Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે KKR vs SRH:બન્ને ટીમ પોતાની પહેલી મેચ હારી, કોલકાતા સામે હૈદરાબાદનો રેકોર્ડ નબળો

    4 days ago

    કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) IPL 2026ની છઠ્ઠી મેચમાં આજે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સામનો કરશે. આ મેચ ઈડન ગાર્ડન્સમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 7:00 વાગ્યે થશે. બંને ટીમોએ પોતપોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સીઝનની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. બીજી તરફ, 4 વખતની ચેમ્પિયન કોલકાતાને મુંબઈ ઈન્ડિયન્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાએ 30માંથી 19 મેચ જીતી કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી 30 IPL મેચ રમાઈ છે. જેમાંથી કોલકાતાએ 19 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદને 10 મેચમાં જીત મળી છે. એક મેચ ટાઈ રહી હતી, જે સુપર ઓવરમાં કોલકાતાએ પોતાના નામે કરી હતી. ઈડન ગાર્ડન્સમાં બંને ટીમ વચ્ચે 11 મુકાબલા થયા છે. અહીં હોમ ટીમ કોલકાતાનું વર્ચસ્વ રહ્યું છે, જેણે 8 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદને 3 મુકાબલામાં સફળતા મળી છે. મુંબઈ સામે 220 રન ડિફેન્ડ નહોતું કરી શક્યું કોલકાતા કોલકાતાની બોલિંગ આ સીઝનમાં ટીમ માટે ચિંતાનો વિષય છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે ટીમે એક મજબૂત ફાસ્ટ બોલિંગ આક્રમણ તૈયાર કરી લીધું છે, પરંતુ ઈજાઓ અને ખેલાડીઓની ઉપલબ્ધતાને લગતી સમસ્યાઓએ આ તાકાતને નબળી પાડી દીધી છે. હર્ષિત રાણા અને આકાશ દીપ ટીમની બહાર છે, મથીશ પથિરાનાને હજુ શ્રીલંકા ક્રિકેટ તરફથી NOC મળ્યું નથી, જ્યારે 25.20 કરોડ રૂપિયામાં ખરીદાયેલા કેમરૂન ગ્રીન અત્યારે માત્ર બેટર તરીકે જ ઉપલબ્ધ છે. બોલિંગમાં ઊંડાણનો આ અભાવ મુંબઈ સામેની પ્રથમ મેચમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જ્યાં કોલકાતા 220 રન જેવો મોટો સ્કોર પણ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. આ ઉપરાંત સ્પિન વિભાગ પણ ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે. વરુણ ચક્રવર્તીને તે મેચમાં કોઈ વિકેટ ન મળી અને તેમણે 48 રન ખર્ચ્યા હતા. હૈદરાબાદનો ટૉપ ઓર્ડર મજબૂત છતાં સંઘર્ષ હૈદરાબાદનો અભિષેક શર્મા, ઈશાન કિશન અને ટ્રેવિસ હેડ જેવા સિતારાઓથી સજ્જ ટોપ ઓર્ડર કાગળ પર મજબૂત દેખાય છે, પરંતુ બોલિંગ વિભાગ ટીમની સૌથી મોટી ચિંતા છે. ખાસ કરીને કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરીમાં SRHની નબળાઈ ત્યારે સામે આવી જ્યારે ટીમ 201 રનનો સ્કોર પણ બચાવવામાં નિષ્ફળ રહી. પ્રથમ મેચમાં નીતીશ કુમાર રેડ્ડી, જયદેવ ઉનડકટ, હર્ષલ પટેલ અને ઈશાન મલિંગા જેવા બોલરો RCBને રોકવામાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ બેટિંગમાં પણ ટીમને નિરાશા મળી, જ્યારે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ જલ્દી આઉટ થઈ ગયા. જોકે કમિન્સે નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે અને ટુર્નામેન્ટની વચ્ચે વાપસી કરી શકે છે, પરંતુ હાલમાં SRHએ પોતાના કેપ્ટન વિના જ સંતુલન જાળવવું પડશે અને ટોપ ઓર્ડર પાસે વધુ સારા પ્રદર્શનની આશા રાખવી પડશે. કોલકાતામાં 101મી IPL મેચ કોલકાતાની પીચ બેટિંગ માટે ખૂબ જ સારી છે, અહીં પુષ્કળ રન બને છે અને બાઉન્ડરી પણ નાની છે. ઝાકળના કારણે ટીમ અવારનવાર ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કરે છે. શરૂઆતમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે, પરંતુ બાદમાં બેટર્સ માટે રમવું સરળ બની જાય છે. કોલકાતામાં IPLની અત્યાર સુધી 100 મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 42 મેચ જીતી છે, જ્યારે ચેઝ કરનાર ટીમને 57 મેચમાં જીત મળી છે. વળી, એક મેચ અનિર્ણિત રહી છે. આજે કોલકાતાનું હવામાન ગરમ રહેશે ગુરુવારે કોલકાતાનું હવામાન ગરમ રહેશે અને તડકો ખૂબ જ તેજ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. એક્યુવેધર મુજબ, તાપમાન 25 ડિગ્રી થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-12 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરૂન ગ્રીન, અંગકૃષ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકૂલ રોય, સુનિલ નરેન, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, બ્લેસિંગ મુઝરબાની, મનીષ પાંડે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર અને કેપ્ટન), હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, ડેવિડ પેન.
    Click here to Read More
    Previous Article
    54 साल के बाद दुनिया को फिर से क्यों याद आए चंदा मामा, भारत से है खास कनेक्शन
    Next Article
    ટ્રમ્પ થોડી વારમાં અમેરિકી જનતાને સંબોધિત કરશે:ઈરાન યુદ્ધમાં જીતની ઘોષણા કરી શકે છે, નાટો છોડવાની પણ જાહેરાત શક્ય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment