Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે IPL ટીમ નેટ્સ શેર નહીં કરી શકે:BCCIએ પ્રેક્ટિસ સેશન માટેની ગાઈડલાઈન જાહેર કરી; 2 પ્રેક્ટિસ મેચ રમી શકશે

    9 hours ago

    BCCIએ IPL ટીમના પ્રેક્ટિસ સેશનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ મુજબ, કોઈ પણ ટીમ તે નેટ કે પીચ પર પ્રેક્ટિસ નહીં કરી શકે, જેના પર બીજી ટીમ પહેલા પ્રેક્ટિસ કરી ચૂકી હોય. દરેક ટીમને પ્રેક્ટિસ માટે અલગ અને નવા નેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો બે ટીમ અલગ-અલગ સમયે પ્રેક્ટિસ કરતી હોય તો પણ પહેલી ટીમે ઉપયોગ કરેલા નેટ બીજી ટીમને આપવામાં આવશે નહીં. જો કોઈ ટીમ વહેલી પ્રેક્ટિસ પૂરી કરી દે છે, આ સ્થિતિમાં પણ બીજી ટીમ તેની રેન્જ-હિટિંગ પીચનો ઉપયોગ કરી શકશે નહીં. IPLની શરૂઆત 28 માર્ચથી થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાશે. BCCIએ એક દિવસ પહેલા 11 માર્ચના રોજ IPL 2026નું શેડ્યૂલ જાહેર કર્યું છે. પ્રેક્ટિસ ગાઇડલાઇનની 3 મુખ્ય વાતો… 1. દરેક ટીમ 2 પ્રેક્ટિસ મેચ જ રમી શકશે ફ્લડલાઇટમાં પ્રેક્ટિસ મેચનો સમયગાળો વધુમાં વધુ સાડા ત્રણ કલાકનો રહેશે. દરેક ટીમને BCCIની મંજૂરી બાદ વધુમાં વધુ 2 પ્રેક્ટિસ મેચ રમવાની મંજૂરી મળશે. જોકે, આ મેચ મુખ્ય પીચ પર રમાશે નહીં, પરંતુ સાઇડ વિકેટ પર આયોજિત કરવામાં આવશે. 2. મેચના 4 દિવસ પહેલાં સુધી મુખ્ય પીચ પર પ્રેક્ટિસ કે ટ્રેનિંગ નહીં કોઈપણ ફ્રેન્ચાઈઝીની પ્રથમ ઘરઆંગણાની મેચના 4 દિવસ પહેલા સુધી મુખ્ય પીચ પર કોઈ પ્રેક્ટિસ સેશન કે પ્રેક્ટિસ મેચ યોજાશે નહીં, જેથી પીચને સિઝન માટે તૈયાર કરી શકાય. પ્રેક્ટિસ સેશનનો સમય નક્કી કરવામાં હોમ ટીમને પ્રાધાન્ય આપવામાં આવશે. જો બંને ટીમ એક જ સમયે પ્રેક્ટિસ કરવા માગતી હોય અને તેમની વચ્ચે સહમતિ ન થાય, તો BCCI હસ્તક્ષેપ કરીને પ્રેક્ટિસ માટે અલગ-અલગ સમય સ્લોટ નક્કી કરશે. 3. કેટરિંગ, મેડિકલ અને સિક્યોરિટી હોમ ટીમની જવાબદારી માર્ગદર્શિકા અનુસાર, પ્રેક્ટિસ સેશન દરમિયાન કેટરિંગ, મેડિકલ સેવાઓ, સુરક્ષા અને અન્ય સુવિધાઓની જવાબદારી હોમ ફ્રેન્ચાઈઝીની રહેશે. જ્યારે મહેમાન ટીમે પોતાની રીતે વ્યવસ્થા જાતે કરવી પડશે.
    Click here to Read More
    Previous Article
    ED attaches Rs 581 crore assets in case against Anil Ambani’s Reliance Group
    Next Article
    બનાસકાંઠામાં LPG ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ:વહીવટી તંત્રની નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment