસ્થાને લખનઉ સુપર જાયન્ટ્સનો રેકોર્ડ તોડ્યો. લખનઉને સંજીવ ગોયનકાના RPSG ગ્રુપે 2021માં 7,090 કરોડની મોટી બોલી લગાવીને ખરીદી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર 6. સરકારના આશ્વાસન બાદ પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય:ગઇકાલે અફવા આફત બનતા લોકો જે હાથમાં આવ્યું એ લઇ દોડ્યા; કુકર, બરણી, કેન, ડોલ, કેરબા, ડોલચામાં પેટ્રોલ ભેગું કર્યું ગઇકાલે(23 માર્ચ) રાજ્યમાં એક અફવા ઉડી કે પેટ્રોલ પંપ બંધ થઈ જશે, બસ પછી શું?. ગાંડરિયા પ્રવાહની જેમ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોના થપ્પેથપ્પા થવા લાગ્યા. કુકર,બરણી, દૂધનું કેન, ડોલ, બેરલ, કેરબા, ડોલચુ લોકોના હાથમાં જે આવ્યું એ લઈ દોડ્યા અને સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ પર પેનિકની સ્થિતિ સર્જાઈ. સ્થિતિ તો એવી સર્જાઈ કે નોટબંધી અને કોરોનાની યાદો તાજી થઈ ગઈ. અફરાતફરી સર્જાતા રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ અને લોકોને આશ્વાસન આપ્યું કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે પણ સરકારના આશ્વાસન બાદ પણ લોકોએ ગાંડપણ ચાલું રાખ્યું અને પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લગાવી.વાંચો સંપૂર્ણ સમાચાર 7. પ્રદીપ ગુરુ નકલી નોટ છાપવાના મશીન માટે ચીન ગયાનો ઘટસ્ફોટ:નફામાં 50% ભાગ લેતો, એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતો; અમદાવાદમાં કૌભાંડીની પૂછપરછમાં ખુલાસો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડીમાંથી નકલી નોટો સાથે યોગ ગુરુ પ્રદીપ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ મેળવીને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આરોપીન પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પ્રદીપ ગુરુ ગત મહિને નકલી નોટ છાપવાનું મશીન લેવા માટે ચીન ગયો હતો. પ્રદીપે નકલી નોટો છાપીને થનાર નફામાં 50 ટકા ભાગ રાખ્યો હતો. એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દેશમાં પહેલી વખત ઈચ્છામૃત્યુ મેળવનાર હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ:13 વર્ષથી કોમામાં હતા, સુપ્રીમ કોર્ટે 13 દિવસ પહેલા આપી હતી મંજૂરી (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : પરમાણુ હથિયારો રાખવાનો નિર્ણય સાચો હતો:કિમ જોંગે કહ્યું- ઈરાન પરના હુમલાએ અમને સાચા સાબિત કર્યા, તાકાતથી જ સુરક્ષા મળે છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : જેસલમેરમાં AI ટેકનિકથી પક્ષીનાં બચ્ચાંનો જન્મ:'આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન'થી આ વર્ષે 4 નવા બચ્ચાં મળ્યાં; દુર્લભ એવા ગોડાવણ પક્ષીની સંખ્યા 72 થઈ (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : કોલંબિયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 66નાં મોત: 114 કોલંબિયન સૈનિકો અને 11 ક્રૂ મેમ્બર સવાર હતા; ટેકઓફ પછી 1.5KM દૂર પડ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : રાંધણ ગેસનો વિકલ્પ બનશે ઇથેનોલ:સરકાર ખાસ ઇથેનોલ-ચૂલા બનાવી રહી છે; LPGની અછત દૂર કરવા માટે નિર્ણય (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : ચિન્નાસ્વામી સ્ટેડિયમની 11 બેઠકો હંમેશા ખાલી રાખવામાં આવશે:સ્મારક પટ્ટિકા પણ લાગશે; RCB-કર્ણાટક ક્રિકેટ બોર્ડે ભાગદોડના મૃતકોને આપી અનોખી શ્રદ્ધાંજલિ (વાંચો સંપૂર્ણ સમાચાર) 7. બિઝનેસ : ઝોમેટો બાદ આજથી સ્વિગી પરથી જમવાનું મંગાવવું મોંઘું થયું:7 મહિનામાં બીજી વાર પ્લેટફોર્મ ફી વધારી, 17% વધારો થતાં કરોડો યુઝર્સના ખિસ્સા પર અસર પડશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ શોખના કારણે અંધ થયેલી છોકરી અમેરિકાની જ્વેલ શૂપિંગ બાળપણથી જ અંધ બનવા માંગતી હતી. તેમને બોડી ઇન્ટિગ્રીટી આઇડેન્ટિટી ડિસઓર્ડર (BIID) નામની એક માનસિક બીમારી હતી. આ જ કારણોસર તેણે 21 વર્ષની ઉંમરે પોતાની આંખોમાં કેમિકલ નાખી દીધું અને હંમેશા માટે અંધ થઈ ગઈ. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ડોલરના ખાત્માનું ઈરાની ઓપરેશન:ચીને યુદ્ધમાં મદદ કરી? અંદાજા ખોટા પડતાં ટ્રમ્પ ભોંઠા પડ્યા, હિલેરીની શેખી અને બંધ બારણે સૌથી મોટી ડીલ! 2. ભાસ્કર સિરીઝ : નરેન્દ્ર મોદીએ છેતરપિંડીથી ઉપવાસ તોડાવી નાખ્યા?: આસારામને બચાવવા સરકારે પંચનો રિપોર્ટ દબાવી રાખ્યો? જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો એપિસોડ 3. આજનું એક્સપ્લેનર:શું પાકિસ્તાન રોકશે ઈરાન યુદ્ધ; ખામેનીની હત્યા પર શોક, સાઉદી અરબ પર હુમલાની નિંદા, આખરે કેવી રીતે બન્યું મોટું મધ્યસ્થી? 4. જેલમાં આઝમ, પૂછ્યા વગર રામપુરમાં લીડરશિપ બદલાઈ:શું 2027ની ચૂંટણી પહેલા સપા ભૂલી ગઈ, લોકો બોલ્યા- ખરાબ સમયમાં દગો આપ્યો 5. એક ગોદડી, બે લાશ અને લોહીના નિશાન:પ્રેમી-પ્રેમિકાની બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી, ખિસ્સામાંથી મળેલી એક ચિઠ્ઠીથી કેસમાં વળાંક આવ્યો 6. હમ લોગ: 100 કિલોનો પથ્થર ઉઠાવ્યો, છોકરી બોલી- તારી સાથે લગ્ન કરીશ:સ્ત્રીઓ 5 પતિ પણ રાખી શકે છે, 1800 અનોખા ‘ટોડા’ લોકોની કહાની 7. એક મેસેજ આવ્યો ને રાતે રણમાં ઓપરેશન શરૂ થયું:7 કલાકનો જીવ સટોસટનો જંગ, બચાવવા ગયેલી પોલીસની ગાડી પણ ફસાઇ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:મેષ-વૃષભ રાશિના જાતકોને રોકાણથી મળશે મોટો લાભ, કુંભ-મીન રાશિના લોકોના અટકેલા નાણાં પરત મળશે વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Aaj Ka Rashifal (Today's Horoscope) 25 March 2026: सिंह राशि को मिलेगी गुड न्यूज तो मीन को होगा कारोबार में लाभ, पढ़ें अपना भी राशिफल
    Next Article
    CM Adityanath launches ‘Nivesh Mitra 3.0’ portal for easy, intervention-free investment process in Uttar Pradesh

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment