Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોની IPLમાંથી રિટાયર્ડ, CSKના મેન્ટર બન્યા:માહીએ ઇન્સ્ટાગ્રામ પર 'મેં પલ દો પલ કા શાયર હું' સોંગ પર ઇમોશનલ વીડિયો પોસ્ટ કર્યો

    12 hours ago

    ધોનીએ IPLથી નિવૃત્તિ લઈ લીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ મંગળવારે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમના મેન્ટર બનાવ્યા. આ પછી તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ‘મેં પલ દો પલ કા શાયર હું…’ સોંગ પર એડિટ કરીને ટીમમેટ્સ સાથેનો વીડિયો પોસ્ટ કર્યો. તેમણે આવી જ રીતે 2020માં પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું, ત્યારે પણ આ જ સોંગ પર ટીમમેટ્સ સાથેનો વીડિયો બનાવીને પોસ્ટ કરીને જાહેરાત કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું- ચાહકોએ મને ખોટો સાબિત કર્યો, અને આ વાત સ્વીકારવા માટે આનાથી વધુ સારું બીજું કોઈ ગીત ન હોઈ શકે. કદાચ આના બે વર્ઝન એટલા માટે બનાવવામાં આવ્યા હશે કે જેથી હું ભૂલ કરી શકું અને પછી તેને સ્વીકારી શકું. ધોની 19 વર્ષ સુધી IPLમાં રમ્યા. તેમાંથી 17 સીઝન તેમણે ચેન્નઈ સાથે વિતાવ્યા. 2016-17માં CSK પર પ્રતિબંધ લાગ્યો હતો, તેથી તેઓ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમ્યા. ધોનીએ IPLમાં 278 મેચ રમી અને 5,314 રન બનાવ્યા. તેમની કેપ્ટનશીપમાં ચેન્નઈએ 5 વખત IPL અને 2 વખત ચેમ્પિયન્સ લીગ T20નું ટાઇટલ જીત્યું. CSKનાં માલિક રૂપા ગુરુનાથે જણાવ્યું કે થોડા મહિના પહેલાં ધોનીએ કહ્યું હતું કે ખબર નથી આગામી સીઝનમાં રમી શકશે કે નહીં. શનિવારે વીડિયો કૉલ પર 2027 માટે રિલીઝ થનારા ખેલાડીઓના નામ નક્કી થઈ રહ્યા હતા. ત્યારે ધોનીએ ધીરેથી કહ્યું- લિસ્ટમાં મારું નામ પણ જોડી દો. ‘ધોની વગર CSKની કલ્પના કરી શકાતી નથી’ CSKના માલિક એન. શ્રીનિવાસને કહ્યું, ધોની વગર CSKની કલ્પના કરી શકાતી નથી. આ લગભગ 20 વર્ષનો સાથ છે. 2008માં મેં જ તેમને ટીમમાં સામેલ કરવાની વાત કહી હતી. આ મારો સૌથી સારો નિર્ણય હતો. ધોની હંમેશાં CSKની ઓળખ રહેશે અને આ ટીમ તેમનું ઘર રહેશે. ગયા સીઝનમાં એક પણ મેચ ન રમ્યા 2026માં ધોની ઈજાના કારણે ચેન્નઈ સુપર કિંગ્સ માટે એક પણ મેચ રમી શક્યા નહોતા. આ પહેલા IPL 2025માં તેમણે 14 મેચમાં 196 રન બનાવ્યા હતા. ભાસ્કરે 4 મહિના પહેલાં લખ્યું હતું- ધોની મેન્ટર બનશે ભાસ્કરે 4 મહિના પહેલાં લખ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના મેન્ટર બનાવવામાં આવશે. સ્ટોરીમાં એ પણ લખ્યું હતું કે ટીમ નવા કેપ્ટનના પણ શોધમાં છે. સંજુ સેમસન આ રેસમાં સૌથી આગળ છે. સંપૂર્ણ સમાચાર વાંચો… ગૂગલના ટૉપ ટ્રેન્ડમાં આવ્યા ધોની એમ. એસ. ધોની નિવૃત્તિ લીધા પછી ગૂગલના ટૉપ ટ્રેન્ડ પર આવી ગયા છે. તેમને છેલ્લા 4 કલાકમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહ્યા છે. ગૂગલ ટ્રેન્ડ જુઓ
    Click here to Read More
    Previous Article
    UP Election 2027 :Akhilesh Yadav के सोशल इंजीनियरिंग के फॉर्मूले से BJP में हलचल! |Congress
    Next Article
    સોનાના ભંડાર પર મુસ્લિમ તાનાશાહ:38 વર્ષના ઇબ્રાહિમે અમેરિકા-ફ્રાન્સની સેનાને ભગાડી, જજ-પત્રકારોને બંદૂકો પકડાવી, સરમુખત્યાર છતાં આફ્રિકામાં હીરો બની ગયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment