Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં હૈદરાબાદ-દિલ્હી વચ્ચે આજે જંગ:જીતની હેટ્રિક કરવા ઉતરશે સનરાઇઝર્સ; DCને સાતત્યની શોધ

    11 hours ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમ સામસામે ટકરાશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ બંને ટીમ માટે અત્યંત મહત્વની છે. પોઇન્ટ્સ ટેબલમાં બંને ટીમ 6-6 પોઇન્ટ્સ સાથે બરાબરી પર છે, જોકે સારા રન રેટના કારણે હૈદરાબાદ ચોથા સ્થાને છે. હૈદરાબાદની ટીમ પોતાના ઘરઆંગણે જીતની હેટ્રિક નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે દિલ્હીની ટીમ પોતાની લય પાછી મેળવવાનો પ્રયાસ કરશે. અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 26 મેચ રમાઈ છે, જેમાંથી SRHએ 13 અને DCએ 11 મેચ જીતી છે. જ્યારે એક મેચ ટાઈ રહી હતી અને એક મેચનું પરિણામ આવ્યું નહોતું. પેટ કમિન્સની ખોટ પડશે, યુવા બોલરોએ સંભાળી કમાન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સૌથી ચિંતાનો વિષય કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરી છે. કમિન્સ ટીમ સાથે જોડાઈ તો ગયો છે, પરંતુ આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેની જગ્યાએ ઈશાન કિશન ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. કમિન્સની ગેરહાજરીમાં ટીમની બોલિંગ લાઇનઅપ નબળી જણાતી હતી, પરંતુ છેલ્લા બે મેચમાં પ્રફુલ્લ હિંગે, સાકિબ હુસૈન અને શિવાંગ કુમાર જેવા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈશાન મલિંગાએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરીને ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ તરફથી ઈશાન મલિંગા ટૉપ વિકેટ ટેકર છે, જેણે અત્યાર સુધી 6 મેચમાં 8 વિકેટ ઝડપી છે. હૈદરાબાદનો બેટિંગ ઓર્ડર નિષ્ફળ, ક્લાસેન પર દબાણ વધ્યું બોલિંગમાં સુધારો થયો હોવા છતાં હૈદરાબાદની બેટિંગ હજુ પણ સંઘર્ષ કરી રહી છે. ઓપનર ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને કેપ્ટન ઈશાન કિશન અત્યાર સુધી મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહ્યા છે. ટીમનો 'હાઈ-રિસ્ક' અભિગમ ઘણીવાર ઊંધો પડી રહ્યો છે, જેના કારણે મિડલ ઓર્ડર જલ્દી દબાણમાં આવી જાય છે. આની અસર હેનરિક ક્લાસેન પર પડી રહી છે. વહેલી વિકેટ પડવાને કારણે ક્લાસેને સંભાળીને રમવું પડે છે, જેથી તે પોતાની કુદરતી આક્રમક રમત રમી શકતો નથી. તેમ છતાં, તે ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે 6 મેચમાં 144.38ના સ્ટ્રાઈક રેટથી 283 રન બનાવ્યા છે. દિલ્હીના અનુભવી ખેલાડીઓએ તાકાત બતાવવી પડશે દિલ્હી કેપિટલ્સની ટીમ આ સીઝનમાં ઘણી અનિશ્ચિત રહી છે. કેએલ રાહુલ, પથુમ નિસાંકા અને ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા અનુભવી ખેલાડીઓ રન તો બનાવી રહ્યા છે, પણ ટીમને મેચ જીતાડનારી મોટી ઈનિંગ્સ હજુ બાકી છે. શરૂઆતની મેચમાં ચમકેલો સમીર રિઝવી છેલ્લા ત્રણ મેચથી સિંગલ ડિજિટ સ્કોર પર આઉટ થઈ રહ્યો છે, જે ટીમ માટે ચિંતાનો વિષય છે. જો દિલ્હીએ હૈદરાબાદને તેમના ઘરમાં હરાવવું હોય, તો ટૉપ ઓર્ડરે જવાબદારી લેવી પડશે. કુલદીપ યાદવનું ફોર્મ ચિંતાજનક, એન્ગિડી કરી રહ્યો છે લીડ દિલ્હીના બોલિંગ વિભાગમાં વિવિધતા તો છે પણ ધારની અછત દેખાય છે. મિચેલ સ્ટાર્કની ગેરહાજરીમાં સાઉથ આફ્રિકાના પેસર લુંગી એન્ગિડી એટેકને લીડ કરી રહ્યો છે. તેણે 5 મેચમાં 7 વિકેટ લીધી છે. કેપ્ટન અક્ષર પટેલ વચ્ચેની ઓવરોમાં રન રોકી રહ્યો છે, પરંતુ સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ હજુ સુધી અપેક્ષા મુજબ વિકેટ ઝડપી શક્યો નથી. મુકેશ કુમાર અને ટી. નટરાજને ટુકડે-ટુકડે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ડેથ ઓવરોમાં તેમની પાસેથી વધુ સારા દેખાવની આશા છે. હૈદરાબાદમાં સીઝનની ચોથી મેચ રમાશે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તેની ફ્લેટ વિકેટ માટે જાણીતું છે. અહીંની પીચ બેટિંગ માટે અનુકૂળ છે, જોકે બોલરોને પણ મદદ મળે છે. આ મેદાન પર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે. અત્યાર સુધી અહીં 86 IPL મેચ રમાઈ છે, જેમાંથી 37 મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે અને 48 મેચ ચેઝ કરનારી ટીમે જીતી છે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 286/6 છે, જે હૈદરાબાદે ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. આ સીઝનમાં SRHએ અહીં 3 મેચ રમી છે, જેમાંથી બેમાં જીત અને એકમાં હાર થઈ છે. વરસાદની કોઈ શક્યતા નથી હૈદરાબાદમાં 21 એપ્રિલે હવામાન ગરમ રહેશે. સવારે તડકો રહેશે અને તાપમાન 36 થી 25 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. વરસાદની બિલકુલ શક્યતા નથી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 SRH: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, લિયામ લિવિંગસ્ટન. શિવાંગ કુમાર, પ્રફુલ્લ હિંગે, સાકિબ હુસૈન. (ઇમ્પેક્ટ પ્લેયર: ઈશાન મલિંગા). DC: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી. નટરાજન. (ઇમ્પેક્ટ પ્લેયર: સમીર રિઝવી).
    Click here to Read More
    Previous Article
    Supreme Court junks lawyer’s plea against contempt action for remarks against HC judge
    Next Article
    તમિલનાડુમાં ₹1,200 કરોડ+ રોકડ-સોનું અને ફ્રીબીઝ જપ્ત:PM મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ, ચૂંટણી પંચને 700 નાગરિકોએ પત્ર લખ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment