Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL- દિલ્હીએ 8 રનમાં 6 વિકેટ ગુમાવી:ભુવનેશ્વરે 3 વિકેટ લીધી; હેઝલવુડે રાહુલ, રિઝવી અને રાણાને આઉટ કર્યા

    1 day ago

    IPL 2026ની 39મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. 3 ઓવર પછી દિલ્હીનો સ્કોર 6 વિકેટે 8 રન છે. ભુવનેશ્વર કુમારે ડેબ્યૂ કરી રહેલા 18 વર્ષના સાહિલ પરખ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અક્ષર પટેલની વિકેટ લીધી. હેઝલવુડે બે બોલમાં બે વિકેટ લીધી. તેણે કેએલ રાહુલ અને સમીર રિઝવીને આઉટ કર્યા. સોમવારે બંને વચ્ચે સિઝનની બીજી મેચ છે. પહેલી મેચમાં દિલ્હીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 6 વિકેટે જીત મેળવી હતી. પોઈન્ટ્સ ટેબલમાં બેંગલુરુ બીજા સ્થાને છે, જ્યારે દિલ્હી સાતમા સ્થાને છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 દિલ્હી કેપિટલ્સ: પથુમ નિસાંકા, કેએલ રાહુલ (વિકેટકીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), નીતિશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, લુંગી એન્ગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન અને મુકેશ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: વિપરાજ નિગમ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, ટિમ ડેવિડ, જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રસિક સલામ અને સુયશ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર્સ: જેકબ બેથેલ.
    Click here to Read More
    Previous Article
    Why a $400,000 windfall has raised concerns of insider trading on prediction markets
    Next Article
    ઈરાની વિદેશ મંત્રીએ પુતિન સાથે મુલાકાત કરી:રશિયન રાષ્ટ્રપતિ બોલ્યા- ઈરાન પોતાની આઝાદી માટે લડી રહ્યું છે; આજે ટ્રમ્પની અધિકારીઓ સાથે બેઠક

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment