Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં IPL સટ્ટાકાંડ:RCB-DC મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો, અન્ય એક ફરાર

    4 days ago

    પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક ફરાર છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી. બાતમી મુજબ, કનકાઈ માતાના મંદિર પાસે, જાદવ પાન વાળી ગલીમાં એક શખ્સ મોબાઈલ ફોન દ્વારા RCB અને દિલ્હી કેપિટલ (DC) વચ્ચેની લાઈવ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. આ બાતમીના આધારે SOG ટીમે દરોડો પાડી અનિલ હિરાલાલ મઢવી (ઉં.વ. ૪૪, રહે. કનકાઈ માતાના મંદિર પાસે, જાદવ પાન વાળી ગલી, પોરબંદર) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો 'રીયલમી' કંપનીનો ૧૨ પ્રો+ મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન આ સટ્ટાકાંડમાં જેઠાભાઈ મોઢવાડિયા નામના અન્ય એક શખ્સનું નામ ખુલ્યું છે, જે હાલ ફરાર છે. પોલીસે તેને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અનિલ મઢવી વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન. જાડેજા તથા તેમની ટીમ જેમાં એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, રવિભાઈ ચૌ, દિપકભાઈ ડાકી, તથા પો.હેડ.કોન્સ. મોહિત ગોરાણીયા, ભરતસિંહ ગોહિલ, હરદાસભાઈ ગરચર, અર્જનભાઈ ઓડેદરા, ભીમાભાઈ ઓડેદરા, દિલીપભાઈ મોઢવાડિયા અને ચંદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    માળીયા-હળવદ હાઇવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો:6,672 બોટલ સાથે 40.16 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ
    Next Article
    "Strongest Mother": Limbless Chinese Woman, 81, Praised For Raising 3 Children Against All Odds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment