Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં IPLમાં આજે GT vs RCB:સીઝનમાં બીજી વખત સામસામે ટકરાશે, બેંગલુરુની નજર ટેબલ ટૉપર બનવા પર

    7 hours ago

    IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ સામસામે ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમ આ સીઝનમાં બીજી વખત ટકરાશે. અગાઉની મેચમાં બેંગલુરુએ ગુજરાતને 5 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમની આ નવમી મેચ હશે. બેંગલુરુ 8માંથી 6 મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે છે. ટીમ આજે જીતશે તો 14 પોઇન્ટ્સ સાથે ટૉપ પર આવવાની તક મળશે. બીજી તરફ, ગુજરાત 8માંથી 4 મેચ જીત્યું છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. GTની નજર બરાબરી કરવા પર IPLમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ છે. જેમાંથી બેંગલુરુએ 4 મેચમાં જીત મેળવી છે, જ્યારે ગુજરાતની ટીમ 3 વખત જીતી છે. આજની મેચમાં ગુજરાતનો પ્રયાસ બરાબરી કરવાનો રહેશે. અમદાવાદમાં બંને ટીમ એકવાર સામસામે આવી છે, જેમાં બેંગલુરુને જીત મળી હતી. ગિલ સંભાળી રહ્યો છે ગુજરાતની બેટિંગ આ સીઝનમાં ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. તેણે અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં 148.64ના સ્ટ્રાઈક રેટથી 330 રન બનાવ્યા છે, જેમાં 3 ફિફ્ટી સામેલ છે. ટીમની બેટિંગનો મોટો આધાર ગિલની શરૂઆત પર રહેશે. કાગિસી રબાડા આ સીઝનમાં ઘાતક સાબિત થઈ રહ્યો છે. તેણે 8 મેચમાં 13 વિકેટ ઝડપી છે. જોકે, તેનો 9.48નો ઇકોનોમી રેટ ટીમ માટે થોડો ચિંતાનો વિષય બની શકે છે. કોહલી RCBનો ટૉપ સ્કોરર બેંગલુરુ તરફથી વિરાટ કોહલી રનનો વરસાદ કરી રહ્યો છે. કોહલીએ 8 મેચમાં 162.50ના શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે 351 રન બનાવ્યા છે. કોહલીએ પણ આ સીઝનમાં 3 ફિફ્ટી ફટકારી છે. ભુવનેશ્વર કુમારની સ્વિંગ અને સચોટ બોલિંગ સૌથી મોટું હથિયાર સાબિત થઈ રહી છે. તેણે 8 મેચમાં 14 વિકેટ લીધી છે. પીચ રિપોર્ટ અમદાવાદની પીચ બેટર્સ માટે મદદગાર સાબિત થાય છે. અહીં અત્યાર સુધી IPLની 47 મેચ રમાઈ છે. જેમાંથી 24 મેચમાં પહેલી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમ અને 23 મેચમાં ચેઝ કરનાર ટીમની જીત થઈ છે. અહીંનો હાઇએસ્ટ ટીમ સ્કોર 243/5 છે, જે પંજાબે ગત સીઝનમાં ગુજરાત સામે બનાવ્યો હતો. વેધર રિપોર્ટ અમદાવાદમાં ગુરુવારે ખૂબ ગરમી રહેશે અને તડકો પણ તેજ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. મેચના દિવસે અહીંનું તાપમાન 27 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર અને રાહુલ તેવતિયા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રાસિખ સલામ ડાર અને જેકબ બેથેલ.
    Click here to Read More
    Previous Article
    How OPEC dictated oil prices for decades, and why UAE is exiting it
    Next Article
    લંડનમાં બે યહૂદીઓ પર ચાકુ વડે હુમલો:બંને ઘાયલ, પોલીસે આરોપીની ધરપકડ કરી, આતંકી કનેક્શનની તપાસ શરૂ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment