Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું:રાજસ્થાનને કેપ્ટન ગિલની સદી, સુદર્શનની ફિફ્ટી; હવે અમદાવાદમાં બેંગલુરુ સાથે ટાઇટલ માટે જંગ

    3 दिन पहले

    ગુજરાત ટાઇટન્સ IPLમાં ત્રીજી વખત ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું. ફાઈનલમાં 31 મેના રોજ અમદાવાદમાં ગુજરાતની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. શુક્રવારે મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. આ પહેલાં, રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશીએ 47 બોલમાં 96 રનની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 સિક્સર પણ ફટકારી હતી. તેના સિવાય રવીન્દ્ર જાડેજાએ અણનમ 45 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, ડોનોવન ફરેરાએ 11 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને 1-1 સફળતા મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, આર.સાઈ.કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર: રાહુલ તેવટિયા. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસવાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: તુષાર દેશપાંડે.
    Click here to Read More
    Previous Article
    GT vs RR LIVE Cricket Score, IPL 2026 Qualifier 2: Shubman Gill slams century as Gujarat Titans defeat Rajasthan Royals by 7 wickets to punch tickets to IPL final
    Next Article
    Punjab Civic Polls Signal Early Political Alignment Ahead Of 2027 Polls

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment