Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે DC vs MI:દિલ્હીએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી, મુંબઈની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવ કરશે, હાર્દિક નથી રમી રહ્યા

    3 days ago

    આઈપીએલમાં 19મી સિઝનનો પ્રથમ ડબલ હેડર આજે રમાશે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યુઝીલેન્ડની ટી-20 અને વનડે ટીમના કેપ્ટન મિચેલ સેન્ટનર મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ ગયા છે. અંગત કારણોસર તેઓ પ્રથમ મેચ રમી શક્યા ન હતા. તેઓ આજે અલ્લાહ ગઝનફરની જગ્યા લઈ શકે છે. દિવસનો બીજો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. બંને ટીમે પોતાની પહેલી મેચ જીતી બંને ટીમે સીઝનની શરૂઆત જીત સાથે કરી છે. દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સ સામે 142 રન ચેઝ કરીને સરળ જીત નોંધાવી હતી. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 221 રનનો મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન, સમીર રિઝવી. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફન રધરફોર્ડ, નમન ધીર, શાર્દૂલ ઠાકુર, મયંક માર્કંડે, અલ્લાહ ગઝનફર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ.
    Click here to Read More
    Previous Article
    Your car is now a mobile office: Google Meet launches on Apple CarPlay with a strict safety twist
    Next Article
    ટીવી એક્ટ્રેસિસના ખભે બેડમિન્ટન ટીમની જવાબદારી:ઇન્ડિયન પ્રો બેડમિન્ટન લીગમાં 8 ટીમો વચ્ચે જંગ જામશે; હરભજન સિંહ ગેમની કમાન સંભાળશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment